પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની સાથે સાથે મોઝામ્બિકનાં રાષ્ટ્રપતિને મળ્યાં

Posted On: 09 JAN 2024 2:03PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 9 જાન્યુઆરી, 2024નાં રોજ ગાંધીનગરમાં પ્રજાસત્તાક મોઝામ્બિકનાં રાષ્ટ્રપતિ ફિલિપ જેસિન્ટો ન્યૂસી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રી મોદીએ મોઝામ્બિકની વિકાસ પ્રાથમિકતાઓને ટેકો આપવા માટે તેમની મજબૂત પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવાનાં માર્ગો પર ફળદાયક ચર્ચાવિચારણા કરી હતી, જેમાં સંરક્ષણ, આતંકવાદ સામેની લડાઈ, ઊર્જા, સ્વાસ્થ્ય, વેપાર અને રોકાણ, કૃષિ, જળ સુરક્ષા, ખાણકામ, ક્ષમતા નિર્માણ અને દરિયાઈ સહકારનાં ક્ષેત્રો સામેલ છે. પ્રધાનમંત્રીએ સૂચન કર્યું હતું કે, બંને દેશો હવાઈ જોડાણ વધારવા કામ કરી શકે છે, જેથી વેપાર, સંસ્કૃતિ અને લોકો વચ્ચેનાં સંબંધોને વેગ મળી શકે.

રાષ્ટ્રપતિ ન્યૂસીએ જી-20માં આફ્રિકન યુનિયન (એયુ)ને સામેલ કરવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. બંને નેતાઓએ સંયુક્ત રાષ્ટ્ર સહિત બહુપક્ષીયમાં સહકાર સાથે સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રીએ જાન્યુઆરી અને નવેમ્બર, 2023માં વૉઇસ ઑફ ધ ગ્લોબલ સાઉથ સમિટમાં રાષ્ટ્રપતિ ન્યૂસીની સહભાગીદારીની પ્રશંસા કરી હતી.

રાષ્ટ્રપતિ ન્યૂસીએ વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ અને ક્ષમતા નિર્માણ કાર્યક્રમો માટે તેમજ દરિયાઈ સુરક્ષાના ક્ષેત્રમાં સાથસહકાર આપવા બદલ ભારતનો આભાર માન્યો હતો.

બંને નેતાઓ સંપર્કમાં રહેવા અને બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય રાજકીય સંપર્કોની ગતિ જાળવવા સંમત થયા હતા.

YP/JD



(Release ID: 1994580) Visitor Counter : 90