નાણા મંત્રાલય
'નારી શક્તિ' કેન્દ્રસ્થાને છે; કેન્દ્રીય નાણામંત્રીએ સર્વાઇકલ કેન્સરને રોકવા માટે રસીકરણની જાહેરાત કરી
સરકાર માતૃત્વ અને બાળસંભાળ માટે વિવિધ યોજનાઓનો સમન્વય લાવશે
ડિજિટલ ઇન્ડિયા પહેલને વધુ મજબૂત બનાવવા માટે નવું ડિઝાઇન કરેલું યુ-વિન પ્લેટફોર્મ
Posted On:
01 FEB 2024 12:44PM by PIB Ahmedabad
વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય રાખ્યું હતું અને નારી શક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરીને અને ગતિ પ્રદાન કરીને કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને આજે સર્વાઇકલ કેન્સરને રોકવા માટે રસીકરણ અને માતૃત્વ અને બાળ સંભાળ માટેની વિવિધ યોજનાઓના જોડાણનો પ્રસ્તાવ મૂક્યો હતો, કારણ કે તેમણે આજે સંસદમાં વચગાળાનું બજેટ 2024-25 રજૂ કર્યું હતું.
સર્વાઇકલ કેન્સરની રોકથામ માટે 9 થી 14 વર્ષની વય જૂથની છોકરીઓ માટે રસીકરણ કાર્યક્રમ રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર આ રસીકરણને પાત્ર કેટેગરીમાં પ્રોત્સાહિત કરશે.
માતૃત્વ અને બાળ સારસંભાળ માટે વિવિધ કાર્યક્રમોમાં સમન્વય સ્થાપિત કરવા માટે કેન્દ્રીય નાણાં મંત્રીએ દરખાસ્ત મૂકી હતી કે, એક વ્યાપક કાર્યક્રમનું નિર્માણ કરવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, 'સાક્ષમ આંગણવાડી અને પોષણ 2.0' હેઠળ અપગ્રેડ થનાર આંગણવાડી કેન્દ્રોને ઝડપી બનાવવામાં આવશે. તેમણે વ્યક્ત કર્યું હતું કે, આનાથી પોષણની ડિલિવરી, પ્રારંભિક બાળપણની સંભાળ અને વિકાસમાં સુધારો થશે.
સરકારની ડિજિટલ ઇન્ડિયા પહેલને આગળ વધારવા શ્રીમતી નિર્મલા સીતારામને દરખાસ્ત મૂકી હતી કે, નવા ડિઝાઇન કરેલા યુ-વિન પ્લેટફોર્મને સમગ્ર દેશમાં ઝડપથી શરૂ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, આ પ્લેટફોર્મનો ઉપયોગ રસીકરણનું વ્યવસ્થાપન કરવા અને મિશન ઇન્દ્રધનુષ હેઠળનાં પ્રયાસોને આગળ વધારવા માટે થશે.
CB/GP/JD
(Release ID: 2001499)
Visitor Counter : 195