નાણા મંત્રાલય

કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું, સરકારે વધુ વ્યાપક 'જીડીપી' - શાસન, વિકાસ અને જનકેન્દ્રિત સર્વસમાવેશક વિકાસ માટે પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કર્યું


અર્થવ્યવસ્થા સારી કામગીરી બજાવી રહી છે તેમજ તમામ ક્ષેત્રોમાં સર્વાંગી વિકાસની અસર જોઈ શકાય છે: શ્રીમતી સીતારામન

સરકારે 'સિટીઝન-ફર્સ્ટ' અને 'લઘુતમ સરકાર, મહત્તમ શાસન' અભિગમ સાથે પારદર્શક, જવાબદાર, લોકો-કેન્દ્રિત અને તાત્કાલિક ટ્રસ્ટ-આધારિત વહીવટ પૂરો પાડ્યો છેઃ નાણાં મંત્રી

Posted On: 01 FEB 2024 12:35PM by PIB Ahmedabad

"કુલ ઘરેલુ ઉત્પાદનની દ્રષ્ટિએ ઊંચી વૃદ્ધિ પ્રદાન કરવા ઉપરાંત, સરકાર વધુ વ્યાપકતા પર પણ એટલું જ ધ્યાન કેન્દ્રિત કરે છે 'GDP', એટલે કે, 'શાસન, વિકાસ અને કામગીરી '
કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં વચગાળાનું કેન્દ્રીય બજેટ 2024 રજૂ કરતી વખતે આ વાત કરી હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001S6Y0.jpg

 

કેન્દ્રીય નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે 'નાગરિક-પ્રથમ' અને 'લઘુતમ સરકાર, મહત્તમ શાસન' અભિગમ સાથે પારદર્શક, જવાબદાર, લોકો-કેન્દ્રિત અને તાત્કાલિક વિશ્વાસ-આધારિત વહીવટ પ્રદાન કર્યો છે.

શ્રીમતી સીતારામને જણાવ્યું હતું કે, અર્થતંત્ર સારી કામગીરી બજાવી રહ્યું છે, કારણ કે રોકાણ મજબૂત છે અને બાહ્ય ક્ષેત્ર સહિત વિસ્તૃત આર્થિક સ્થિરતાની સાથે-સાથે તમામ ક્ષેત્રોમાં સર્વાંગી વિકાસની અસર પણ જોઈ શકાય છે.

કેન્દ્રીય નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, લોકો તેમની આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે સશક્ત, સજ્જ અને સક્ષમ બની રહ્યાં છે, જે લોકો ભવિષ્ય માટે વધારે આકાંક્ષાઓ સાથે વધારે સારી રીતે જીવી રહ્યાં છે અને વધારે સારી કમાણી કરી રહ્યાં છે, ત્યારે આ બાબત જોઈ શકાય છે. લોકોની સરેરાશ વાસ્તવિક આવકમાં 50 ટકાનો વધારો થયો છે. ફુગાવો મધ્યમ છે; અને કાર્યક્રમો અને મોટા પ્રકલ્પોની અસરકારક અને સમયસર ડિલિવરી થાય છે.

 

આર્થિક વ્યવસ્થાપન

 

શ્રીમતી સીતારામને જણાવ્યું હતું કે, છેલ્લાં 10 વર્ષમાં બહુપાંખીય આર્થિક વ્યવસ્થાપને લોકો-કેન્દ્રિત સર્વસમાવેશક વિકાસને પૂરક બનાવ્યો છે તથા તેનાં કેટલાંક મુખ્ય તત્ત્વો તરીકે નીચેની બાબતોને જવાબદાર ગણાવી છેઃ

  1. ભૌતિક, ડિજિટલ કે સામાજિક તમામ પ્રકારનાં માળખાગત સુવિધાઓનું નિર્માણ વિક્રમજનક સમયમાં થઈ રહ્યું છે.
  2. દેશના તમામ ભાગો આર્થિક વિકાસમાં સક્રિય સહભાગી બની રહ્યા છે.
  3. ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, 21મી સદીમાં એક નવું 'ઉત્પાદન પરિબળ', અર્થતંત્રના ઔપચારિકકરણમાં નિમિત્ત છે.
  4. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સે ‘એક રાષ્ટ્ર, એક બજાર, એક કર’ સક્ષમ કર્યું છે. કર સુધારાને કારણે કર આધારને વધુ ઊંડો અને વિસ્તરિત કરવામાં આવ્યો છે.
  5. નાણાકીય ક્ષેત્રની મજબૂતીથી બચત, ધિરાણ અને રોકાણને વધારે કાર્યક્ષમ બનાવવામાં મદદ મળી છે.
  6. ગિફ્ટ-આઇએફએસસી અને યુનિફાઇડ રેગ્યુલેટરી ઓથોરિટી, આઇએફએસસીએ (ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી) અર્થતંત્ર માટે વૈશ્વિક મૂડી અને નાણાકીય સેવાઓ માટે મજબૂત પ્રવેશદ્વારનું નિર્માણ કરી રહ્યાં છે.
  7. સક્રિય ફુગાવાના સંચાલને ફુગાવાને પોલિસી બેન્ડમાં રાખવામાં મદદ કરી છે.

CB/GP/JD



(Release ID: 2001426) Visitor Counter : 112