પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરાઈ
प्रविष्टि तिथि:
06 FEB 2024 5:43PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલી દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખ એક્સ-ગ્રેશિયાની અને ઘાયલોને રૂ. 50,000ની જાહેરાત કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યું:
"મધ્ય પ્રદેશના હરદામાં ક્રેકર ફેક્ટરીમાં દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિથી દુઃખી. તેમના પ્રિયજનોને ગુમાવનારા તમામ લોકો પ્રત્યે સંવેદના. ઘાયલ થયેલા લોકો વહેલામાં વહેલી તકે સ્વસ્થ થઈ જાય. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને મદદ કરી રહ્યું છે.
PMNRF તરફથી રૂ. 2 લાખ દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે અને ઘાયલોને રૂ. 50,000 અપાશે”
AP/JD
(रिलीज़ आईडी: 2003226)
आगंतुक पटल : 140
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam