સંસદીય બાબતોનું મંત્રાલય
સંસદીય બાબતોના મંત્રી 30 જાન્યુઆરીએ સંસદમાં રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક કરશે
સંસદનું સત્ર 31 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી 2024 સુધી ચાલશે
Posted On:
29 JAN 2024 2:53PM by PIB Ahmedabad
સંસદીય કાર્ય મંત્રી શ્રી પ્રહલાદ જોશી સંસદના સત્રની શરૂઆત પહેલા સંસદના બંને ગૃહોમાં રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક કરશે. આ સર્વપક્ષીય બેઠક આવતીકાલે એટલે કે 30 જાન્યુઆરી, 2024ના રોજ સવારે 11:30 વાગ્યે સંસદ લાયબ્રેરી બિલ્ડીંગ, નવી દિલ્હીમાં યોજાશે.
સંસદનું સત્ર 31 જાન્યુઆરી, 2024ના રોજ રાષ્ટ્રપતિના સંબોધન સાથે શરૂ થશે અને સરકારી કામકાજની આવશ્યકતાઓને આધીન, 9 ફેબ્રુઆરી, 2024ના રોજ સમાપ્ત થઈ શકે છે. કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2024 ના રોજ વચગાળાનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે.
CB/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2000344)
Visitor Counter : 172