પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ડિજિટલ આરોગ્ય સુવિધાઓને બિરદાવી

Posted On: 05 AUG 2023 9:29AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એ વાતનો ખૂબ જ સંતોષ વ્યક્ત કર્યો હતો કે કરોડો લોકોને આરોગ્યની ડિજિટલ સુવિધાઓનો સંપૂર્ણ લાભ મળી રહ્યો છે.

એક ટ્વીટમાં, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન, ડૉ મનસુખ માંડવિયાએ માહિતી આપી હતી કે બિન-સંચારી રોગો માટેના રાષ્ટ્રીય કાર્યક્રમ હેઠળ NCD પોર્ટલ દ્વારા 5 કરોડથી વધુ આયુષ્માન ભારત આરોગ્ય ખાતા (ABHA) બનાવવામાં આવ્યા છે.

કેન્દ્રીય મંત્રીના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"ખૂબ સારી માહિતી! દેશભરના આપણા ગરીબ ભાઈ-બહેનોને સારી આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવાની અમારી પ્રાથમિકતા છે. તે ખૂબ જ સંતોષની વાત છે કે કરોડો લોકોને આ ડિજિટલ સુવિધાઓનો સંપૂર્ણ લાભ મળી રહ્યો છે.

 

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1945970) Visitor Counter : 140