પ્રધાનમંત્રીનું કાર્યાલય
17મી લોકસભાની છેલ્લી બેઠકને પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
Posted On:
10 FEB 2024 8:44PM by PIB Ahmedabad
આદરણીય અધ્યક્ષજી,
આજનો આ દિવસ લોકશાહીની એક મહાન પરંપરાનો મહત્વપૂર્ણ દિવસ છે. સત્તરમી લોકસભાએ જે રીતે દેશની સેવામાં તેનાં પાંચ વર્ષ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. અનેક પડકારોને પાર કરીને સૌએ પોતાનાં સામર્થ્યથી દેશને યોગ્ય દિશા આપવાનો પ્રયાસ કર્યો, એક રીતે જોઈએ તો, આજનો આ દિવસ આપણા સૌની તે પાંચ વર્ષની વૈચારિક યાત્રાનો, રાષ્ટ્રને સમર્પિત એ સમયનો, દેશને ફરી એક વાર પોતાના સંકલ્પોને રાષ્ટ્રનાં ચરણોમાં સમર્પિત કરવાનો આ અવસર છે. આ પાંચ વર્ષમાં દેશમાં રિફોર્મ, પરફોર્મ એન્ડ ટ્રાન્સફોર્મ, એવું બહુ જ ઓછું બને છે કે રિફોર્મ પણ થાય, પરફોર્મ પણ થાય અને ટ્રાન્સફોર્મ થતા આપણે આપણી નજર સામે જોઈ શકતા હોઈએ, એક નવો વિશ્વાસ ભરતા હોય. આનો અનુભવ આજે સત્તરમી લોકસભાથી દેશ કરી રહ્યો છે. અને હું નિશ્ચિતપણે માનું છું કે દેશ ચોક્કસપણે સત્તરમી લોકસભાને આશીર્વાદ આપતો રહેશે. આ તમામ પ્રક્રિયામાં ગૃહના તમામ માનનીય સભ્યોની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. અને આ સમય છે કે હું આ ગ્રૂપના નેતા તરીકે અને તમારા બધાના સાથી તરીકે પણ તમામ માનનીય સાંસદોને અભિનંદન આપું છું.
ખાસ કરીને આદરણીય અધ્યક્ષજી,
હું તમારો પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પાંચ વર્ષ દરમિયાન ક્યારેક ક્યારેક સુમિત્રાજી મુક્ત હાસ્ય કરતાં હતાં. પણ તમારો ચહેરો દરેક ક્ષણે સ્મિતથી ભરેલો રહેતો હતો. અહીં ગમે તે થઈ જાય, પણ તે સ્મિત ક્યારેય ઓછું થતું ન હતું. ઘણા વિવિધ સંજોગોમાં, તમે આ ગૃહને ખૂબ જ સંતુલિત ભાવથી અને ખરેખરા અર્થમાં નિષ્પક્ષ ભાવથી માર્ગદર્શન આપ્યું, ગૃહનું નેતૃત્વ કર્યું. હું આ માટે પણ તમારી ખૂબ પ્રશંસા કરું છું. ગુસ્સાની ક્ષણો હતી, આક્ષેપોની ક્ષણો હતી, પરંતુ તમે આ બધી પરિસ્થિતિઓને સંપૂર્ણ ધીરજ અને શાણપણથી સંભાળી, તમે ગૃહ ચલાવ્યું અને અમને બધાને માર્ગદર્શન આપ્યું, આ માટે હું તમારો પણ આભારી છું. હું આ માટે પણ તમારી ખૂબ ખૂબ પ્રશંસા કરું છું. આક્રોશની ક્ષણો પણ આવી, આક્ષેપોની ક્ષણો પણ આવી, પરંતુ તમે આ બધી પરિસ્થિતિઓને સંપૂર્ણ ધીરજ સાથે સંભાળતા અને એક સૂઝબૂઝની સાથે, તમે ગૃહ ચલાવ્યું અને આપણા સૌને માર્ગદર્શન આપ્યું, આ માટે પણ હું તમારો આભારી છું.
આદરણીય સભાપતિજી,
આ પાંચ વર્ષમાં સમગ્ર માનવજાતે આ સદીનાં સૌથી મોટાં સંકટનો સામનો કર્યો. કોણ બચશે? કોણ બચી શકશે? કોઈ કોઈને બચાવી શકે છે કે નહીં બચાવી શકે? એવી એ સ્થિતિ હતી. આવી સ્થિતિમાં ગૃહમાં આવવું એ પણ, પોતાનું ઘર છોડી નીકળવું એ પણ સંકટનો સમય હતો. એ પછી પણ જે કંઈ નવી વ્યવસ્થા કરવી પડી તે તમે કરી અને દેશનું કામ અટકવા દીધું નહીં. ગૃહની ગરિમા પણ જળવાઈ રહે અને દેશનાં મહત્વનાં કામોમાં જે ગતિ આવવી જોઈએ તે ગતિ પણ જળવાઈ રહે અને તે કામમાં ગૃહની જે ભૂમિકા છે, તે જરા સરખી પણ પાછળ ન રહે, તમે તેને ખૂબ જ કુશળતા સાથે સંભાળ્યું અને દુનિયા માટે એક ઉદાહરણ તરીકે.
આદરણીય સભાપતિજી,
હું માનનીય સાંસદોનો પણ એ વાત માટે એક વાર આભાર વ્યક્ત કરવા માગું છું કે તે સમયગાળા દરમિયાન દેશની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, સાંસદ નિધિ છોડવાની દરખાસ્ત માનનીય સાંસદો સમક્ષ મૂકવામાં આવી હતી અને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના, તમામ માનનીય સાંસદોએ સાંસદ ભંડોળ છોડી દીધું. આટલું જ નહીં, દેશવાસીઓને સકારાત્મક સંદેશ આપવા અને પોતાનાં આચરણ દ્વારા સમાજને વિશ્વાસ અપાવવા માટે, સૌ સાંસદોએ પોતે જ તેમના પગારમાં 30 ટકા કાપ કરવાનો નિર્ણય લીધો. જેથી દેશને પણ વિશ્વાસ થયો કે સૌથી પહેલા છોડનારા લોકો છે.
અને આદરણીય સભાપતિજી,
કોઈપણ કારણ વગર આપણે સૌ સાંસદોને ભારતીય મીડિયાના કોઈને કોઈ ખૂણામાં વર્ષમાં બે વાર ગાળો મળતી હતી કે આ સાંસદોને આટલું મળે છે અને કૅન્ટીનમાં આટલામાં ખાય છે. બહાર તે આટલામાં મળે છે, કૅન્ટીનમાં તે આટલામાં મળે છે, એટલે કે, ખબર નહીં, વાળ ખેંચી નાખવામાં આવતા હતા. તમે નક્કી કર્યું કે કૅન્ટીનમાં બધા માટે સમાન દર હશે અને સાંસદોએ ક્યારેય પણ વિરોધ કર્યો નથી કે ફરિયાદ પણ નથી કરી અને તમામ સાંસદોની કારણ વગર ફજેતી કરનારા લોકો મજા લેતા હતા. તમે અમને બધાને તેમાંથી બચાવી લીધા, આ માટે પણ હું તમારો આભાર વ્યક્ત કરું છું.
આદરણીય સભાપતિજી,
એ વાત સાચી છે કે આપણી ઘણી લોકસભાના, પછી સત્તરમી હોય, સોળમી હોય, પંદરમી હોય, સંસદનું નવું ભવન હોવું જોઈએ. તેની ચર્ચા બધાએ સામૂહિક રીતે કરી, એક અવાજે કરી, પણ નિર્ણય લેવાતો ન હતો. એ તમારું નેતૃત્વ છે જેણે નિર્ણય લીધો, બાબતો આગળ વધારી, સરકાર સાથે વિવિધ મીટિંગો કરી, અને તેનું જ પરિણામ છે કે આજે દેશને આ નવું સંસદ ભવન પ્રાપ્ત થયું છે.
આદરણીય સભાપતિજી,
આપણા વારસાના એક અંશ તરીકે અને આઝાદીની જે પ્રથમ ક્ષણ હતી તેને જીવંત રાખવા માટેનું હંમેશા-હંમેશા આપણા માર્ગદર્શક તરીકે આ સેંગોલને અહીં સ્થાપિત કરવાનું કામ અને હવે દર વર્ષે તેને ઔપચારિક કાર્યક્રમ તરીકે તેને ભાગ બનાવવાનું એક બહુ મોટું કામ આપનાં નેતૃત્વમાં થયું છે જે ભારતની આવનારી પેઢીઓને હંમેશા-હંમેશા આપણને આઝાદીની એ પ્રથમ પળ સાથે જોડી રાખશે. અને આઝાદીની એ પણ કેમ હતી, આપણને એ યાદ રહેશે તો દેશને આગળ લઈ જવાની એ પ્રેરણા પણ જળવાઈ રહેશે, એ પવિત્ર કામ આપે કર્યું છે.
આદરણીય સભાપતિજી,
આ પણ સાચું છે, આ સમયગાળા દરમિયાન ભારતને જી20ની અધ્યક્ષતાની જવાબદારી તો મળી, ભારતને ઘણું સન્માન મળ્યું, દેશનાં દરેક રાજ્યએ ભારતની તાકાત અને પોતાનાં રાજ્યની ઓળખને વિશ્વની સામે સારી રીતે પ્રસ્તુત કરી, જેનો પ્રભાવ આજે પણ વિશ્વ મંચ પર છે. તેની સાથે જ જી20ની જેમ પી20નું જે સંમેલન તમારાં નેતૃત્વમાં યોજાયું અને વિશ્વના અનેક દેશોમાંથી સ્પીકર્સ અહીં આવ્યા અને લોકશાહીની જનની, ભારતની આ મહાન પરંપરાને લઈને, આ લોકતાંત્રિક મૂલ્યોને લઈને સદીઓથી આપણે આગળ વધ્યા છીએ. વ્યવસ્થાઓ બદલાઈ હશે પરંતુ ભારતનું લોકશાહી માનસ હંમેશા જળવાઇ રહ્યું છે, તમે એ હકીકતને વિશ્વના સ્પીકર્સ સામે ખૂબ જ સારી રીતે પ્રસ્તુત કરી અને લોકશાહી પ્રણાલીમાં પણ ભારતને પ્રતિષ્ઠા અપાવવાનું કામ તમારાં નેતૃત્વમાં થયું.
આદરણીય સભાપતિજી,
હું તમને એક વાત માટે ખાસ અભિનંદન આપવા માગું છું, કદાચ આપણા તમામ માનનીય સાંસદોનું અને મીડિયાનું પણ ધ્યાન તે તરફ ગયું નથી. આપણે જેને બંધારણ સભા કહીએ છીએ, એ જૂની સંસદ, જેમાં આપણે મહાપુરુષોની જન્મજયંતિ પર તેમની પ્રતિમાઓને ફૂલ અર્પણ કરવા ભેગા થઈએ છીએ. પણ એ એક 10 મિનિટની ઈવેન્ટ રહેતી અને આપણે લોકો ચાલ્યા જતા. આપે દેશભરમાં આ મહાપુરુષો માટે વક્તૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું એક અભિયાન શરૂ કર્યું. તેમાંથી એમાંથી જેઓ શ્રેષ્ઠ વક્તા હતા અને જેઓ શ્રેષ્ઠ નિબંધો હોય અને રાજ્યમાંથી બે-બે બાળકો તે દિવસે દિલ્હી આવતા હતા અને તે મહાપુરુષની જન્મજયંતિના દિવસે તેઓ પુષ્પવર્ષામાં ઉપસ્થિત રહેતા હતા, દેશના નેતાઓ પણ, અને પછીથી આખો દિવસ રહીને તેના પર પ્રવચનો આપતા હતા. તેઓ દિલ્હીમાં અન્ય સ્થળોએ જતા હતા, તેઓ સાંસદની ગતિવિધિઓને સમજતા હતા, એટલે કે સતત પ્રક્રિયા ચલાવીને તમે દેશના લાખો વિદ્યાર્થીઓને ભારતની સંસદીય પરંપરા સાથે જોડવાનું મહાન કાર્ય કર્યું છે. અને આ પરંપરા, તે તમારાં ખાતામાં રહેશે અને આવનારા સમયમાં દરેક વ્યક્તિ આ પરંપરાને ગૌરવ સાથે આગળ વધારશે. આ માટે પણ હું તમને અભિનંદન આપું છું.
આદરણીય અધ્યક્ષજી,
સંસદની લાઇબ્રેરી, જેણે ઉપયોગ કરવો જોઈએ એ કેટલો કરી શકે છે, એ તો હું કહી શકતો નથી, પરંતુ તમે સામાન્ય માણસ માટે તેના દરવાજા ખોલી દીધા. તમે આ જ્ઞાનનો આ ખજાનો, પરંપરાઓના વારસાને સામાન્ય લોકો માટે ખોલીને એક મહાન સેવા કરી છે, તે માટે પણ હું તમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. પેપરલેસ પાર્લામેન્ટ, ડિજીટલાઇઝેશન, તમે આપણી વ્યવસ્થામાં આધુનિક ટેક્નોલોજીનો કેવી રીતે સમાવેશ થાય, શરૂઆતમાં કેટલાક સાથીઓને મુશ્કેલી રહી પરંતુ હવે દરેકને તેની આદત પડી ગઈ છે. જ્યારે હું જોઉં છું કે જ્યારે પણ તમે અહીં બેઠા છો, તમે કંઈક ને કંઈક કરતા રહો છો, તમે પોતાનામાં એક મહાન કાર્ય કર્યું છે, તમે આ કાયમી વ્યવસ્થાઓ બનાવી છે. હું આ માટે ખૂબ જ આભાર વ્યક્ત કરું છું.
આદરણીય અધ્યક્ષજી,
હું કહી શકું છું કે તમારી કુશળતા અને આ માનનીય સાંસદોની જાગૃતિ, આ બધાના સંયુક્ત પ્રયાસોને કારણે 17મી લોકસભાની ઉત્પાદકતા લગભગ લગભગ 97 ટકા રહી છે. 97 ટકા ઉત્પાદકતા એ પોતાનામાં ખુશીની વાત છે, પરંતુ મને વિશ્વાસ છે કે આજે જ્યારે આપણે 17મી લોકસભાની સમાપ્તિ તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે એ સંકલ્પ લઈને 18મી લોકસભા પ્રારંભ થશે કે આપણે હંમેશા 100 ટકાથી વધુ ઉત્પાદકતાવાળી આપણી કાર્યવાહીમાં. રહેશે. અને આમાં પણ સાત સત્રો 100 ટકાથી પણ વધુ ઉત્પાદકતાવાળાં રહ્યાં, આ પણ. અને મેં જોયું કે આપે આખી રાત બેસીને તમે દરેક સાંસદનાં મનની વાત સરકારનાં ધ્યાન પર લાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો. હું આ સફળતાઓ માટે તમામ માનનીય સાંસદોનો અને તમામ ફ્લોર લીડર્સનો પણ હૃદયપૂર્વક આભાર અને અભિનંદન વ્યક્ત કરું છું. પ્રથમ સત્રમાં, 17મી લોકસભાનાં પ્રથમ સત્રમાં, બંને ગૃહોએ 30 બિલ પાસ કર્યા હતા, જે પોતાનામાં એક રેકોર્ડ છે. અને 17મી લોકસભામાં નવા -નવા બેન્ચમાર્ક બનાવવામાં આવ્યા છે.
આદરણીય અધ્યક્ષજી,
આઝાદીનાં 75 વર્ષ પૂરા થવાનો ઉત્સવ, આપણને સૌને કેટલું મોટું સૌભાગ્ય મળ્યું છે કે આવા અવસર પર આપણા ગૃહે ખૂબ જ મહત્વપૂર્ણ કામોની આગેવાની લીધી છે, દરેક જગ્યાએ થયું. ભાગ્યે જ એવો કોઈ સાંસદ હશે કે જેણે સ્વતંત્રતાનાં 75 વર્ષને લોકોત્સવ બનાવવામાં પોતપોતાના વિસ્તારમાં ભૂમિકા અદા ન કરી હોય. તેનો અર્થ એ છે કે વાસ્તવમાં દેશે આઝાદીનાં 75 વર્ષને પૂરા ઉત્સાહ સાથે ઉત્સવથી ઉજવ્યાં અને તેમાં આપણા માનનીય સાંસદોની અને આ ગૃહની બહુ મોટી ભૂમિકા રહી છે. આપણાં બંધારણના અમલનાં 75 વર્ષ, આ પણ અવસર આ વખતે આ જ ગૃહને મળ્યો છે, આ જ તમામ માનનીય સાંસદોને મળ્યો છે અને બંધારણની જે પણ જવાબદારીઓ છે તેની શરૂઆત અહીંથી થાય છે અને તેની સાથે જ જોડાવું, એ પોતાનામાં બહુ મોટી પ્રેરક છે.
આદરણીય અધ્યક્ષજી,
આ કાર્યકાળ દરમિયાન ઘણા રિફોર્મ્સ (સુધારા) થયા છે અને તે ગેમ ચૅન્જર છે. 21મી સદીના ભારતનો મજબૂત પાયો આ બધી બાબતોમાં દેખાય છે. દેશ એક મોટાં પરિવર્તન તરફ ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે અને તેમાં પણ ગૃહના તમામ સાથીઓએ ખૂબ જ ઉત્તમ માર્ગદર્શન આપ્યું છે, પોતાની હિસ્સેદારી વ્યક્ત કરી છે અને દેશ… આપણે સંતોષ સાથે કહી શકીએ કે આપણી અનેક પેઢીઓ જે વાતોની રાહ જોઈ રહી હતી, એવાં ઘણાં કામ આ 17મી લોકસભા થકી પૂરાં થયાં, પેઢીઓની પ્રતીક્ષાનો અંત આવ્યો. અનેક પેઢીઓએ એક બંધારણ, એ માટે સપનું જોયું હતું. પરંતુ દરેક ક્ષણે એ બંધારણમાં એક દરાર દેખાતી હતી, એક ખાઇ દેખાતી હતી. એક અવરોધ પીડાદાયક હતો. પરંતુ આ ગૃહે કલમ 370, આર્ટિકલ 310 હટાવીને બંધારણનું સંપૂર્ણ સ્વરૂપ તેના સંપૂર્ણ પ્રકાશ સાથે તેનું પ્રગટીકરણ થયું. અને હું માનું છું કે જ્યારે બંધારણનાં 75 વર્ષ થયાં છે ત્યારે… બંધારણ ઘડનારા જે જે મહાપુરુષો છે, તેમની આત્મા જ્યાં પણ હશે, તેઓ આપણને જરૂરથી આશીર્વાદ આપતા હશે, આ કામ આપણે પૂર્ણ કર્યું છે. કાશ્મીરના પણ જમ્મુ-કાશ્મીરના લોકોને સામાજિક ન્યાયથી વંચિત રાખવામાં આવ્યા હતા. આજે આપણને સંતોષ છે કે સામાજિક ન્યાય માટેની અમારી જે પ્રતિબદ્ધતા છે, તે જમ્મુ અને કાશ્મીરના આપણાં ભાઈ-બહેનો સુધી પહોંચાડીને આપણે આજે એક સંતોષની અનુભૂતિ કરી રહ્યા છીએ.
આદરણીય અધ્યક્ષજી,
આતંકવાદ એક નાસૂર બનીને દેશની છાતી પર ગોળીઓ વરસાવતો રહેતો હતો. મા ભારતી ની ભૂમિ દરરોજ લોહીલુહાણ થતી હતી. આતંકવાદનાં કારણે દેશના ઘણા વીર અને આશાસ્પદ લોકો બલિએ ચઢતા હતા. અમે આતંકવાદ વિરુદ્ધ કડક કાયદા બનાવ્યા, આ ગૃહે જ તે બનાવ્યા. હું દ્રઢપણે માનું છું કે તેના કારણે, જેઓ આવી સમસ્યાઓ સામે ઝઝૂમતા છે એમને એક શક્તિ મળી છે. માનસિક રીતે આત્મવિશ્વાસ વધ્યો છે. અને ભારતને આતંકવાદથી સંપૂર્ણપણે મુક્તિનો એમાં એક અહેસાસ થઈ રહ્યો છે. અને એ સપનું પણ સાકાર થઈને રહેશે. આપણે 75 વર્ષથી અંગ્રેજોએ આપેલા દંડ સંહિતામાં જીવતા રહ્યા છીએ. આપણે દેશને ગર્વથી કહીશું, નવી પેઢીને કહીશું, તમે તમારા પૌત્ર-પૌત્રીઓને ગર્વથી કહી શકશો કે ભલે દેશ 75 વર્ષથી દંડ સંહિતામાં જીવ્યો છે, પરંતુ હવે આવનારી પેઢીઓ ન્યાય સંહિતામાં જીવશે. અને આ જ સાચું લોકતંત્ર છે.
આદરણીય અધ્યક્ષજી,
હું તમને બીજી એક બાબત માટે અભિનંદન આપવા માગું છું કે નવું સદન, એની ભવ્યતા વગેરે તો છે જ પરંતુ તેની શરૂઆત એક એવાં કાર્યથી થઈ છે જે ભારતને મૂળભૂત માન્યતાઓને મજબૂત કરે છે અને તે છે નારી શક્તિ વંદન અધિનિયમ. જ્યારે પણ આ નવાં ગૃહની ચર્ચા થશે ત્યારે નારી શક્તિ વંદન અધિનિયમનો ઉલ્લેખ કરવામાં આવશે, એટલે કે એક તરફ ભલે એ સત્ર નાનું હતું, પરંતુ દૂરગામી નિર્ણય કરનારું સત્ર હતું. આ નવાં ગૃહની પવિત્રતાનો અહેસાસ તે જ ક્ષણે શરૂ થઈ ગયો હતો, જે આપણને એક નવી તાકાત આપનારો છે અને તેનું જ પરિણામ છે કે આવનારા સમયમાં જ્યારે આપણી માતાઓ અને બહેનો મોટી સંખ્યામાં અહીં બેઠાં હશે, દેશ ગર્વ અનુભવશે. ટ્રિપલ તલાક આપણી મુસ્લિમ બહેનો માટે કેટલાય ઉતાર-ચઢાવમાંથી રાહ જોઈ રહી હતી. અદાલતે તેની તરફેણમાં નિર્ણય લીધો હતો, પરંતુ તેમને તે અધિકાર મળી રહ્યો ન હતો. મજબૂરીઓ સાથે જીવવું પડતું હતું. કેટલાક ખુલ્લેઆમ કહે છે, કેટલાક અપ્રકટ રીતે કહે. પરંતુ ટ્રિપલ તલાકમાંથી મુક્તિ અને નારી શક્તિનાં સન્માનનું ખૂબ જ મહત્વપૂર્ણ કામ 17મી લોકસભાએ કર્યું છે. તમામ માનનીય સાંસદો તેમના વિચાર ગમે તે રહ્યા હોય, તેમનો નિર્ણય ગમે તે રહ્યો હોય, પરંતુ ક્યારેક ને ક્યારેક તો તેઓ કહેશે કે હા, દીકરીઓને ન્યાય આપવાનું કામ પણ કરવા માટે અમે અહીં હાજર રહ્યા. પેઢીઓથી થતો આ અન્યાય અમે પૂરો કર્યો છે અને એ બહેનો અમને આશીર્વાદ આપી રહી છે.
આદરણીય અધ્યક્ષજી,
આવનારાં 25 વર્ષ આપણા દેશ માટે, આપણા દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાજનીતિનો ધમધમાટ પોતાની જગ્યાએ છે. રાજકીય ક્ષેત્રે લોકોની આશાઓ અને આકાંક્ષાઓ પોતપોતાની જગ્યાએ છે. પરંતુ દેશની અપેક્ષા, દેશની આશંકા, દેશનાં સપનાં, દેશનો સંકલ્પ, તે બની ચૂક્યો છે… 25 વર્ષ થઈ ગયાં છે તો દેશ ઈચ્છિત પરિણામો પ્રાપ્ત કરીને જ રહેશે. 1930માં જ્યારે મીઠાનો સત્યાગ્રહ હતો ત્યારે મહાત્મા ગાંધીજીએ દાંડી યાત્રા કરી હતી. લોકોને ઘોષણા થતા પહેલા સામર્થ્ય દેખાયું ન હતું. સ્વદેશી આંદોલન હોય, સત્યાગ્રહની પરંપરા હોય, મીઠાનો સત્યાગ્રહ હોય. તે સમયે તો ઘટનાઓ નાની લાગતી હતી પરંતુ 1947 એટલે કે તે 25 વર્ષના સમયગાળો, તેણે દેશની અંદર એ જુસ્સો પેદા કર્યો હતો. દરેક વ્યક્તિનાં હૃદયમાં એવી લાગણી પેદા થઈ ગઈ હતી કે હવે તો આઝાદ થઈને રહેવું છે. આજે હું જોઈ રહ્યો છું કે દેશમાં તે ભાવના પેદા થઈ રહી છે. દરેક શેરી અને મહોલ્લામાં દરેક બાળકનાં મોંમાંથી નીકળ્યું છે કે 25 વર્ષમાં આપણે વિકસિત ભારત બનાવીને રહીશું. તેથી, આ 25 વર્ષ મારા દેશની યુવા શક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ કાળખંડ છે. અને આપણામાંથી એવું કોઈ નહીં હોય જે ઈચ્છતું ન હોય કે 25 વર્ષમાં દેશ વિકસિત ભારત ન બને. દરેકનું સ્વપ્ન છે, કેટલાક લોકોએ સ્વપ્નને સંકલ્પ બનાવી દીધું છે, કેટલાક લોકોને કદાચ સંકલ્પ લેવામાં મોડું થઈ જાય, પરંતુ બધાએ જોડાવું પડશે અને જેઓ જોડાઈ શકતા નથી અને જીવિત હશે તો તેઓ ચોક્કસપણે ફળ ખાશે, આ મારો વિશ્વાસ છે.
આદરણીય અધ્યક્ષજી,
આ 5 વર્ષ યુવાનો માટે ખૂબ જ ઐતિહાસિક કાયદાનાં પણ બન્યાં છે. વ્યવસ્થામાં પારદર્શિતા લાવીને યુવાનોને નવી તકો આપવામાં આવી છે. પેપર લીક જેવી સમસ્યાઓ જે આપણા યુવાનોને ચિંતિત કરતી હતી. અમે તેને ખૂબ જ કડક બનાવ્યું છે જેથી તેમનાં મનમાં જે સવાલ કે નિશાન છે અને તેમને વ્યવસ્થા પ્રત્યે જે તેમનો ગુસ્સો હતો તેને એડ્રેસ કરવાનો પણ તમામ માનનીય સાંસદોએ દેશના યુવાનોનાં મનની લાગણીઓને સમજીને ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
આદરણીય અધ્યક્ષજી,
એ વાત સાચી છે કે સંશોધન વિના કોઈપણ માનવ જાતિ પ્રગતિ કરી શકતી નથી. તેને સતત પરિવર્તન માટે સંશોધન જરૂરી હોય છે. અને માનવજાતનો લાખો વર્ષનો ઈતિહાસ એ વાતનો સાક્ષી છે કે દરેક સમયગાળામાં સંશોધનો થતાં રહ્યાં છે, જીવન વધતું રહ્યું છે, જીવન વિસ્તરતું રહ્યું છે. આ ગૃહે એક ઔપચારિક કાયદાકીય વ્યવસ્થા બનાવીને સંશોધનને પ્રોત્સાહિત કરવાનું એક મહાન કાર્ય કર્યું છે. નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન, આ કાયદો સામાન્ય રીતે રોજબરોજની રાજનીતિની ચર્ચાનો વિષય નથી બની શકતો, પરંતુ તેનાં પરિણામો ઘણા દૂરગામી રહેવાના છે અને આવું મહત્વપૂર્ણ કામ આ 17મી લોકસભાએ કર્યું છે. મને દેશની યુવા શક્તિમાં પૂરો વિશ્વાસ છે… આ વ્યવસ્થાનાં કારણે આપણો દેશ વિશ્વનું રિસર્ચ હબ બની શકે છે. આપણા દેશના યુવાનોની પ્રતિભા એવી છે, આજે પણ દુનિયામાં એવી ઘણી કંપનીઓ છે જેનું ઈનોવેશન વર્ક આજે પણ ભારતમાં થઈ રહ્યું છે. પરંતુ આ બહુ મોટું હબ બનશે, આ મારો પૂરો વિશ્વાસ છે.
આદરણીય અધ્યક્ષજી,
21મી સદીમાં આપણી મૂળભૂત જરૂરિયાતો સંપૂર્ણપણે બદલાઈ રહી છે. જેનું ગઈકાલ સુધી કોઈ મૂલ્ય નહોતું, કોઈ ધ્યાન નહોતું, તે આવનારા સમયમાં ખૂબ જ અમૂલ્ય બની ચૂક્યું છે જેમ કે ડેટા… ડેટાની શક્તિ શું છે તેની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. અમે ડેટા પ્રોટેક્શન બિલ લાવીને સમગ્ર ભાવિ પેઢીને સુરક્ષિત કરી દીધી છે. અમે સમગ્ર ભાવિ પેઢીને એક નવું શસ્ત્ર તેના હાથમાં આપ્યું છે જેના આધારે તેઓ પોતાનું ભવિષ્ય ઘડવામાં તેનો યોગ્ય ઉપયોગ પણ કરશે. અને ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ, આપણી 21મી સદીની પેઢી અને વિશ્વના લોકોને પણ ભારતના આ કાયદામાં રસ છે. વિશ્વના દેશો તેનો અભ્યાસ કરે છે. પોત-પોતાની નવી વ્યવસ્થાને અનુકૂળ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને ડેટાનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ તેની પણ તેમાં માર્ગદર્શિકા છે. એટલે કે, એક રીતે, સંરક્ષણની સંપૂર્ણ વ્યવસ્થા કરતી વખતે તેનું સામર્થ્ય કેવી રીતે આવે, ડેટા જેને લોકો સોનાની ખાણ કહે છે, નવું ઓઇલ કહે છે. મને લાગે છે કે ભારતને તે સામર્થ્ય પ્રાપ્ત છે અને ભારત આ શક્તિમાં એટલા માટે વિશેષ છે કારણ કે તે વિવિધતાથી ભરેલો દેશ છે. અમારી પાસે જે પ્રકારની માહિતી છે અને આપણી સાથે જોડાયેલો જે ડેટા જનરેટ થાય છે, ફક્ત આપણા રેલવે મુસાફરોનો ડેટા કોઇ જોઈ લે, તે વિશ્વ માટે એક બહુ મોટી શોધનો વિષય બની શકે છે. અમે તેની તાકાતને ઓળખી છે અને તેને આ કાયદાકીય વ્યવસ્થા આપી છે.
આદરણીય અધ્યક્ષજી,
જળ થલ નભ આ ક્ષેત્રોની સદીઓથી ચર્ચા ચાલી છે. પરંતુ હવે દરિયાઈ શક્તિ, અવકાશ શક્તિ અને સાયબર પાવર જેવી ત્રિવિધ શક્તિઓનો સામનો કરવાની જરૂરિયાત ઊભી થઈ છે અને વિશ્વ જે પ્રકારનાં સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. અને વિશ્વ જે પ્રકારનો વૈચારિક પ્રભાવ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે આપણે આ ક્ષેત્રોમાં સકારાત્મક સામર્થ્ય પણ ઊભું કરવું પડશે અને નકારાત્મક શક્તિઓથી પોતાની જાતને દરેક પડકારોથી પડકાર લેવા માટેનું સામર્થ્ય પણ બનાવવાનું છે. અને તેના માટે અવકાશને લગતા સુધારાઓ ખૂબ જ જરૂરી હતા અને ખૂબ જ દૂરગામી દ્રષ્ટિની સાથે સ્પેસના રિફોર્મનું કામ આપણે ત્યાં થયું છે.
આદરણીય અધ્યક્ષજી,
દેશમાં જે આર્થિક સુધારા કરવામાં આવ્યા છે તેમાં 17મી લોકસભાના તમામ માનનીય સાંસદોની બહુ મોટી ભૂમિકા રહી છે. વીતેલાં વર્ષોમાં, હજારો અનુપાલનોએ બિનજરૂરી રીતે આપણે જનતા જનાર્દનને આવી બાબતોમાં ઉલઝાવી રાખ્યા. આ ગવર્નન્સની એવી વિકૃત વ્યવસ્થાઓ વિકસિત થઈ ગઈ એમાંથી મુક્તિ અપાવવાનું બહુ મોટું કામ આપણે ત્યાં થયું છે અને એ માટે પણ હું આ ગૃહનો આભારી છું. એટલે કે સામાન્ય વ્યક્તિ તો આ પ્રકારના અનુપાલનના બોજમાં દબાઈ જાય છે. અને મેં તો એક વાર લાલ કિલ્લા પરથી પણ કહ્યું હતું. જ્યારે આપણે મિનિમમ ગવર્મેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ કહીએ છીએ. હું પૂરાં દિલથી માનું છું કે સરકાર જેટલી જલ્દી લોકોનાં જીવનમાંથી નીકળી જાય એટલું જ લોકતંત્રનું સામર્થ્ય વધશે. સરકાર રોજિંદાં જીવનમાં ડગલે ને પગલે ટાંગ કેમ અડાવી રહી છે? હા, જે અભાવમાં છે એમના માટે સરકાર દરેક ક્ષણે હાજર રહેશે. પરંતુ જો સરકારનો પ્રભાવ કોઈનાં જીવનને જ રૂકાવટ બનાવી દે એવું લોકતંત્ર ન હોઈ શકે. અને તેથી અમારો ઉદ્દેશ્ય એ છે કે સામાન્ય માણસનાં જીવનમાંથી સરકાર જેટલી હટી જાય, ઓછામાં ઓછો સંબંધ તેનાં જીવનમાં સરકારનો રહે એવું સમૃદ્ધ લોકતંત્ર આપણે વિશ્વની સામે આગળ વધારીવું જોઈએ. એ સપનું પૂરું કરીશું.
આદરણીય અધ્યક્ષજી,
કંપનીઝ એક્ટ, લિમિટેડ લાયેબિલિટી પાર્ટનરશિપ એક્ટ, સાઠથી વધુ બિનજરૂરી કાયદાઓ અમે દૂર કર્યા છે. ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ એના માટે આ મોટી જરૂરિયાત હતી કારણ કે હવે જો દેશે આગળ વધવું હોય તો અનેક અવરોધોમાંથી બહાર આવવું પડશે. આપણા ઘણા કાયદા તો એવા હતા કે નાનાં નાનાં કારણોસર જેલમાં મૂકી દો બસ. એટલે સુધી કે ફેક્ટરી છે અને જો તેનું શૌચાલય છ મહિનામાં એક વાર પણ વ્હાઇટ પોસ્ટ ન કર્યું હોય તો તેના માટે જેલ હતી. ભલે તે ગમે તેટલી મોટી કંપનીનો માલિક કેમ ન હોય. હવે આ જે એક પ્રકારની જે પોતાની જાતને મોટા લેફ્ટ લિબરલ કહે છે, એ લોકોની આઇડિયોલોજી અને દેશમાં તે કુમાર શાહીનો જમાનો, એ બધામાંથી મુક્તિ અપાવવાનો આપણને ભરોસો હોવો જોઈએ ભાઇ. તે કરશે લોકોનાં ઘરોમાં પર્દાપોશી. પેલા સોસાયટી ફ્લેટવાળા લોકો પોતાની લિફ્ટ નીચે ઉપર કરે જ છે જી. તેઓ બધું જ કરી લે છે. એટલે આ તો સમાજ પર નાગરિક પર ભરોસો રાખવાનું કામ, ખૂબ જ ઝડપથી વધારવાનું કામ સત્તરમી લોકસભાએ કર્યું છે. તેનાથી પણ આગળ ચાલો- જન વિશ્વાસ અધિનિયમ. હું સમજું છું 180થી વધુ જોગવાઈઓને અપરાધમુક્ત કરવાનું કામ કર્યું છે. મેં જે કહ્યું તે નાની નાની બાબતો માટે જેલમાં ધકેલી દેવા. તેને અપરાધમુક્ત કરીને અમે નાગરિકોને તાકાત આપી છે. તે આ ગૃહએ જ કર્યું છે, આ જ માનનીય સાંસદોએ કર્યું છે. કોર્ટના ચક્કરમાંથી જીવન બચાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય, કોર્ટની બહાર વિવાદોથી મુક્તિ, તે દિશામાં મહત્વપૂર્ણ કાર્ય, મધ્યસ્થતાનો કાયદો, તે દિશામાં પણ આ માનનીય સાંસદોએ ખૂબ મોટી ભૂમિકા ભજવી છે. જેઓ હંમેશા હાંસિયામાં હતા, કિનારે હતા, જેમને કોઈ પૂછતું ન હતું. સરકાર હોવાનો તેમને અહેસાસ થયો છે. હા, સરકાર મહત્વપૂર્ણ છે, જ્યારે કોવિડમાં મફત ઈન્જેક્શન મળતા હતા ને, તેને ભરોસો રહેતો હતો ચાલો જીવ બચી ગયો. તેમને અહેસાસ થયો કે સરકાર છે અને સામાન્ય માનવીનાં જીવનમાં આ જ તો ખૂબ મહત્વપૂર્ણ છે. હવે શું થશે, એ લાચારીની લાગણી, આ સ્થિતિ ઊભી ન થવી જોઈએ.
ટ્રાન્સજેન્ડર સમુદાય અપમાનિત અનુભવતો હતો. અને જ્યારે તેનું વારંવાર અપમાન થતું, ત્યારે તેનામાં પણ વિકૃતિની શક્યતાઓ વધતી રહેતી હતી... અને આવા વિષયોથી આપણે લોકો દૂર ભાગતા હતા. 17મી લોકસભાના તમામ માનનીય સાંસદોએ ટ્રાન્સજેન્ડરો પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરી અને તેમનાં જીવનમાં પણ વધુ સારી જિંદગી બને. અને આજે, ભારતે ટ્રાન્સજેન્ડરો માટે કરેલાં કામ અને લીધેલા નિર્ણયોની વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. દુનિયાને મોટી, દુનિયાને મોટી, જ્યારે આપણે કહીએ છીએ ને આપણે ત્યાં... ઈવન આપણી માતાઓ અને બહેનો માટે પ્રેગ્નન્સી દરમિયાન 26 અઠવાડિયાની ડિલિવરી વખતની રજા... વિશ્વના સમૃદ્ધ દેશો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે, એમ! એટલે કે આ પ્રગતિશીલ નિર્ણયો અહીં જ થયા છે, આ 17મી લોકસભામાં લેવામાં આવ્યા છે. આપણે ટ્રાન્સજેન્ડર્સને એક ઓળખ આપી છે. અત્યાર સુધીમાં લગભગ 16-17 હજાર ટ્રાન્સજેન્ડરોને ઓળખ કાર્ડ આપવામાં આવ્યા છે, જેથી તેમનાં જીવનને, અને મેં જોયું છે કે હવે તેઓ મુદ્રા યોજનામાંથી પૈસા લઈને નાનો-મોટો બિઝનેસ કરવા લાગ્યા છે અને કમાણી કરવા લાગ્યા છે. અમે ટ્રાન્સજેન્ડર્સને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે પદ્મ એવોર્ડ આપ્યો છે. જ્યાં સુધી તેઓને સરકારને લગતી વિવિધ યોજનાઓનો લાભ મળતો રહેશે, તેઓને મળવાનો શરૂ થઈ ગયો છે અને તેઓ સન્માનપૂર્વક જીવન જીવવા લાગ્યા છે.
આદરણીય અધ્યક્ષજી,
આપણો સમય ખૂબ જ મુશ્કેલ સમયમાં પસાર થયો કારણ કે દોઢથી બે વર્ષ સુધી કોવિડે આપણા પર ઘણું દબાણ કર્યું હતું, પરંતુ તેમ છતાં પણ, 17મી લોકસભા દેશ માટે ખૂબ જ ઉપકારક રહી છે અને તેણે ઘણું સારું કામ કર્યું છે. પરંતુ આ સમયે આપણે ઘણા મિત્રો પણ ગુમાવ્યા છે. શક્ય છે કે જો તેઓ આજે આપણી વચ્ચે હોત તો આ વિદાય સમારંભમાં હાજર રહ્યા હોત. પરંતુ વચ્ચે જ કોવિડને કારણે આપણે ખૂબ જ આશાસ્પદ સાથીદારો ગુમાવવા પડ્યા. તેનું દુ:ખ કાયમ આપણને રહેશે.
આદરણીય અધ્યક્ષજી,
17મી લોકસભાનું આ છેલ્લું સત્ર અને છેલ્લો કલાક જ ગણી લો. લોકશાહી અને ભારતની યાત્રા અનંત છે. ઘણા બધા, આ દેશ એક હેતુ માટે અસ્તિત્વમાં છે, તેનું કોઇ લક્ષ્ય છે, તે સમગ્ર માનવ જાતિ માટે છે. આવું જ અરવિંદે જોયું હશે, ભલે સ્વામી વિવેકાનંદજીએ જોયું હશે. પરંતુ આજે એ શબ્દોમાં, એ વિઝનમાં સામર્થ્ય હતું તે આપણે આપણી આંખો સમક્ષ જોઈ શકીએ છીએ. વિશ્વ જે રીતે ભારતની મહાનતાને સ્વીકારી રહ્યું છે, તેણે ભારતની શક્તિને સ્વીકારવાનું શરૂ કર્યું છે, અને આપણે તેને, આ યાત્રાને વધુ તાકાત સાથે આગળ વધારવાની છે.
આદરણીય અધ્યક્ષજી,
ચૂંટણી બહુ દૂર નથી. કેટલાક લોકોને થોડો ગભરાટ રહેતો હશે, પરંતુ આ લોકશાહીનું સહજ, જરૂરી પાસું છે. આપણે સૌ તેને ગર્વ સાથે સ્વીકારીએ છીએ. અને હું માનું છું કે આપણી ચૂંટણીઓ પણ એવી હશે જે દેશની શાન વધારતા, આપણી લોકશાહીની જે પરંપરા છે, સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કરનારી અવશ્ય રહેશે, આ મારો દ્રઢ વિશ્વાસ છે.
આદરણીય અધ્યક્ષજી,
હું તમામ માનનીય સાંસદો તરફથી જે સહયોગ મળ્યો છે, અમે જે નિર્ણયો લઈ શક્યા છીએ અને કેટલીકવાર હુમલાઓ પણ એટલા મજેદાર થયા છે કે અમારી અંદરની શક્તિ પણ ખીલીને નીકળી છે. અને મને તો પરમાત્માની કૃપા રહી છે કે જ્યારે કોઈ પડકાર આવે છે, તો જરા વધુ મજા આવે છે. અમે દરેક પડકારનો સામનો કરી શક્યા છીએ, અમે ખૂબ જ આત્મવિશ્વાસ અને વિશ્વાસ સાથે આગળ વધ્યા છીએ. રામ મંદિરને લઈને આજે આ ગૃહ દ્વારા પસાર કરવામાં આવેલ ઠરાવ દેશની ભાવિ પેઢીઓને આ દેશનાં મૂલ્યો પર ગર્વ કરવાની બંધારણીય શક્તિ આપશે. એ વાત સાચી છે કે આવી બાબતોમાં એ સામર્થ્ય દરેકમાં હોતું નથી, કોઇ હિંમત બતાવે છે, કેટલાંક લોકો મેદાન છોડી ભાગી જાય છે. પરંતુ તેમ છતાં ભવિષ્યના રેકોર્ડ જોશો તો આજે જે પ્રવચનો થયાં છે, જે વાતો મૂકવામાં આવી છે છે તેમાં સંવેદના પણ છે, સંકલ્પ પણ છે, સહાનુભૂતિ પણ છે અને સબકા સાથ, સબકા વિકાસના મંત્રને આગળ વધારવાનું તત્વ પણ તેમાં છે. આ દેશ, ખરાબ દિવસો ભલે ગમે તેટલા કેમ ન ગયા હોય, આપણે ભાવિ પેઢીઓ માટે કંઈક ને કંઈક સારું કરતા રહીશું. આ ગૃહ આપણને તે પ્રેરણા આપતું રહેશે અને સામૂહિક સંકલ્પ અને સામૂહિક શક્તિ સાથે, ઉત્તમથી ઉત્તમ પરિણામો, આપણે ભારતની યુવા પેઢીની આશાઓ અને આકાંક્ષાઓ અનુસાર પ્રાપ્ત કરવાનું ચાલુ રાખીશું.
આ જ વિશ્વાસ સાથે, હું ફરી એકવાર તમારો આભાર વ્યક્ત કરું છું, તમામ માનનીય સાંસદોનો આભાર વ્યક્ત કરું છું.
ખૂબ ખૂબ આભાર!
AP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2004933)
Visitor Counter : 192