પ્રધાનમંત્રીનું કાર્યાલય
ગ્રીસના પ્રધાનમંત્રી સાથે પ્રધાનમંત્રી શ્રીની મુલાકાત
Posted On:
25 AUG 2023 5:08PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 25 ઓગસ્ટ 2023ના રોજ એથેન્સમાં ગ્રીસના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી કિરિયાકોસ મિત્સોટાકિસ સાથે મુલાકાત કરી હતી.
બંને નેતાઓએ વન-ટુ-વન અને પ્રતિનિધિમંડળ સ્તરના ફોર્મેટમાં ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ ગ્રીસમાં જંગલમાં લાગેલી આગની દુ:ખદ ઘટનાઓમાં જાનહાનિ અને સંપત્તિના નુકસાન બદલ શોક વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રી મિત્સોટાકિસે ચંદ્રયાન મિશનની સફળતા પર પ્રધાનમંત્રી શ્રીને અભિનંદન પાઠવ્યા હતા અને તેને માનવતાની સફળતા ગણાવી હતી.
ચર્ચામાં વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, ટેકનોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ પેમેન્ટ્સ, શિપિંગ, ફાર્મા, કૃષિ, સ્થળાંતર અને ગતિશીલતા, પ્રવાસન, કૌશલ્ય વિકાસ, સંસ્કૃતિ, શિક્ષણ અને લોકો વચ્ચેના સંબંધો સહિત દ્વિપક્ષીય ભાગીદારીના વિવિધ પરિમાણોને આવરી લેવામાં આવ્યા હતા. તેઓએ EU, ઈન્ડો-પેસિફિક અને ભૂમધ્ય સહિત પ્રાદેશિક અને બહુપક્ષીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. તેઓએ આંતરરાષ્ટ્રીય કાયદા, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવાની હાકલ કરી હતી.
બંને પક્ષો તેમના સંબંધોને 'વ્યૂહાત્મક ભાગીદારી' સુધી વધારવા માટે સંમત થયા હતા.
CB/GP/JD
(Release ID: 1952266)
Visitor Counter : 180
Read this release in:
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam