નાણા મંત્રાલય

અમૃત પેઢી - યુવાને સશક્ત બનાવવા માટે સરકાર કટિબદ્ધ: કેન્દ્રીય નાણામંત્રી


રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પરિવર્તનકારી સુધારાઓની શરૂઆત કરશે – શ્રીમતી નિર્મલા સીતારામન

પ્રધાનમંત્રી શ્રી શાળાઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરે છે અને સમગ્રતયા અને સુગ્રથિત વ્યક્તિઓનું જતન કરે છે – શ્રીમતી નિર્મલા સીતારામન

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 18 વેપાર સાથે સંકળાયેલા કારીગરો અને શિલ્પકારોને એન્ડ-ટુ-એન્ડ સાથસહકાર પ્રદાન કરે છે – શ્રીમતી નિર્મલા સીતારામન

Posted On: 01 FEB 2024 12:39PM by PIB Ahmedabad

કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને આજે સંસદમાં 2024-25નું વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે, સરકાર યુવા અમૃત પેઢીને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણી સમૃદ્ધિ યુવાનોને પર્યાપ્ત રીતે સજ્જ કરવા અને સશક્ત બનાવવા પર આધારિત છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પરિવર્તનશીલ સુધારાઓની શરૂઆત કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, રાઇઝિંગ ઇન્ડિયા માટે પીએમ સ્કૂલ્સ (પીએમ શ્રી) ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરે છે અને સંપૂર્ણ અને સુચારુ વ્યક્તિઓનું પોષણ કરે છે.

શ્રીમતી સીતારામને સ્કિલ ઇન્ડિયા મિશનની સફળતા પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે મિશન હેઠળ 1.4 કરોડ યુવાનોને તાલીમ આપવામાં આવી છે, 54 લાખ યુવાનોને કૌશલ્યવર્ધક અને પુનઃકુશળ બનાવવામાં આવ્યા છે તથા 3000 નવી આઇટીઆઇની સ્થાપના કરવામાં આવી છે. તેમણે એવી માહિતી પણ આપી હતી કે, તાજેતરમાં શરૂ થયેલી પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 18 વેપાર સાથે સંકળાયેલા કારીગરો અને શિલ્પકારોને એન્ડ-ટુ-એન્ડ સાથસહકાર પ્રદાન કરે છે.

નાણાં મંત્રીએ માહિતી આપી હતી કે, દેશમાં મોટી સંખ્યામાં ઉચ્ચ શિક્ષણની નવી સંસ્થાઓ એટલે કે 7 આઇઆઇટી, 16 આઇઆઇઆઇટી, 7 આઇઆઇએમ, 15 એઇમ્સ અને 390 યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી છે.

CB/GP/JD



(Release ID: 2001434) Visitor Counter : 94