પ્રધાનમંત્રીનું કાર્યાલય

UAEના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રી શ્રીની મુલાકાત

Posted On: 15 JUL 2023 6:06PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ 15 જુલાઇ 2023ના રોજ અબુ ધાબીમાં પ્રતિનિધિમંડળ સ્તર પર UAEના પ્રમુખ અને અબુ ધાબીના શાસક મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મુલાકાત કરી અને વન-ઓન-વન વાટાઘાટો કરી.

બંને નેતાઓએ વેપાર અને રોકાણ, ફિનટેક, ઊર્જા, રિન્યુએબલ્સ, ક્લાઈમેટ એક્શન, ઉચ્ચ શિક્ષણ અને લોકો વચ્ચેના સંબંધો સહિત દ્વિપક્ષીય ભાગીદારીના વિવિધ પરિમાણોને આવરી લેતી વ્યાપક ચર્ચાઓ કરી હતી. ચર્ચામાં પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓને પણ આવરી લેવામાં આવ્યા હતા.

બંને નેતાઓ ત્રણ મહત્વપૂર્ણ દસ્તાવેજોની આપ-લેના સાક્ષી બન્યા:

ક્રોસ બોર્ડર વ્યવહારો માટે સ્થાનિક કરન્સી (INR - AED)ના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ફ્રેમવર્કની સ્થાપના માટે RBI અને UAE સેન્ટ્રલ બેંક વચ્ચે એમઓયુ

આરબીઆઈ અને યુએઈ સેન્ટ્રલ બેંક વચ્ચે તેમની ચુકવણી અને મેસેજિંગ સિસ્ટમને એકબીજા સાથે જોડવા પર દ્વિપક્ષીય સહયોગ માટે એમઓયુ

ભારતના શિક્ષણ મંત્રાલય, શિક્ષણ અને જ્ઞાન વિભાગ, અબુ ધાબી અને આઈઆઈટી દિલ્હી વચ્ચે આઈઆઈટી દિલ્હી - અબુ ધાબી, યુએઈની સ્થાપનાના આયોજન માટે એમઓયુ

બેઠક બાદ સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. ક્લાઈમેટ ચેન્જ પર એક અલગ સંયુક્ત નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું હતું.

YP/GP/JD



(Release ID: 1939813) Visitor Counter : 148