પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

આયુર્વેદને ટેકો આપવો એ વોકલ ફોર લોકલનું જીવંત ઉદાહરણ છે: પ્રધાનમંત્રી શ્રી

આયુર્વેદ દિવસ પર સંશોધકો અને પ્રેક્ટિશનરોને સલામ

Posted On: 10 NOV 2023 6:31PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટીપ્પણી કરી છે કે આયુર્વેદને ટેકો આપવો એ લોકલ ફોર વોકલનું જીવંત ઉદાહરણ છે. શ્રી મોદીએ સંશોધકો અને પ્રેક્ટિશનરોની પણ પ્રશંસા કરી જેઓ આ પ્રાચીન જ્ઞાનને આધુનિકતા સાથે જોડી રહ્યા છે અને આયુર્વેદને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે.

પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું:

ધનતેરસના શુભ દિવસે, અમે આયુર્વેદ દિવસ પણ મનાવીએ છીએ. આ પ્રાચીન જ્ઞાનને આધુનિકતા સાથે ભેળવીને વૈશ્વિક સ્તરે આયુર્વેદને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહેલા સંશોધકો અને પ્રેક્ટિશનરોને સલામ કરવાનો પ્રસંગ છે. ગ્રાઉન્ડબ્રેકિંગ રિસર્ચથી લઈને ડાયનેમિક સ્ટાર્ટઅપ્સ સુધી, આયુર્વેદ વેલનેસના નવા રસ્તાઓ આગળ વધારી રહ્યું છે. આયુર્વેદને ટેકો આપવો એ પણ વોકલ ફોર‌ લોકલનું જીવંત ઉદાહરણ છે.

CB/GP/JD

 


(Release ID: 1976252) Visitor Counter : 133