પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 11મી ડિસેમ્બરે 'વિકસીત ભારત @2047: યુવાનોનો અવાજ' લોન્ચ કરશે
આ પહેલનો ઉદ્દેશ્ય Viksit Bharat @2047 ના વિઝનમાં વિચારોનું યોગદાન આપવા માટે દેશના યુવાનોને પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે
પ્રધાનમંત્રી દેશભરમાં રાજભવન ખાતે આયોજિત વર્કશોપમાં યુનિવર્સિટીઓના કુલપતિઓ અને સંસ્થાઓના વડાઓને સંબોધન કરશે
Posted On:
10 DEC 2023 1:02PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11મી ડિસેમ્બર, 2023ના રોજ સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘વિકસીત ભારત @2047: યુવાનોનો અવાજ’ લોન્ચ કરશે. પ્રધાનમંત્રી દેશભરના રાજભવન ખાતે આયોજિત વર્કશોપમાં યુનિવર્સિટીઓના કુલપતિઓ, સંસ્થાઓના વડાઓ અને ફેકલ્ટી સભ્યોને પણ સંબોધન કરશે, જે પહેલની શરૂઆતનું પ્રતીક હશે.
પ્રધાનમંત્રીનું વિઝન દેશની રાષ્ટ્રીય યોજનાઓ, પ્રાથમિકતાઓ અને ધ્યેયોની રચનામાં દેશના યુવાનોને સક્રિયપણે સામેલ કરવાનું છે. આ વિઝનને અનુરૂપ, ‘વિકસીત ભારત @2047 : યુવાનોનો અવાજ’ પહેલ દેશના યુવાનોને Viksit Bharat @2047ના વિઝનમાં વિચારોનું યોગદાન આપવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે. Viksit Bharat @2047 માટે તેમના વિચારો અને સૂચનો શેર કરવા માટે યુવાનોને જોડવાની પ્રક્રિયા શરૂ કરવાની દિશામાં વર્કશોપ મહત્ત્વનું પગલું હશે.
Viksit Bharat@2047 એ ભારતને તેની સ્વતંત્રતાના 100મા વર્ષ, 2047 સુધીમાં એક વિકસીત રાષ્ટ્ર બનાવવાનું વિઝન છે. આ વિઝનમાં વિકાસના વિવિધ પાસાઓનો સમાવેશ થાય છે, જેમાં આર્થિક વૃદ્ધિ, સામાજિક પ્રગતિ, પર્યાવરણીય ટકાઉપણું અને સુશાસનનો સમાવેશ થાય છે.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1984679)
Visitor Counter : 343
Read this release in:
Bengali
,
Assamese
,
Bengali-TR
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Nepali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam