પ્રધાનમંત્રીનું કાર્યાલય

નવી દિલ્હીમાં પોંગલ ઉજવણી દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 14 JAN 2024 12:36PM by PIB Ahmedabad

વનક્કમ, પોંગલના તહેવારની આપ સૌને શુભેચ્છાઓ! ઈનિયા પોંગલ નલવાલ્થુક્કલ!

પોંગલના પવિત્ર દિવસે તમિલનાડુના દરેક ઘરમાંથી પોંગલ પ્રવાહ વહે છે. હું ઈચ્છું છું કે એવી જ રીતે તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંતોષનો પ્રવાહ વહેતો રહે. ગઈકાલે જ દેશમાં લોહરીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાયો. કેટલાક લોકો આજે મકરસંક્રાંતિ-ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે, તો કેટલાક લોકો કાલે ઉજવશે. માઘ બિહુ પણ આની આસપાસ છે. હું આ તમામ તહેવારો પર તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું અને તેમને શુભેચ્છા પાઠવું છું.

મિત્રો,

અહીં મને મારા ઘણા પરિચિત ચહેરા દેખાય છે. ગયા વર્ષે પણ અમે બધા અહીં તમિલ પુથન્ડુના પ્રસંગે મળ્યા હતા. મને આ અદ્ભુત ઇવેન્ટનો ભાગ બનવાની તક આપવા બદલ હું મુરુગન જીનો આભાર માનું છું. એવું લાગે છે કે હું મારા પરિવાર અને મિત્રો સાથે તહેવારની ઉજવણી કરી રહ્યો છું.

મિત્રો,

સંત તિરુવલ્લુવરે કહ્યું છે - તલ્લા વિલૈયુલુમ તક્કારુમ તાલવિલા ચેવવરમ સર્વદુ નાડુ એટલે કે સારા પાક, શિક્ષિત લોકો અને પ્રામાણિક વેપારી, આ ત્રણેય મળીને રાષ્ટ્રનું નિર્માણ કરે છે. તિરુવલ્લુવરજીએ રાજકારણીઓનો ઉલ્લેખ કર્યો નથી, આ આપણા બધા માટે સંદેશ છે. પોંગલ પર્વ દરમિયાન ભગવાનના ચરણોમાં તાજા પાક અર્પણ કરવાની પરંપરા છે. આ સમગ્ર ઉત્સવની પરંપરાના કેન્દ્રમાં આપણા અન્ન પ્રદાતાઓ, આપણા ખેડૂતો છે. અને કોઈપણ રીતે, ભારતનો દરેક તહેવાર કોઈને કોઈ રીતે ગામડાઓ, ખેતી અને પાક સાથે સંબંધિત હોય છે.

મને યાદ છે કે, છેલ્લી વખત અમે અમારી મિલેટ્સ અથવા શ્રી અન્ન તમિલ સંસ્કૃતિ સાથે કેવી રીતે સંકળાયેલા છે તે વિશે પણ ચર્ચા કરી હતી. મને ખુશી છે કે આ સુપરફૂડને લઈને દેશ અને દુનિયામાં એક નવી જાગૃતિ આવી છે. આપણા ઘણા યુવાનો મિલેટ્સ-શ્રી અન્ન પર નવા સ્ટાર્ટઅપ્સ શરૂ કરી રહ્યા છે અને આ સ્ટાર્ટઅપ્સ આજે ખૂબ જ લોકપ્રિય બની રહ્યા છે. આપણા દેશના ત્રણ કરોડથી વધુ નાના ખેડૂતો શ્રી અન્નના ઉત્પાદન સાથે સંકળાયેલા છે. જો આપણે શ્રી અન્નને પ્રમોટ કરીએ તો તેનો સીધો ફાયદો આ ત્રણ કરોડ ખેડૂતોને થશે.

મિત્રો,

પોંગલના અવસર પર, તમિલ મહિલાઓ તેમના ઘરની બહાર કોલમ દોરે છે. સૌ પ્રથમ, તે લોટનો ઉપયોગ કરીને જમીન પર ઘણા બિંદુઓ બનાવે છે. અને એકવાર બધા ટપકાં બની ગયા પછી દરેકનું અલગ મહત્વ હોય છે. આ તસવીર પોતે જ મનમોહક છે. પરંતુ કોલમનો વાસ્તવિક દેખાવ ત્યારે વધુ ભવ્ય બને છે જ્યારે આ તમામ બિંદુઓને જોડવામાં આવે છે અને એક મોટું આર્ટવર્ક બનાવવા માટે રંગથી ભરવામાં આવે છે.

આપણો દેશ અને તેની વિવિધતા પણ કોલમ જેવી છે. જ્યારે દેશનો દરેક ખૂણો એકબીજા સાથે ભાવનાત્મક રીતે જોડાય છે, ત્યારે આપણી શક્તિ એક અલગ રૂપ દર્શાવે છે. પોંગલનો તહેવાર પણ એવો જ એક તહેવાર છે, જે એક ભારત, મહાન ભારતની રાષ્ટ્રીય ભાવનાને પ્રતિબિંબિત કરે છે. ભૂતકાળમાં કાશી-તમિલ સંગમમ અને સૌરાષ્ટ્ર તમિલ સંગમમ જેવી ખૂબ જ મહત્વપૂર્ણ પરંપરાઓ શરૂ થઈ છે અને તેમાં પણ આ ભાવના દેખાય છે, આ ઉલ્લાસ દેખાય છે. આ તમામ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં અમારા તમિલ ભાઈ-બહેનો ઉત્સાહપૂર્વક ભાગ લે છે.

મિત્રો,

એકતાની આ લાગણી 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે સૌથી મોટી શક્તિ અને સૌથી મોટી મૂડી છે. તમને યાદ હશે કે, મેં લાલ કિલ્લા પરથી જે પંચ પ્રાણનું આહ્વાન કર્યું છે તેનું મુખ્ય તત્વ દેશની એકતાને ઉર્જા આપવાનું છે, દેશની એકતાને મજબૂત કરવાનું છે. પોંગલના આ પવિત્ર તહેવાર પર આપણે દેશની એકતાને મજબૂત કરવાના આપણા સંકલ્પને પુનરાવર્તિત કરવો પડશે.

મિત્રો,

આજે ઘણા કલાકારો, જાણીતા કલાકારો અને પ્રતિષ્ઠિત કલાકારો અહીં પરફોર્મ કરવા માટે તૈયાર છે, તમે બધા રાહ જોતા હશો, હું પણ રાહ જોઉં છું. આ તમામ કલાકારો રાજધાની દિલ્હીમાં તમિલનાડુને જીવંત કરવા જઈ રહ્યા છે. અમને થોડી ક્ષણો માટે તમિલમાં રહેવાનો મોકો મળશે, આ પણ સૌભાગ્યની વાત છે. આ તમામ કલાકારોને મારી ઘણી શુભેચ્છાઓ છે. ફરી એકવાર હું મુર્ગન જીનો આભાર માનું છું.

મુનક્કમ!

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1995979) Visitor Counter : 126