પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં બેડમિન્ટન મહિલા સિંગલ્સ SL3 ઇવેન્ટમાં મનદીપ કૌર દ્વારા પ્રાપ્ત બ્રોન્ઝ મેડલની પ્રશંસા કરી

Posted On: 25 OCT 2023 6:55PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં બેડમિન્ટન મહિલા સિંગલ્સ SL3 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ મનદીપ કૌરને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

એશિયન પેરા ગેમ્સમાં વિમેન્સ સિંગલ SL3માં બ્રોન્ઝ મેડલ મેળવતા મનદીપ કૌર દ્વારા એક નોંધપાત્ર સિદ્ધિ. તેણીને અભિનંદન અને આગળના પ્રયત્નો માટે શુભેચ્છા.”

CB/GP/JD



(Release ID: 1971056) Visitor Counter : 89