ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગાંધીનગરમાં સેમિકોનઇન્ડિયા 2023નું ઉદઘાટન કર્યું હતું
સેમિકોન ઇન્ડિયાની બીજી એડિશનમાં ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારના વૈશ્વિક નેતાઓએ ભાગ લીધો હતો
Posted On:
29 JUL 2023 9:29AM by PIB Ahmedabad
ઇલેક્ટ્રોનિક્સ પર ધ્યાન કેન્દ્રીત કરીને ભારત તકનીકી ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યું છે. ક્રાંતિના ભાગરૂપે, સેમીકન્ડક્ટર્સ અનિવાર્ય ભૂમિકા ભજવે છે અને સંચાર, સંરક્ષણ, ઓટોમોબાઇલ્સ અને કમ્પ્યુટિંગ ઉપકરણો સહિત લગભગ તમામ ક્ષેત્રોમાં તેનો ઉપયોગ થાય છે. દેશની પ્રગતિનાં મહત્ત્વપૂર્ણ આધારસ્તંભ – 'ઇલેક્ટ્રોનિક્સ'ને મજબૂત કરવા અને 'અખંડ ભારત'નાં વિઝનને મજબૂત કરવા ભારત તેની વેલ્યુ ચેઇનને વિસ્તૃત અને ગાઢ બનાવવા તથા વૈશ્વિક કક્ષાની સેમિકન્ડક્ટર ઉત્પાદન ઇકોસિસ્ટમને સુલભ કરવા સજ્જ છે.
ભારતને સેમીકન્ડક્ટર ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગના કેન્દ્ર તરીકે પ્રદર્શિત કરવા માટે, સેમિકોનઇન્ડિયા 2022 કોન્ફરન્સનું આયોજન ગયા વર્ષે બેંગાલુરુમાં કરવામાં આવ્યું હતું. તેની સફળતાને ધ્યાનમાં રાખીને, ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન દ્વારા ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 'કેટેલિસિંગ ઇન્ડિયાઝ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ' થીમ સાથે સેમિકોનઇન્ડિયા 2023 કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં 23થી વધુ દેશોના 8,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. સેમીકોન ઇન્ડિયા 2023માં માઇક્રોન ટેકનોલોજી, એપ્લાઇડ મટિરિયલ્સ, ફોક્સકોન, કેડેન્સ અને એએમડી જેવી મુખ્ય વૈશ્વિક કંપનીઓના ઉદ્યોગ અગ્રણીઓ અને ઉદ્યોગ સંગઠન, સેમિના ઉદ્યોગ અગ્રણીઓએ ભાગ લીધો હતો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ત્રણ દિવસીય સેમિકોનઇન્ડિયા 2023નું ઉદઘાટન કર્યું હતું અને તેમનાં વિશેષ સંબોધનમાં તેમણે લોકોનાં રોજિંદા જીવનમાં સેમિકન્ડક્ટરની ભૂમિકા પર ભાર મૂક્યો હતો અને સેમિકોન ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત ભારત કેવી રીતે સેમીકન્ડક્ટર ઉત્પાદન ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા કટિબદ્ધ છે એ વાત પર ભાર મૂક્યો હતો. ભારત સરકારનાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, સંચાર અને રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન, ખાસ કરીને સેમિકન્ડક્ટર્સ પર ધ્યાન કેન્દ્રીત કરીને ભારતમાં દરેક ક્ષેત્રની કાયાપલટ કરવામાં પ્રધાનમંત્રીની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. ગુજરાતનાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું અને લેન્ડસ્કેપ, ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટરનાં ઉત્પાદન માટે આદરણીય પ્રધાનમંત્રીનાં દૂરદર્શી માર્ગદર્શનને બિરદાવ્યું હતું.
વિવિધ વૈશ્વિક ઉદ્યોગના નેતાઓએ "ભારતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને ઉત્પ્રેરક" વિષય પર મુખ્ય ભાષણ આપ્યું હતું. માઇક્રોન વતી બોલતા શ્રી સંજય મેહરોત્રાએ ભારત માટે તેની ઉત્પાદન પ્રણાલીને મજબૂત અને વિસ્તૃત કરવાની નોંધપાત્ર તકો પર પ્રકાશ પાડ્યો હતો. સેમીકન્ડક્ટર ઉદ્યોગમાં મુખ્ય ખેલાડી માઇક્રોન ભારતની સેમીકન્ડક્ટરની સફરનો હિસ્સો હોવાનું ગૌરવ અનુભવે છે. કેડન્સના પ્રેસિડન્ટ અને સીઇઓ શ્રી અનિરુદ્ધ દેવગને જણાવ્યું હતું કે સેમીકન્ડક્ટર ઉદ્યોગમાં ભારતની મુખ્ય શક્તિઓમાં મજબૂત સરકારી સમર્થન અને પહેલો, તકનીકી પ્રતિભાઓનો ભંડાર, બહુરાષ્ટ્રીય કંપનીઓની હાજરી અને હાલમાં ચાલી રહેલા ડિજિટલ ઇન્ડિયા પરિવર્તનનો સમાવેશ થાય છે.
એપ્લાઇડ મટિરિયલ્સના એસપીજીના પ્રેસિડેન્ટ શ્રી પ્રબુ રાજાએ જણાવ્યું હતું કે સેમીકન્ડક્ટર ઉદ્યોગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લીન એનર્જી ઇનિશિયેટિવ્સ અને ક્લાઉડ કમ્પ્યુટિંગ, એડવાન્સ્ડ ડેટા જનરેશન અને ટ્રાન્સફર સિસ્ટમ્સ દ્વારા ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જેવા પરિબળો દ્વારા સંચાલિત વૃદ્ધિનો અનુભવ કરી રહ્યો છે. ફ્લેશ મેમરી અને આવશ્યક સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અગ્રણી કંપની, વેસ્ટર્ન ડિજિટલના પ્રેસિડેન્ટ શ્રી શિવરામનો મત હતો કે ભારતમાં સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનની સ્થાપના કરવા માટે, બૌદ્ધિક સંપદા નિર્માણ આવશ્યક છે.
એએમડીનાં સીટીઓ શ્રી માર્ક પેપરમાસ્ટરે એઆઇ ઇન્ફ્લેક્શન પોઇન્ટ અને ભારત માટે તેની પ્રચૂર સંભવિતતા વિશે વાત કરી હતી. એએમડી આ ક્ષેત્રમાં નવીનતાને સક્રિયપણે આગળ ધપાવી રહ્યું છે, આગામી પાંચ વર્ષમાં ભારતમાં 400 મિલિયન અમેરિકન ડોલરનું રોકાણ કરશે, જેથી ભારતને એએમડી માટે વિશ્વનાં સૌથી મોટા ડિઝાઇન સેન્ટર તરીકે સ્થાપિત કરી શકાય. ફોક્સકોનના ચીફ સ્ટ્રેટેજી ઓફિસર શ્રી એસ.વાય. ચિયાંગે મૂરેના કાયદા યુગ પછીના પડકારો અને તકોની રજૂઆત કરી હતી. તેમણે સિસ્ટમ ડિઝાઇન અને પાર્ટીશન, પેકેજિંગ અને પીસીબી ટેકનોલોજીના ક્ષેત્રોમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં ઉભરતી જરૂરિયાતો તરફ ધ્યાન દોર્યું હતું અને આઇઓટી જેવી એપ્લિકેશન્સની જરૂરિયાતો પૂર્ણ કરી હતી.
વધુમાં, સેમીકન્ડક્ટર અને ડિસ્પ્લે ઇકોસિસ્ટમને આવરી લેતી વિવિધ પ્રસ્તુત થીમ્સ પર વિચાર-વિમર્શ કરવા માટે પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો.મનિષ હુડ્ડા, એસ.સી.એલ. શ્રી વિવેક શર્મા, એસટીમાઇક્રોઇલેક્ટ્રોનિક્સ; ડૉ. યી શાઈ ચાંગ, ટેકનોલોજી એમ્બેસેડર, આઈ.સી.ઈ.એ. શ્રી રોહિત ગિરધર, ઇન્ફિનોન ટેકનોલોજીસ; શ્રી શ્રીરામ રામકૃષ્ણન, બિઝનેસ હેડ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ; હીરાનંદાની ગ્રુપનાં શ્રી દર્શન હિરાનંદાનીએ ભારતમાં કમ્પાઉન્ડ સેમીકન્ડક્ટરનાં ઉત્પાદનનાં ફાયદા વિશે ચર્ચા કરી હતી. વક્તાઓએ ઇવી માટે સિલિકોન કાર્બાઇડને પ્રાધાન્ય આપવાનું અને સિસ્ટમ ડિઝાઇન અને ગેલિયમ નાઇટ્રાઇડ સંશોધન પર ધ્યાન કેન્દ્રીત કરવાનું સૂચન કર્યું હતું.
ઉદ્યોગના નિષ્ણાતોને સાંકળતા ડિસ્પ્લે ઉત્પાદનની ગતિશીલતા પર પેનલ ડિસ્કશનમાં ડૉ. જી. રાજેશ્વરન, ગ્રાન્ટવુડ ટેકનોલોજીસ; શ્રી સુરજ રેંગારાજન, એપ્લાઇડ મટિરિયલ્સ; ડો. વાય.જે. ચેન, સીઈઓ, વેદાંતા ડિસ્પ્લેસ લિમિટેડ; શ્રી અચિંત્યા ભૌમિક, પ્રેસિડેન્ટ, એસ.આઈ.ડી. શાર્પના ઇવીપી શ્રી અજિત આરાસે ડિસ્પ્લે સેક્ટરના વિકાસના માર્ગ, મેન્યુફેક્ચરિંગમાં ઇકોનોમી ઓફ સ્કેલ અને એલસીડી અને ઓએલઇડી એસેમ્બલીના બિલ્ડિંગ બ્લોક્સને સમજવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ઇન્વેસ્ટ ઇન્ડિયાના એમડી અને સીઇઓ સુશ્રી નિવંતી રાયે સસ્ટેનેબલ સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, ભારતમાં રોકાણની તકો અને ભારત કેવી રીતે ટકાઉપણાના લક્ષ્યાંકોને સ્પર્ધાત્મક લાભમાં પરિવર્તિત કરી શકે છે તે વિશે વાત કરી હતી. "આઇએસએમ: ભારતમાં સેમિકન્ડક્ટર ઇન્વેસ્ટમેન્ટ્સને આકર્ષિત કરવું" વિષય પર પેનલ ડિસ્કશન દરમિયાન, નિષ્ણાતો, શ્રી અજિત મનોચા, એસ.એ.આઈ.એમ. શ્રી સિરિલ પેટ્રિક ફર્નાન્ડિઝ, સીટીઓ અને એમડી, એએફટી; શ્રી અજય સાવની, ભૂતપૂર્વ સચિવ, મેઈટી; શ્રી નીલકંઠ મિશ્રા, ચીફ ઇકોનોમિસ્ટ, એક્સિસ બેંક; આઈએફસીઆઈના શ્રી સુનીત શુક્લા અને એનઆઈઆઈએફના કે. મુકુંદનએ આ દરખાસ્તોમાંથી ટેક્નો-ફાયનાન્સિયલ અપેક્ષાઓ પર ભાર મૂકવાના ભારત સરકારના અભિગમ અંગે ચર્ચા કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બિઝનેસ પ્લાન અને અમલીકરણ યોજનાની વ્યવહારિકતા ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (આઇએસએમ) દ્વારા ભવિષ્યની દરખાસ્તોના મૂલ્યાંકન માટે માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે કામ કરશે.
વૈશ્વિક સેમીકન્ડક્ટર ક્ષેત્રના વિકાસમાં ભારતની મોટી ભૂમિકા છે અને સેમીકોનઇન્ડિયા 2023એ સહભાગીઓને ભારતમાં સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમને આકાર આપતા વિવિધ પાસાઓ પર વિચાર-વિમર્શ કરવા માટે એક મંચ ઓફર કર્યો હતો.
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1943889)
Visitor Counter : 210