પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સમાં મહિલા કબડ્ડી ટીમ દ્વારા ઐતિહાસિક ગોલ્ડ જીતવાની પ્રશંસા કરી

Posted On: 07 OCT 2023 8:42AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતવા બદલ મહિલા કબડ્ડી ટીમને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"એશિયન ગેમ્સમાં ભારત માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. આપણી કબડ્ડી મહિલા ટીમે ગોલ્ડ જીત્યો છે! આ જીત આપણી મહિલા ખેલાડીઓની અદમ્ય ભાવનાનો પુરાવો છે. ભારતને આ સફળતા પર ગર્વ છે. ટીમને અભિનંદન. મારી તેમને શ્રેષ્ઠ ભાવિ પ્રયાસો માટે શુભેચ્છાઓ."

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1965275) Visitor Counter : 140