ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી

ભાષાકીય નાણાકીય સશક્તીકરણ માટે ટોન સ્થાપિત કરવા માટે ભાષિની (DIBD) અને RBIH સંકલિત વિઝન માટે જોડાણ કરે છે

Posted On: 04 OCT 2023 3:24PM by PIB Ahmedabad

ભારત જેવા વિવિધતા ધરાવતા દેશમાં રિઝર્વ બેંક ઇનોવેશન હબ (આરબીઆઇએચ) અને ડિજિટલ ઇન્ડિયા ભાષિની ડિવિઝન (ડીઆઈબીડી) ભાષિની વચ્ચેના જોડાણનો ઉદ્દેશ નાણાકીય સેવાઓના પરિદ્રશ્યમાં પ્રચલિત ભાષાકીય અવરોધોને દૂર કરવાનો છે. તેમના સંયુક્ત પ્રયત્નો દ્વારા, બંને ભાષાકીય સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપતા નવીન ઉકેલો શોધવા અને વિકસાવવા માટે તૈયાર છે.

નાણાકીય સેવાના ક્ષેત્રમાં ભાષાકીય સર્વસમાવેશકતાની તાતી જરૂરિયાતને સમજીને ડીઆઈબીડી અને આરબીઆઈએચએ ગ્લોબલ ફિનટેક ફેસ્ટ દરમિયાન એક પાયાના સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. આ વ્યૂહાત્મક ભાગીદારી સ્થાનિક ભાષાઓમાં સંદેશાવ્યવહારને સક્ષમ કરીને નાણાકીય સેવાઓમાં ક્રાંતિ લાવવાની તૈયારીમાં છે. તેનો મુખ્ય ઉદ્દેશ વપરાશકર્તાઓને તેમની માતૃભાષામાં ડિજિટલ નાણાકીય સેવાઓની પહોંચ વિસ્તૃત કરવાનો છે, જે આખરે તમામ માટે સાતત્યપૂર્ણ બેંકિંગ અનુભવો માટે પ્રયત્નશીલ છે.

મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ દરમિયાન ડિજિટલ ઇન્ડિયા ભાષિની ડિવિઝનના સીઇઓ અમિતાભ નાગે આ પ્રયાસમાં એક માધ્યમ તરીકે અવાજની સંભવિતતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, "અવાજનો માધ્યમ તરીકે ઉપયોગ કરીને ભાષિની નાણાકીય સર્વસમાવેશકતા, આર્થિક સશક્તીકરણને પ્રોત્સાહન આપી શકે છે અને નાણાકીય સાક્ષરતામાં વધારો કરી શકે છે. ભાષા અનુવાદ અને વોઇસ પ્રોસેસિંગમાં પોતાની ક્ષમતાઓ સાથે ભાષિની આ લક્ષ્યાંકો હાંસલ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ ભાગીદારીના માધ્યમથી અમે ભારતના નાણાકીય સેવા ક્ષેત્રમાં ભાષાના અવરોધોને દૂર કરવાના નવા માર્ગો શોધવા માટે સાથે મળીને કામ કરીશું. અમારું ધ્યેય નાણાકીય સેવાઓને દરેક વ્યક્તિ માટે વધુ સુલભ અને વપરાશકર્તા-મૈત્રીપૂર્ણ બનાવવાનું છે, પછી ભલેને તે ગમે તે ભાષા બોલે."

આરબીઆઈએચના સીઈઓ રાજેશ બંસલે ડિજિટલ યુગમાં વિશ્વાસ, ગતિ અને સુવિધાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, "ઝડપથી વિકસતાં આ ડિજિટલ જગતમાં ત્રણ આધારસ્તંભ વિશ્વાસ, ઝડપ અને અનુકૂળતા નવીનતાને માર્ગદર્શન આપે છે. ડિજિટલ સોલ્યુશન્સ ઝડપ અને સુવિધા પૂરી પાડે છે, પરંતુ વપરાશકર્તાનો વિશ્વાસ મેળવવો પડશે. વપરાશકર્તાઓની માતૃભાષામાં નાણાકીય સેવાઓ પ્રદાન કરવાથી ડિજિટલ નાણાકીય ઉકેલોમાં તેમનો આત્મવિશ્વાસ વધારવામાં મદદ મળશે. અમારી સંયુક્ત ક્ષમતાઓ સાથે, અમને વિશ્વાસ છે કે અમે નાણાકીય સેવાઓના ક્ષેત્રમાં અસ્તિત્વમાં છે તે ભાષાના અવરોધોને દૂર કરી શકીએ છીએ. સંયુક્તપણે, અમે એક સર્વસમાવેશક આર્થિક ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા તરફ કામ કરીશું, જ્યાં ભાષા હવે અવરોધરૂપ નહીં રહે."

આ સહયોગ ફિનટેક ક્ષેત્રની પૃષ્ઠભૂમિમાં ઊભો થયો છે, જે સ્માર્ટફોનના વધતા પ્રવેશ અને ડેટાના વપરાશના ખર્ચમાં ઘટાડા દ્વારા સંચાલિત છે. પ્રારંભિક એક મહત્વપૂર્ણ પગલા તરીકે, ભાષિની અનેક ભાષાઓમાં ઘર્ષણરહિત ક્રેડિટ માટે પબ્લિક ટેક પ્લેટફોર્મ શરૂ કરવાની યોજના ધરાવે છે. આ પ્લેટફોર્મનો ઉદ્દેશ નાણાકીય સંસ્થાઓ દ્વારા ધિરાણ વિતરણને સુવ્યવસ્થિત અને વધારવાનો છે, જે વધુ નાણાકીય સર્વસમાવેશકતામાં નોંધપાત્ર પ્રદાન કરે છે.

જ્યારે આ પ્રગતિઓએ દેશના નાણાકીય સર્વસમાવેશકતાના પ્રયાસોને આગળ ધપાવ્યા છે, ત્યારે ચોક્કસ ક્ષેત્રો અને વસ્તીના કેટલાક ભાગો ઔપચારિક નાણાકીય ક્ષેત્રની સીમાઓ પર છે. આ સહયોગ તેમને સ્થાપિત નાણાકીય ઇકોસિસ્ટમમાં એકીકૃત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સૂચવે છે.

DBID વિશે

ડિજિટલ ઇન્ડિયા ભાષિની ડિવિઝન એ ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન હેઠળનો એક વિભાગ છે, જે ભારત સરકારનાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળની કલમ 8 કંપની છે. ભાષિનીનું વિઝન "કુદરતી ભાષાની ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે, જે ભાષાકીય અવરોધોને પાર કરવાના ઉદ્દેશથી ફાળો આપનારાઓ, ભાગીદારી કરતી સંસ્થાઓ અને નાગરિકોની વિવિધ ઇકોસિસ્ટમને સક્ષમ બનાવવા સક્ષમ બનાવે છે, જેથી આત્મા નિર્ભાર ભારતમાં ડિજિટલ સર્વસમાવેશકતા અને ડિજિટલ સશક્તીકરણ સુનિશ્ચિત થાય. વધુ વાંચવા માટે, મુલાકાત લો www.bhashini.gov.in અથવા મેઈલ ceo-dibd@digitalindia.gov.in

આરબીઆઈએચ વિશે

રિઝર્વ બેંક ઈનોવેશન હબ (આરબીઆઈએચ) - રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની - એક એવી સંસ્થા છે જે એક અબજ ભારતીયો માટે ઘર્ષણ વિનાના નાણાંને સક્ષમ બનાવવા માટે કામ કરે છે. આરબીઆઈએચ ઇકોસિસ્ટમમાં સક્ષમ અને સહાયક તરીકે કામ કરે છે, જે નાણાકીય ક્ષેત્રમાં નવીનતાને પ્રોત્સાહન આપવા અને વેગ આપવા માટે નાણાકીય, તકનીકી અને શૈક્ષણિક સંસ્થાઓના સભ્યોને એકસાથે લાવે છે. વિચારોના આદાન-પ્રદાનને સરળ બનાવતી અને પ્રોટોટાઇપ્સના સંશોધન અને વિકાસને ટેકો આપતી એક મજબૂત ઇકોસિસ્ટમ સાથે, આરબીઆઈએચનો ઉદ્દેશ માત્ર ભારતીય નાણાકીય વ્યવસ્થાને મજબૂત કરવાનો જ નહીં, પરંતુ વૈશ્વિક નાણાકીય નવીનતામાં ભારતને મોખરે મૂકવાનો પણ છે. વધુ જાણવા માટે, મુલાકાત લો www.rbihub.in અથવા અમને Communications@rbihub.in પર લખો .

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1964195) Visitor Counter : 128