નાણા મંત્રાલય

કેન્દ્રીય નાણામંત્રીએ વધુ મેડિકલ કોલેજો સ્થાપવાની જાહેરાત કરી


નવી મેડિકલ કોલેજો વિવિધ વિભાગો હેઠળ હાલની હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરશે

હોસ્પિટલના હાલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તપાસ કરવા અને મેડિકલ કોલેજોની ભલામણ કરવા માટે સમિતિની રચના કરવામાં આવશે

આશા વર્કરો, આંગણવાડી કાર્યકરો અને મદદનીશો માટે આરોગ્ય સેવા કવચ

Posted On: 01 FEB 2024 12:44PM by PIB Ahmedabad

યુવા શક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરીને અને 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધવાની સાથે, કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં વચગાળાનું બજેટ 2024-25 રજૂ કરતાં વધુ મેડિકલ કોલેજોની સ્થાપના કરવાની દરખાસ્ત રજૂ કરી હતી.

નવી મેડિકલ કોલેજોની સ્થાપના વિવિધ વિભાગો હેઠળ હાલના હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને કરવામાં આવશે. કેન્દ્રીય નાણાં પ્રધાને જણાવ્યું હતું કે, આ હેતુ માટે મુદ્દાઓની તપાસ કરવા અને સંબંધિત ભલામણો કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. તેમણે વ્યક્ત કર્યું હતું કે, આ પહેલથી યુવાનોને ફક્ત ડોકટરો બનવાની તક જ નહીં મળે, પરંતુ લોકો માટે આરોગ્યસંભાળ સેવાઓમાં પણ સુધારો થશે.

શ્રીમતી નિર્મલા સીતારામને આશા કાર્યકર્તાઓ, આંગણવાડી કાર્યકર્તાઓ અને સહાયકોને પણ આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

CB/JD



(Release ID: 2001201) Visitor Counter : 73