પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીની સ્વિસ કોન્ફેડરેશનના પ્રમુખ સાથે મુલાકાત

Posted On: 01 DEC 2023 8:01PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વિસ કોન્ફેડરેશનના પ્રમુખ મહામહિમ શ્રી એલેન બર્સેટ સાથે 1 ડિસેમ્બર, 2023ના રોજ દુબઈમાં સીઓપી 28ની સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.

બેઠક દરમિયાન, બંને નેતાઓએ તેમની ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટેના માર્ગો પર ચર્ચા કરી હતી, જેમાં વેપાર અને રોકાણ, તકનીકી, આરોગ્ય, શિક્ષણ, આઇટી, પર્યટન અને લોકોથી લોકો વચ્ચેના સંબંધોમાં સહકાર સામેલ છે.

ચર્ચાઓમાં પારસ્પરિક હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓને પણ આવરી લેવામાં આવ્યા હતા.

રાષ્ટ્રપતિ બર્સેટે પ્રધાનમંત્રીને ભારતનાં જી20નાં પ્રમુખ પદ અને શિખર સંમેલનની સફળતા માટે અભિનંદન પાઠવ્યાં હતાં.

CB/GP/JD


(Release ID: 1981752) Visitor Counter : 124