પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 09 DEC 2023 6:13PM by PIB Ahmedabad

નમસ્કાર!

મોદીનીગૅરેન્ટીવાળીગાડીને લઈને જે ઉત્સાહ ગામેગામ જોવા મળી રહ્યો છે તે ભારતના દરેક ખૂણે જોવા મળે છે, પછી તે ઉત્તર હોય, દક્ષિણ હોય, પૂર્વ હોય, પશ્ચિમ હોય, ખૂબ નાનાં ગામો હોય કે મોટાં ગામો હોય અને અમુક તો, મેં જોયું છે કે ગાડીનો રૂટ નથી છતાં પણ લોકો ગામવાળા રસ્તે આવીને ઊભા રહી જાય છે અને ગાડી ઊભી રખાવીને બધી જાણકારી મેળવી લે છે, એટલે આ તો ખરેખર અદ્‌ભૂત છે. અને મેં કેટલાક લાભાર્થીઓ સાથે હમણાં જે વાતચીત કરી. મને જણાવવામાં આવ્યું છે કે આ યાત્રા દરમિયાન દોઢ લાખથી વધુ લાભાર્થીઓને તેમના અનુભવો કહેવાની તક મળી, અને આ અનુભવોની નોંધ રેકોર્ડ કરવામાં આવી છે. અને છેલ્લા 10-15 દિવસમાં મેં વચ્ચે-વચ્ચે જોયું પણ છે કે ગામના લોકોની શું લાગણી છે, યોજનાઓ મળી છે તે પાક્કી પૂરી મળી છે કે નથી મળી. સમગ્ર ડિટેલ એમને ખબર, બધી ચીજ, હું તમારા વીડિયો જોઉં છું, ત્યારે મને એ જોઈને ખૂબ જ આનંદ થાય છે કે મારાં ગામના લોકો પણ તેમને જે સરકારી યોજનાઓ મળે છે તેનો કેવી રીતે સારો ઉપયોગ કરે છે.હવે જુઓ જો કોઈને કાયમી ઘર મળ્યું હોય તો તેને લાગે છે કે તેના જીવનમાં નવી શરૂઆત થઈ ગઈ છે. જો કોઈને નળથી પાણી મળે તો તેને લાગે કે અત્યાર સુધી તો આપણે પાણી માટે મુશ્કેલીમાં જીવતા હતા, આજે આપણા ઘરે પાણી આવી પહોંચ્યું છે. જો કોઈને શૌચાલય મળે તો તેને લાગે છે કે તેને ઈજ્જત ઘર મળ્યું છે અને આપણે કહેતા કે જૂના જમાનામાં મોટા મોટા ધનિક લોકોનાં ઘરે શૌચાલય ઉપલબ્ધ હતાં, હવે આપણાં ઘરોમાં શૌચાલય છે. તેથી તે સામાજિક પ્રતિષ્ઠાનો પણ વિષય બની ગયો છે.કોઈને મફત સારવાર મળી છે, કોઈને મફત રાશન મળ્યું છે, કોઈને ગેસ કનેક્શન મળ્યું છે, કોઈને વીજળીનું કનેક્શન મળ્યું છે, કોઈનું બૅન્ક ખાતું ખુલ્યું છે, કોઈને પીએમકિસાન સન્માન નિધિ મળી રહી છે, કોઈને પીએમપાક વીમાનો લાભ મળ્યો છે, તો કોઇને પીએમ સ્વનિધિ યોજના દ્વારા સહાય મળી છે, કોઇને પીએમ સ્વામિત્વ યોજના દ્વારા પ્રોપર્ટી કાર્ડ મળ્યા છે, એટલે કે જો હું યોજનાઓનાં નામ કહું તો, જ્યારે હું જોઈ રહ્યો હતો, ત્યારે વસ્તુઓ ભારતના ખૂણે-ખૂણે પહોંચી ગઈ છે.

દેશભરનાં ગામડાંઓમાં કરોડો પરિવારોને અમારી સરકારની કોઈ ને કોઈ યોજનાનો ચોક્કસ લાભ મળ્યો છે. અને જ્યારે આ લાભ મળે છે ને ત્યારે વ્યક્તિનો વિશ્વાસ વધી જાય  છે. અને જ્યારે વિશ્વાસ એક નાનો લાભ મળી ગયો ત્યારે જીવન જીવવાની એક નવી તાકાત આવી જાય છે.અને આ માટે તેમણે વારંવાર કોઈ સરકારી કચેરીના ચક્કર મારવાની જરૂર નથી પડી. ભીખ માગવાની જે મન:સ્થિતિ રહેતી હતી એ ગઈ. સરકારે લાભાર્થીઓની ઓળખ કરી અને પછી તેમને લાભ પહોંચાડવા માટે પગલાં લીધાં. એટલે આજે લોકો કહે છે કે મોદીની ગૅરંટી એટલે ગૅરંટી પૂરી થવાનીગૅરંટી.

મારા પરિવારજનો,

વિકસિત ભારત સંકલ્પ યાત્રા એવા લોકો સુધી પહોંચવાનું એક મોટું માધ્યમ બની ગઈ છે જેઓ અત્યાર સુધી સરકારી યોજનાઓ સાથે જોડાઈ શક્યા નથી. તેને શરૂ થયાને હજી એક મહિનો પણ નથી થયો. બે-ત્રણ અઠવાડિયાં જ થયાં છે પણ આ યાત્રા 40 હજારથી વધુ ગ્રામ પંચાયતો અને અનેક શહેરોમાં પહોંચી છે. આ બહુ મોટી વાત છે કે આટલા ઓછા સમયમાં સવા કરોડથી વધુ લોકો મોદીની ગૅરંટીવાળી ગાડી સુધી પહોંચી ગયા છે, તેનું સ્વાગત કર્યું છે, તેને સમજવાનો પ્રયાસ કર્યો છે, તેની સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે અને તેને સફળ બનાવવા માટે કામ કર્યું છે.લોકો આ ગૅરંટીવાળી ગાડીનો આભાર માની રહ્યા છે, સ્વાગત કરી રહ્યા છે. અને મને જણાવવામાં આવ્યું છે કે ઘણી જગ્યાએ કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ અનેક પ્રકારની પ્રવૃત્તિઓ પૂર્ણ થઈ રહી છે. એટલે કે, હું જોઉં છું કે આવા એક કાર્યક્રમને, જેની સાથે કોઈ મોટો નેતા નથી, માત્ર ભારતને આગળ લઈ જવાનું છે, આપણાં ગામને આગળ વધારવાનું  છે, આપણા પરિવારને આગળ લઈ વધારવાનો છે, સરકારી યોજનાઓનો લાભ લઈને આગળ વધવાનું છે.આવા જ એક સંકલ્પ માટે, આ ગૅરંટીવાળી ગાડી આવે તે પહેલા, ગ્રામજનો દ્વારા કરવામાં આવેલી કામગીરીની માહિતી મને મળી છે. જેમ કે, અમુક ગામોમાં એકાદ અઠવાડિયા સુધી મોટું સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું કે, ભાઈ ચાલો, મોદીની ગૅરંટીવાળી આવવાની છે,આખું ગામ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ ગયું.કેટલાંક ગામોમાં તો એવું કહેવામાં આવ્યું હતું કે તેઓ સવારે એક કલાક પ્રભાતફેરી કરે છે, ગામડે ગામડે જઈને જાગૃતિ ફેલાવે છે. કેટલીક જગ્યાએ, જ્યારે શાળાઓમાં પ્રાર્થના સભાઓ હોય છે, ત્યારે ત્યાંના જાગૃત શિક્ષકો વિકસિત ભારત શું છે અને આઝાદીનાં 100 વર્ષ થશે ત્યાં સુધી કેવી રીતે આગળ વધવું તે વિશે વાત કરે છે. જ્યારે આ બાળકો 25-30 વર્ષના થશે, 35 વર્ષના થશે ત્યારે તેમનું ભવિષ્ય શું હશે? આ બધા વિષયો પર આજકાલ શાળામાં ચર્ચા થઈ રહી છે.એટલે કે જે શિક્ષકો જાગૃત છે તેઓ પણ લોકોને શિક્ષિત કરી રહ્યા છે. અને શાળાનાં બાળકોએ ગૅરંટીવાળી ગાડીનાં સ્વાગત માટે ઘણાં ગામોમાં સુંદર રંગોળીઓ બનાવી છે, કેટલાક લોકોએ રંગીન રંગોળીઓ બનાવી નથી, તો તેઓએ ગામમાંથી ફૂલો, પાંદડા, છોડ લીધા અને તેમાં કેટલાક સૂકાં પાંદડા અને લીલાં પાંદડા ઉમેર્યાં, ખૂબ જ સારી સારી રંગોળીઓ બનાવી છે. લોકોએ સારાં સૂત્રો લખ્યાં છે અને કેટલીક શાળાઓમાં સ્લોગન લેખન સ્પર્ધાઓ યોજવામાં આવી છે.મને જણાવવામાં આવ્યું છે કે કેટલાંક ગામડાંઓમાં તો જ્યારે ગૅરંટીવાળી ગાડી આવવા પર ઘરના દરવાજા પર જે દિવસે ગાડી આવવાની હતી એના એક દિવસ પહેલા સાંજે લોકોએ ઘરની બહાર દીવા પ્રગટાવ્યા, જેથી ગૅરંટીવાળીનું એક વાતાવરણ ઊભું થાય. એટલે કે, આ જે લોકોનો ઉમંગ છે અને મેં સાંભળ્યું છે કે કેટલાક લોકો તો ગામની બહાર સુધી જાય છે, જ્યારે ગાડી આવવાની હોય છે, ત્યારે તેઓ પૂજા સામગ્રી, આરતી લઈને, ફૂલો લઈને ગામના દરવાજે એટલે કેગામની બહાર જે ઝાડ હોય છે, નાકું હોય છે અથવા ગેટ હોય છે, ત્યાં સુધી ગયા ગાડીનું સ્વાગત કરતા નારા લગાવતા લગાવતા અંદર સુધી લઈ ગયા. એટલે કે આખા ગામમાં જાણે ઉત્સવનું વાતાવરણ બનાવી દીધું.

મને એ જાણીને પણ આનંદ થયો કે આપણી પંચાયતોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને આવકારવા માટે દરેક ગામમાં સારી સ્વાગત સમિતિઓ બનાવી છે. ગામના તમામ વડીલો, સમાજના તમામ વર્ગના લોકોને સ્વાગત સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે. અને સ્વાગત સમિતિનાં લોકો તેને આવકારવા તૈયારીઓ કરી રહ્યા છે અને જવાબદારીઓ સંભાળી રહ્યા છે. મોદીની ગૅરંટીની જે ગાડી આવવાની છે ને, એની એકાદ બે દિવસ પહેલાં જ જાહેરાત થઈ રહી છે. હવે તો મેં કોશીશ કરી છે કે ભાઇ જરા એક બે દિવસ શું સૌથી પહેલા કહી દો કે ભાઈ ફલાણી તારીખે આવશે, આ તારીખે આવશે, આટલા વાગે આવશે તો ગામલોકોને આટલો ઉત્સાહ છે તો પહેલેથી જ જો ખબર પડી જાય તો વધારે તૈયારી કરશે અને જે ગામમાં ગાડી જવાની નથી, આસપાસનાં બે ચાર પાંચ કિલોમીટર નાના-નાના કસ્બા હોય છે એને પણ બોલાવી શકે છે. શાળાનાં બાળકોથી લઈને વૃદ્ધોને પણ આ યોજનામાં સામેલ કરવામાં આવી રહ્યાં છે. અને મેં જોયું કે ત્યાં સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યા છે, લોકો એટલી બધી સેલ્ફી લઈ રહ્યા છે અને ગામડાની માતાઓ અને બહેનો પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહી છે, સેલ્ફી લઈ રહી છે અને આ સેલ્ફી અપલોડ કરી રહી છે. હું જોઉં છે કે લોકો કેટલા ખુશ દેખાય છે. અને મને સંતોષ છે કે જેમ જેમ આ યાત્રા દેશના ખૂણે ખૂણે પહોંચી રહી છે તેમ તેમ લોકોનો ઉત્સાહ પણ એટલો જ વધી રહ્યો છે. ઓડિશામાં વિવિધ સ્થળોએ લોકો પરંપરાગત આદિવાસી નૃત્ય કરે છે જે આપણા આદિવાસી પરિવારોમાં પરંપરાગત છે. આવાંશાનદાર નૃત્યો થઈ રહ્યાં છે, તેમનું સ્વાગત કર્યું છે.પશ્ચિમ ખાસી હિલનાં કેટલાક લોકોએ મને તેમના ફોટા અને વીડિયો મોકલ્યા હતા.પશ્ચિમ ખાસી હિલના રામબ્રાયમાં કાર્યક્રમ દરમિયાન સ્થાનિક લોકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા અને નૃત્યનું આયોજન કર્યું હતું. આંદામાન અને લક્ષદ્વીપ, દૂર-દૂર સુધીકોઇ પૂછે નહીં એવાં સ્થળો, લોકો એટલા શાનદાર કાર્યક્રમોનું આયોજન કરે છે અને તે ખૂબ જ સુંદરતા સાથે કરવામાં આવી રહ્યા છે.કારગીલમાં પણ, જ્યાં હવે તો બરફ પડ્યો છે, ત્યાં પણ સ્વાગત કાર્યક્રમમાં કોઈ ઉણપ દેખાતી નથી. હમણાં મને કહેવામાં આવ્યું હતું કે એક કાર્યક્રમમાં હમણાં તો કીધું આસપાસમાં આટલી મોટી સંખ્યામાં લોકો છે, તે નાનું ગામ હતું, પરંતુ ચાર-સાડા ચાર હજાર લોકો ભેગાં થયાં હતાં. આવાં અસંખ્ય ઉદાહરણો દરરોજ જોવા મળી રહ્યાં છે.વીડિયો જોવા મળી રહ્યા છે, સમગ્ર સોશિયલ મીડિયા તેનાથી ભરાઈ ગયું છે. હું તો કહીશ કે આ કામોની અને જે તૈયારીઓ થઈ રહી છે તેનો મને તો કદાચ પૂરેપૂરો ખ્યાલ પણ નહીં હોય. લોકોએ ઘણી બધી વિવિધતાઓ કરી છે, તેમાં નવા રંગો અને નવો ઉત્સાહ ઉમેર્યો છે. મને તો લાગે છે કે કદાચ આનું એક મોટું લિસ્ટ બનાવવું જોઈએ, જેથી જ્યાં પણ ગૅરંટીવાળી ગાડી પહોંચવાની છે ત્યાં પણ લોકોને તૈયારી કરવામાં ઉપયોગી થાય.આ બધાં સૂચનો જે લોકોએ કર્યાં છે એના અનુભવો પણ તેમને ઉપયોગી થવા જોઈએ. તેથી જો તેની યાદી બનાવવામાં આવે અને તે પણ પહોંચે તો તે ગામડાઓમાં ઉત્સાહ વધારવામાં ઉપયોગી થશે. આનાથી તે વિસ્તારના લોકોને પણ મદદ મળશે જ્યાં આ ગૅરંટીવાળી ગાડી પહોંચવાની છે. જે કરવા માગે છે પરંતુ શું કરવું તે ખબર નથી. તેમને આઇડિયા મળી જશે.

સાથીઓ,

સરકાર સતત એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે જ્યારે મોદીની ગૅરંટીવાળી ગાડી આવે ત્યારે ગામડાના દરેક વ્યક્તિ તે ગાડી સુધી જરૂર પહોંચવી જોઈએ. એક કલાક માટે ખેતીનું કામ છોડીને જવું જોઈએ. તમામ બાળકો, વૃદ્ધો અને વડીલો સહિત દરેકને લઈ જવા જોઈએ, કારણ કે આપણે દેશને આગળ વધારવાનો છે. જ્યારે આવું થશે ત્યારે જ આપણે દરેક લાભાર્થી સુધી પહોંચી શકીશું, તો જ 100 ટકા સંતૃપ્તિનો જે સંકલ્પ છે તે પૂર્ણ થશે.અમારા પ્રયાસોની અસર પણ ગામેગામ જોવા મળી રહી છે. મોદીનીગૅરંટીવાળી ગાડી પર આવ્યા પછી, લગભગ 1 લાખ નવા લાભાર્થીઓએ ઉજ્જવલા યોજના હેઠળ મફત ગેસ કનેક્શન્સનો લાભ લીધો છે, અરજી કરી છે. એવાં કેટલાંક ગામો છે જેમ કે હું હમણાં જ વાત કરી રહ્યો હતો. જ્યારે બિહારથી જ્યારેઆપણાં પ્રિયંકાજી કહેતાં હતાં કે, મારાં ગામમાં દરેક સુધી પહોંચી ગયું છે, મને ગમ્યું, પરંતુ કેટલાંક ગામો એવાં છે જ્યાં એક બે એક લોકો રહી ગયા છે. તો આ ગાડી પહોંછે છે તો એ પણ શોધી શોધીને એમને આપી રહ્યા છે. આ યાત્રા દરમિયાન સ્થળ પર જ 35 લાખથી વધુ આયુષ્માન કાર્ડ પણ આપવામાં આવ્યા છે. અને આયુષ્માન કાર્ડનો અર્થ એ છે કે તે એક રીતે કોઈપણ બીમાર વ્યક્તિને વધુ સારું જીવન જીવવાની વિશાળ તકની ગૅરંટી બની જાય છે. જે રીતે લાખો લોકો ગૅરંટીવાળીગાડીપહોંચ્યા પછી તેમનું સ્વાસ્થ્ય તપાસાવી રહ્યા છે અને મને ખુશી છે કે તેની સાથે તમામ રાજ્યોમાં આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે.ગામડામાં મોટા મોટા ડૉકટરો આવી રહ્યા છે, મશીનો આવી રહ્યાં છે તેથી દરેકનું મેડિકલ ચેકઅપ થઈ જાય છે. જ્યારે શરીરની તપાસ થાય છે, ત્યારે ખબર પડે છે કે કંઈ ખૂટતું તો નથી ને. મને લાગે છે કે આ પણ સેવાનું એક મહાન કાર્ય છે, તેનાથી સંતોષ મળે છે.મોટી સંખ્યામાં લોકો હવે આયુષ્માન આરોગ્ય મંદિરોમાં જઈ રહ્યા છે, જે પહેલા આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો તરીકે ઓળખાતાં હતાં, હવે લોકો તેમને આયુષ્માન આરોગ્ય મંદિરો કહી રહ્યા છે, અને ત્યાં વિવિધ પ્રકારના ટેસ્ટ કરાવી રહ્યા છે.

સાથીઓ,

કેન્દ્ર સરકાર અને દેશની જનતા વચ્ચે એક સીધો સંબંધ, ભાવનાત્મક સંબંધ અને જ્યારે હું કહું છું કે તમે મારા પરિવારના સભ્યો છો, ત્યારે મારા પરિવારજનો સુધી પહોંચવાનો તમારા સેવકનો આ એક નમ્ર પ્રયાસ છે. હું આપનાં ગામ સુધી આવી રહ્યો છું, ગાડીનાં માધ્યમથી આવી રહ્યો છું. શા માટે, હું સુખ-દુઃખમાં તમારો સાથી બનું, આપની આશાઓ અને આકાંક્ષાઓને સમજું, તેને પૂર્ણ કરવા માટે પૂરી સરકારની શક્તિ લગાવું. અમારી સરકાર માઈ-બાપ સરકાર નથી, બલકે અમારી સરકાર મહતારી-પિતાની સેવક સરકાર છે. જેમ એક બાળક પોતાના માતા-પિતાની સેવા કરે છે ને, તેવી જ રીતે આ મોદી પણ તમારી સેવાનું કામ કરે છે. અને મારા માટે તો, જે ગરીબ છે, વંચિત છે, તે બધા લોકો જેમને કોઈ પૂછતું નથી, જેમના માટે સરકારી કચેરીઓના દરવાજા પણ બંધ છે, જેમને કોઈ પૂછતું નથી, મોદી તેમને સૌથી પહેલા પૂછે છે. મોદી પૂછે છે એટલું જ નહીં, મોદી પૂજે પણ છે. મારા માટે તો દેશનો દરેક ગરીબ વ્યક્તિ વીઆઇપીછે. દેશની દરેક માતા, બહેન અને દીકરી મારા માટે વીઆઇપીછે. દેશનો દરેક ખેડૂત મારા માટે વીઆઇપી છે. મારા માટે દેશનો દરેક યુવા વીઆઇપીછે.

મારા પરિવારજનો,

દેશમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીનાં પરિણામોની આજે પણ ઘણી ચર્ચા થઈ રહી છે. આ ચૂંટણી પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે મોદીની ગૅરંટીમાં જ દમ છે. હું તમામ મતદારોનો આભારી છું જેમણે મોદીની ગૅરંટી પર આટલો વિશ્વાસ કર્યો.

પરંતુ સાથીઓ,

સવાલ એ પણ છે કે જેઓ અમારા વિરોધમાં ઊભા છે તેમના પર દેશનેભરોસો કેમ નથી? વાસ્તવમાં, કેટલાક રાજકીય પક્ષો એ સાદી હકીકત સમજી શકતા નથીકે ખોટી જાહેરાતો કરીને તેઓ કંઈ હાંસલ કરી શકશે નહીં. ચૂંટણી સોશિયલ મીડિયા પર નહીં, પરંતુ લોકોની વચ્ચે જઈને જીતવાની હોય છે. ચૂંટણી જીતતા પહેલા લોકોનાં દિલ જીતવા જરૂરી છે.જનતાના વિવેકને ઓછો આંકવો તે યોગ્ય નથી. જો કેટલાક વિરોધ પક્ષોએ રાજકીય સ્વાર્થને બદલે સેવાની ભાવનાને સર્વોચ્ચ રાખી હોત અને સેવાની ભાવનાને જ પોતાનું કામ માન્યું હોત તો દેશની બહુ મોટી વસ્તી અભાવમાં, પરેશાનીઓ અને મુસીબતોમાં જીવતી ન હોત. દાયકાઓ સુધી સરકારો ચલાવનારાઓએ જો ઈમાનદારીથી કામ કર્યું હોત તો જે ગૅરંટી આજે મોદીએઆપવી પડે છે તે 50 વર્ષ પહેલાં જ પૂરી થઈ ગઈ હોત.

મારા પરિવારજનો,

વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે, તેમાં પણ આપણી નારી શક્તિ મોટી સંખ્યામાં જોડાઈ રહી છે, આપણી માતાઓ અને બહેનો જોડાઈ રહી છે. તેમની વચ્ચે મોદીનીગૅરંટીવાળી ગાડી સાથે તેમનો ફોટો ક્લિક કરાવવાની પણ હોડ લાગી છે. તમે જુઓ, ગરીબો માટે જે 4 કરોડથી વધુ ઘર બનાવવામાં આવ્યાં છે, શું કોઈ કલ્પના કરી શકે છે કે આપણા દેશમાં આટલા ઓછા સમયમાં 4 કરોડ ઘર ગરીબોને મળે અને મારી સૌથી મોટી ખુશી મને એ છે કે 4 કરોડ ઘર આપવામાં આવ્યાં છે નેએમાં70 ટકા લાભાર્થીઓ મહિલાઓ છે.મતલબ કે જો એક ગામમાં 10 ઘરો બન્યાં છે, તો તેમાંથી 7 પાકાં મકાનો માતાઓનાં નામે નોંધાઈ ગયાં છે. જેમનાં નામે પહેલાં એક રૂપિયાની પણ મિલકત નહોતી. આજે, મુદ્રા લોનના દરેક 10 લાભાર્થીઓમાંથી પણ 7 મહિલાઓ જ છે. કેટલાકે દુકાનો-ઢાબા ખોલ્યા, કેટલાકે ટેલરિંગ અને એમ્બ્રોઇડરી શરૂ કરી, કેટલાકે સલૂન અને પાર્લર અને આવા ઘણા વ્યવસાયો શરૂ કર્યા.આજે દેશની 10 કરોડ બહેનો ગામેગામ સ્વ-સહાય જૂથો સાથે જોડાયેલી છે. આ જૂથો બહેનોને દેશની પ્રગતિમાં સહભાગી થવાની સીધી તક આપીને વધારાની કમાણીનું સાધન પૂરું પાડે છે. સરકાર મહિલાઓનાં કૌશલ્ય વિકાસ પર ધ્યાન આપી રહી છે. અને મેં એવો એક સંકલ્પકર્યો છે કે કદાચ કોઇ ભાઈ આખી જિંદગી રક્ષાબંધન કરી લે એવો સંકલ્પ નહીં લઈ શકે જે મોદીએ લીધો છે. મોદીએ સંકલ્પ કર્યો છે કે મારે મારાં ગામમાં આ જે  સ્વ-સહાય જૂથો ચાલે છે ને, માંથી હું બે કરોડ મારી બહેનોને લખપતિ દીદી બનાવવા માગું છું. તે ગર્વથી ઊભી રહે અને કહે, હું લખપતિ દીદી છું. મારી આવક એક લાખ રૂપિયાથી વધુ છે. હમણાં થોડા દિવસો પહેલા જ, અમે દેશમાં, કારણ કે હું આ દીદીઓને નમન કરું છું, હું તેમને પ્રણામ કરું છું કારણ કે હું તેમની શક્તિનો આદર કરું છું અને તેથી જ સરકારે એક યોજના બનાવી છે - 'નમો ડ્રોન દીદી' લોકો તેને ટૂંકમાં નમો દીદી કહે છે. ' આ ‘નમો ડ્રોન દીદી’ છે અથવા કોઈ તેને ‘નમો દીદી’ કહી શકે છે, આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.આ અભિયાન દ્વારા, શરૂઆતમાં અમે 15 હજાર સ્વ-સહાય જૂથોની બહેનોને તાલીમ આપીશું, તેઓ નમો ડ્રોન દીદી બનાવશે, પછી તેમને ડ્રોન આપવામાં આવશે અને ગામમાં જેમ કે ટ્રેક્ટરથી ખેતીનું કામ હોય છે એમ દવા છાંટવાનું કામ હોય, ખાતર છાંટવાનું કામ હોય, પાકને જોવાનું કામ હોય, પાણી પહોંચ્યું કે નહીં એ જોવાનું કામ કામ હોય, આ તમામ કામ હવે ડ્રોન કરી શકે છે. અને ગામમાં રહેતી અમારી બહેનો અને દીકરીઓને ડ્રોન ઉડાવવાની તાલીમપણ આપવામાં આવશે. આ તાલીમ પછી, બહેનો અને દીકરીઓને આ 'નમો ડ્રોન દીદી'ની ઓળખ મળશે, જેને લોકો સામાન્ય ભાષામાં 'નમો દીદી' કહે છે.'દીદીને નમો' એ સારી વાત છે, દરેક ગામમાં દીદીને નમો, તો આ 'નમો દીદી' દેશની કૃષિ વ્યવસ્થાને આધુનિક ટેક્નૉલોજી સાથે જોડશે એટલું જ નહીં, તેમને કમાણીનાં વધારાનાં સાધનો પણ મળશે, અને આ કારણે , ખેતીમાં મોટો બદલાવ આવશે.આપણી ખેતી વૈજ્ઞાનિક, આધુનિક, ટેક્નૉલોજીવાળી હશે અને જ્યારે માતાઓ અને બહેનો કરશે, ત્યારે દરેક વ્યક્તિ આ વાત માની જાય છે.

મારા પરિવારજનો,

નારી શક્તિ હોય, યુવા શક્તિ હોય, ખેડૂતો હોય કે પછી આપણાં ગરીબ ભાઈઓ અને બહેનો હોય, વિકસિત ભારત સંકલ્પ યાત્રા પ્રત્યે તેમનું સમર્થન અદ્‌ભૂત છે. મને એ જાણીને ખૂબ આનંદ થયો કે આ યાત્રા દરમિયાન, આપણા એક લાખથી વધુ યુવા ખેલાડીઓ, જેઓ દરેક ગામમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહ્યા છે, એક લાખથી વધુ ખેલાડીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા છે, તેમને સન્માનિત કરવામાં આવ્યા છે.યુવા ખેલાડીઓને રમતગમતની દુનિયામાં આગળ વધવા માટે આ એક મોટું પ્રોત્સાહન મળી રહેશે. તમે જોયું જ હશે કે લોકો નમો એપ ડાઉનલોડ કરે છે. એ જ રીતે દરેક ગામમાં નવયુવાનો પણ 'માય ભારતના સ્વયંસેવક' પણ બની રહ્યા છે. જે ઉત્સાહથી આપણા દીકરા-દીકરીઓ 'માય ભારત સ્વયંસેવક'નાં રૂપમાં જોડાઈ રહ્યા છે, આપણી યુવા શક્તિ જોડાઈ રહી છે, નોંધણી કરાવી રહ્યા છે, તેમની શક્તિ ભવિષ્યમાં ગામડાંનાં પરિવર્તન માટે, દેશનાં પરિવર્તન માટે ખૂબ જ ઉપયોગી થવાની છે. તે ભારતના સંકલ્પને મજબૂત બનાવે છે. હું આ તમામ સ્વયંસેવકોને બે કાર્ય આપું છું, જેઓ 'માય ભારત' સાથે નોંધાયેલા છે ને, તેઓ તેમના મોબાઇલ ફોનમાં નમો એપ ડાઉનલોડ કરે અને તેમાં વિકસિત ભારત એમ્બેસેડર એવું એક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. તમે તમારી જાતને વિકસિત ભારત એમ્બેસેડર તરીકે રજિસ્ટર કરાવો.આ વિકસિત ભારતના રાજદૂત તરીકે, તમે જવાબદારી લો અને તેમાં જે કહેવામાં આવ્યું છે તે કામ કરો. દરરોજ 10-10 નવા લોકો બનાવો અને એક ચળવળ બનાવો. આપણે એવા લોકો જેવા છીએ જેઓ મહાત્મા ગાંધીના સમયમાં સત્યાગ્રહમાં જોડાતા હતા. જો કે, આપણે વિકસિત ભારતના સ્વયંસેવક રાજદૂતો તૈયાર કરવાના છે જેઓ વિકસિત ભારત બનાવવા માટે જે પણ જરૂરી હશે તે કામ કરશે.

બીજું, ભાઇ ભારત તો વિકસિત થશે, પણ મારી યુવા પેઢી દુર્બળ છે અને આખો દિવસ ટીવી સામે બેસી રહે છે. તે આખો દિવસ મોબાઈલ ફોન પર જોતી રહે છે અને તેના હાથ-પગ પણ હલાવતી નથી. તેથી, જ્યારે દેશ જ્યારે સમૃદ્ધિ તરફ આગળ વધશે અને મારા યુવાનો સશક્ત નહીં હોય, તો દેશ કેવી રીતે પ્રગતિ કરશે, કોને કામ આવશે, અને તેથી મારી તમને બીજી વિનંતી છે, જેમ કે નમો એપ પર વિકસિત ભારતના એમ્બેસેડરનું કામ છે,એ જ રીતે આપણે ફિટ ઈન્ડિયા મૂવમેન્ટનું ગામેગામ વાતાવરણ બનાવવાનું છે. અને હું મારા દેશના યુવાનોને કહું છું કે, તેઓ પુત્ર હોય કે પુત્રી, તેઓ શારીરિક રીતે મજબૂત હોવા જોઈએ, તેઓ ઢીલા ન હોવા જોઈએ.ક્યારેક બે-ચાર કિલોમીટર ચાલવાનું હોય તો બસ કે ટેક્સી શોધે, એવું નહીં. અરે, હિંમતવાળા જોઈએ, મારા જે માય યુવા ભારત છે ને તેના સ્વયંસેવકોએ તેને આગળ વધારે અને હું તમને ફિટ ઈન્ડિયા માટે ચાર બાબતો કહેવા માગું છું.આ ચાર બાબતોને હંમેશા પ્રાધાન્ય આપો. ખાતરી કરો કે તમે શક્ય તેટલું વધુ પાણી પીઓ. આખા દિવસમાં થોડું-થોડું પાણી પીવું જોઈએ, તે શરીર માટે ખૂબ જ જરૂરી છે. ફિટ ઈન્ડિયા માટે મારા નવયુવાનોને આ મારોઆગ્રહ છે. બીજું પોષણ, આપણી મિલેટસ કેટલી સરસ તાકાત આપે છે ભાઇ. ચાલો બાજરી ખાવાની ટેવ પાડીએ. ત્રીજું – પ્રથમ – પાણી, બીજું – પોષણ, ત્રીજું – કુસ્તી. કુસ્તી એટલે થોડી કસરત કરો, વ્યાયામ કરો, દોડો, થોડી રમતગમત કરો, ઝાડ પર લટકો, નીચે ઊતરવું, બેસવું, કુસ્તી કરવી જોઈએ. અને ચોથું - પૂરતી ઊંઘ. શરીર માટે પૂરતી ઊંઘ ખૂબ જ જરૂરી છે. ફિટ ઈન્ડિયા માટે દરેક ગામમાં આ ચાર વસ્તુઓ કરી શકાય છે.આ માટે ગામમાં કોઈ નવી વ્યવસ્થાની જરૂર નથી. જુઓ, સ્વસ્થ શરીર માટે આપણી આસપાસ ઘણું બધું છે, આપણે તેનો લાભ લેવો પડશે. જો આપણે આ ચાર તરફ ધ્યાન આપીશું તો આપણા યુવાનો સ્વસ્થ રહેશે અને જ્યારે આપણા યુવા સ્વસ્થ હશે અને જ્યારે ભારત વિકસિત થશે ત્યારે આ યુવાનોને તેનો મહત્તમ લાભ લેવાની તક મળશે. તેથી તેની તૈયારીમાં આ પણ મહત્વનું છે.વિકસિત ભારત માટે માત્ર નોટો જ નીકળે, પૈસા જ નીકળે કે પૈસા કમાઈએ એવું જ નથી, અનેક પ્રકારનાં કામ કરવાના છે. આજે મેં આ એક કામ વિશે જણાવ્યું છે અને તે છે ફિટ ઈન્ડિયાનું કામ. મારા નવયુવાનો, મારાંદીકરા-દીકરીઓ તંદુરસ્ત હોવાં જોઈએ.આપણે કોઈ યુદ્ધ લડવા જવું નથી, પરંતુ કોઈ પણ રોગ સામે લડવા માટે આપણી પાસે સંપૂર્ણ તાકાત હોવી જોઈએ. સારું કામ કરવા માટે જો તમારે બે-ચાર કલાક વધુ કામ કરવું પડે તો તમારી પાસે પૂરી તાકાત હોવી જોઈએ.

મારા પરિવારજનો,

આ સંકલ્પ યાત્રા દરમિયાન આપણે જે પણ શપથ લઈ રહ્યા છીએ તે માત્ર થોડા વાક્યો જ નથી. બલકે, આ આપણા જીવન મંત્રો બનવા જોઈએ. સરકારી કર્મચારી હોય, અધિકારીઓ હોય, જનપ્રતિનિધિ હોય કે સામાન્ય નાગરિકો હોય, આપણે બધાએ સંપૂર્ણ નિષ્ઠા સાથે એક થવું પડશે. સબકા પ્રયાસ લાગવા જોઈએ, તો જ ભારત વિકસિત થશે. આપણે વિકસિત ભારતનું સપનું પૂરું કરવાનું છે, આપણે સાથે મળીને કરવાનું છે.મને ખૂબ સારું લાગ્યું, આજે મને દેશભરમાં મારા લાખો પરિવારજનો સાથે સીધી વાત કરવાનો મોકો મળ્યો છે. આ કાર્યક્રમ એટલો ઉત્તમ છે, એટલો અદ્‌ભૂત છે કે મન થાય છે કે થોડા દિવસો પછી, જો મને સમય મળશે, તો હું તમારી સાથે ફરી યાત્રામાં જોડાઈશ અને જ્યાં યાત્રા હશે એ ગામનાં લોકો સાથે ફરી વાત કરવાનો મોકો મળશે. મારી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. આભાર !

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1984650) Visitor Counter : 252