પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

એશિયન ગેમ્સ 2022માં RS:X મેન્સ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રી શ્રીએ ઈબાદ અલીને અભિનંદન પાઠવ્યા

Posted On: 26 SEP 2023 4:20PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સેઇલિંગમાં ઇબાદ અલીના શાનદાર પ્રદર્શનને બિરદાવ્યું છે અને હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2022માં RS:X મેન્સ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ તેમને અભિનંદન આપ્યા છે.

પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું:

સેલિંગમાં ઇબાદ અલીનું શાનદાર પ્રદર્શન. એશિયન ગેમ્સમાં RS:X મેન્સ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને તેમણે આપણને ગૌરવનો અનુભવ કરાવ્યો છે.

તેમની સિદ્ધિઓ દર્શાવે છે કે આપણી યુવા પ્રતિભાઓ માટે કશું જ અશક્ય નથી. તેમને મારી શુભેચ્છાઓ. ”

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1960894) Visitor Counter : 140