પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ 25મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં 27 મેડલ જીતવા બદલ ભારતીય ટુકડીને અભિનંદન પાઠવ્યા

Posted On: 17 JUL 2023 12:17PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 25મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં ભારતીય ટુકડીના ઉત્કૃષ્ટ પ્રદર્શનની પ્રશંસા કરી છે જેમાં ભારતીય ખેલાડીઓએ 27 મેડલ જીત્યા હતા, જે ચેમ્પિયનશિપની આવૃત્તિમાં વિદેશી ધરતી પર સૌથી વધુ મેડલ છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

“25મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં ભારતીય ટુકડી દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન!

આપણા ખેલાડીઓએ 27 મેડલ જીત્યા, જે ચેમ્પિયનશીપની એક આવૃત્તિમાં વિદેશી ધરતી પર સૌથી વધુ મેડલ છે. આ સિદ્ધિ માટે આપણા ખેલાડીઓને અભિનંદન. તે આપણા હૃદયને ગર્વથી ભરી દે છે.

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1940104) Visitor Counter : 160