પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ એશિયન પેરા ગેમ્સમાં મહિલાઓની 1500 મીટર T-20માં કાંસ્ય જીતવા બદલ પૂજાને અભિનંદન આપ્યા

Posted On: 28 OCT 2023 8:35PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં મહિલાઓની 1500 મીટર T-20 સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ પૂજાને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે તેના ધીરજ અને પ્રદર્શનની પણ પ્રશંસા કરી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"એશિયન પેરા ગેમ્સમાં મહિલાઓની 1500m T-20માં પૂજા માટે તે ઉત્કૃષ્ટ બ્રોન્ઝ છે!

પૂજાને ખૂબ ખૂબ અભિનંદન. તેણીનું ધૈર્ય અને અવિશ્વસનીય પ્રદર્શન આ સફળતા તરફ દોરી ગયું છે."

CB/GP/JD


(Release ID: 1972678) Visitor Counter : 146