ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ આજે તેમના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરના આંગણવાડી કેન્દ્રોના બાળકોને ગેમિંગ ઝોનમાં લઈ ગયા


એક સાંસદ તરીકે મારો એ પ્રયાસ છે કે મારા લોકસભા મતવિસ્તારમાં આંગણવાડી કેન્દ્રોના બાળકોને સમૃદ્ધ પરિવારોના બાળકોને મળતી તમામ શક્ય સુવિધાઓ અને ખુશીઓ મળે

આ માટે તેમને સારું શિક્ષણ, પોષણયુક્ત આહાર આપવાની સાથે તેમની વચ્ચે રમકડાનું વિતરણ કરવા અને તેમને ગેમિંગ ઝોનમાં લઈ જઈને તેમનું મનોરંજન કરવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે

બાળકોની આ ખુશી અને ઉત્સાહને જોઈને હું ખૂબ જ અભિભૂત થઈ ગયો

Posted On: 14 OCT 2023 5:18PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ આજે પોતાના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરના આંગણવાડી કેન્દ્રોના બાળકોને ગેમિંગ ઝોનમાં લઇ ગયા હતા. શ્રી અમિત શાહે 'એક્સ' પરની તેમની પોસ્ટમાં જણાવ્યું હતું કે, "આજે મારા લોકસભા મત વિસ્તારના આંગણવાડી કેન્દ્રોના બાળકોને ગેમિંગ ઝોનમાં લઈ ગયા. બાળકોને તેમની મનપસંદ રમતો રમવાની મજા આવતી હતી".

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, "એક સાંસદ તરીકે મારો પ્રયાસ છે કે મારા લોકસભા મતવિસ્તારમાં આંગણવાડી કેન્દ્રોના બાળકોને તમામ શક્ય સુવિધાઓ અને સુખ મળે જે સમૃદ્ધ પરિવારોના બાળકોને મળે છે. આ માટે તેમને સારું શિક્ષણ, પોષણયુક્ત આહાર તેમજ તેમની વચ્ચે રમકડા વિતરણની સાથે તેમને ગેમિંગ ઝોનમાં લઈ જઈને મનોરંજન માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. બાળકોની આ ખુશી અને ઉત્સાહ જોઈને હું ખૂબ જ અભિભૂત થઈ ગયો છું.

CB/GP/JD(Release ID: 1967739) Visitor Counter : 131