પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ દેશના દરેક ખૂણે અદ્યતન ટેકનોલોજી લાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો
Posted On:
02 AUG 2023 9:43PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશના દરેક ખૂણે અદ્યતન ટેક્નોલોજી લાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે અને કહ્યું છે કે વિવિધ જિલ્લાઓમાં 3 લાખથી વધુ 5G સાઇટ્સનું સફળ સ્થાપન એ અમારી તકનીકી સફરમાં એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ દર્શાવે છે.
વિશ્વની બીજી સૌથી મોટી 5G ઇકોસિસ્ટમ વિશે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ કહ્યું;
“ભારત ડિજિટલ કનેક્ટિવિટીમાં આગળ વધી રહ્યું છે! વિવિધ જિલ્લાઓમાં 3 લાખથી વધુ 5G સાઇટ્સનું સફળ સ્થાપન એ અમારી તકનીકી સફરમાં સીમાચિહ્નરૂપ સિદ્ધિ દર્શાવે છે. આ ઝડપી 5G રોલઆઉટ રાષ્ટ્રના દરેક ખૂણે અદ્યતન ટેકનોલોજી લાવવા, જીવનમાં પરિવર્તન લાવવા અને પ્રગતિને ઉત્પ્રેરક બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.”
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1945291)
Visitor Counter : 149
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam