સહકાર મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતના મહેસાણામાં દૂધસાગર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસોસિએશન દ્વારા સંચાલિત શ્રી મોતીભાઈ આર. ચૌધરી સાગર સૈનિક સ્કૂલનો વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા શિલાન્યાસ કર્યો


આ સૈનિક સ્કૂલ માત્ર ઉત્તર ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર દેશના બાળકો માટે સેનામાં જોડાવા માટેનો સરળ અને સુલભ માર્ગ બની જશે

જાહેર જીવનમાં આદર્શ કાર્યકર કેવો હોય છે, જમીની સ્તરે તેમનું વ્યક્તિત્વ કેવું હોય છે, આ જાણવા માટે મોતીભાઈ ચૌધરીના જીવનને સમજવું પડશે

શ્રી મોતીભાઈ આર. ચૌધરીજીએ ગાંધીનગરના પશુપાલકો અને ખાસ કરીને ચૌધરી સમાજની બહેનો માટે આજીવિકાનું સાધન બનાવીને આ દૂધસાગર ડેરીનું નામ સાર્થક કર્યું છે

છેલ્લા 9 વર્ષોમાં, શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના પ્રધાનમંત્રી તરીકે દેશને માત્ર સુરક્ષિત અને વિકસિત જ બનાવ્યો નથી, પરંતુ વિશ્વમાં ભારતને ગૌરવ અપાવવાનું કાર્ય પણ કર્યું છે

નાનામાં નાની વ્યક્તિને પણ સહકારી ચળવળ સાથે જોડીને દેશના વિકાસ સાથે જોડવાનું અને તેનું જીવનધોરણ ઊંચું લાવવાનું કામ મોદી સરકારે કર્યું છે

પ્રધાનમંત્રી મોદી સહકારી સંસ્થાઓ, કોર્પોરેટ વર્ગના લોકો અને NGO વગેરેને લઈને દેશને મોટા પાયે આગળ લઈ જવા માટે કામ કરી રહ્યા છે

પ્રધાનમંત્રીએ પીપીપી મોડલ પર દેશમાં 100 સૈનિક શાળાઓ હોવાનું આહ્વાન કર્યું હતું અને આજે મોદીજીના આહ્વાન બાદ અહીં 20મી સૈનિક સ્કૂલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે

Posted On: 04 JUL 2023 4:10PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતના મહેસાણામાં દૂધસાગર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસોસિએશન દ્વારા સંચાલિત શ્રી મોતીભાઈ આર. ચૌધરી સાગર સૈનિક સ્કૂલનો વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા શિલાન્યાસ કર્યો હતો.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001VZQH.jpg

આ પ્રસંગે તેમના સંબોધનમાં શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે શ્રી મોતીભાઈ આર. ચૌધરીજીએ દાયકાઓથી ગાંધીનગરના પશુપાલકો અને ખાસ કરીને ચૌધરી સમાજની બહેનો માટે આજીવિકાનું સાધન બનાવીને આ દૂધસાગર ડેરીનું નામ રોશન કર્યું છે. તેમણે કહ્યું કે શ્રી મોતીભાઈના નેતૃત્વમાં આ દૂધસાગર ડેરીએ ઘણા મુશ્કેલ તબક્કાઓ પાર કર્યા છે. તેમણે કહ્યું કે ત્રિભુવનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શ્રી મોતીભાઈના યોગદાનથી ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લા બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં દૂધ ઉત્પાદન શરૂ થયું છે. શ્રી શાહે કહ્યું કે જાહેર જીવનમાં આદર્શ કાર્યકર કેવો હોય છે, જમીની સ્તરે તેનું વ્યક્તિત્વ કેવું હોય છે તે જાણવા માટે મોતીભાઈ ચૌધરીના જીવનને સમજવું પડશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002639E.jpg

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે આજે અહીં મોતીભાઈ ચૌધરી સાગર સૈનિક સ્કૂલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે અને આ સૈનિક સ્કૂલ માત્ર ઉત્તર ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર દેશના બાળકો માટે સેનામાં જોડાવા માટેનો સરળ અને સુલભ માર્ગ બનશે. તેમણે કહ્યું કે આ શાળામાં ભણનારા બાળકો સેનામાં જશે, તેઓ દેશભક્તિ અને દેશની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરશે અને જે લોકો નાગરિક જીવન જીવશે, તેઓ સારા નાગરિકના રૂપમાં પોતાના જીવનમાં દેશભક્તિના સંસ્કારને કાયમ માટે સ્કૂલના માધ્યથી સિંચિત કરી શકશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0033N97.jpg

શ્રી અમિત શાહે કહ્યું કે શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના પ્રધાનમંત્રી તરીકે છેલ્લા 9 વર્ષમાં માત્ર દેશને સુરક્ષિત અને વિકસિત બનાવ્યો જ નથી, પરંતુ વિશ્વમાં ભારતને ગૌરવ અપાવવાનું કામ પણ કર્યું છે. તેમણે કહ્યું કે પહેલા સરકારો વિકાસના કામોની જવાબદારી એકલા હાથે લેતી હતી, તેથી જ વિકાસની ગતિ ધીમી હતી. શ્રી શાહે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સહકારી સંસ્થાઓ, કોર્પોરેટ વર્ગના લોકો અને એનજીઓ વગેરેને મોટા પાયે સાથે લઈને દેશના વિકાસ માટે પ્રયાસો કર્યા છે. તેમણે કહ્યું કે એ જ રીતે પ્રધાનમંત્રીએ પીપીપી મોડલ પર દેશમાં 100 સૈનિક શાળાઓ હોવાનું આહ્વાન કર્યું હતું અને આજે મોદીજીના આહ્વાનને પગલે અહીં 20મી સૈનિક શાળાનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં જળક્રાંતિ લાવવાનું કામ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. તેમણે કહ્યું કે મોદીજીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે ઉત્તર ગુજરાતને બચાવવા માટે અનેક પગલાં લીધાં છે. તેમણે કહ્યું કે મોદીજીએ નર્મદાનું પાણી લાવવાનું, નવી યોજનાઓ લાવવાનું અને વિવિધ યોજનાઓ દ્વારા સમુદ્રનું પાણી ગુજરાતમાં લાવવાનું કામ કર્યું. શ્રી શાહે જણાવ્યું હતું કે, સુજલામ સુફલામ યોજનાએ ઉત્તર ગુજરાતમાં જળસ્તર ઉંચુ લાવવાનું કામ કર્યું છે અને જળસ્તર ઉંચુ કરીને ખેડૂતોને ખેતીમાં ફાયદો થયો છે અને પશુપાલકોની અનેક સમસ્યાઓ હલ થઈ છે. તેમણે કહ્યું કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ ગ્રામીણ વિસ્તારના લાખો લોકોની આ તમામ સમસ્યાઓના નિરાકરણનું કામ કર્યું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004V4F3.jpg

શ્રી અમિત શાહે કહ્યું કે આ સૈનિક શાળા જ્ઞાન, સંરક્ષણ, બહાદુરી અને દેશભક્તિની ભાવના સાથે ઘણા બાળકોના જીવનમાં નવો પ્રકાશ લાવવાનું કામ કરશે. તેમણે કહ્યું કે વર્ષ 2022-23માં 50 કેડેટ્સ અને 2023-24માં 55 કેડેટ્સની ભરતી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અઘરી નિત્યક્રમ સાથે અહીં ભણતા બાળકો યજ્ઞમાં પોતાનું બલિદાન આપીને ભારત માતાની સેવા માટે તૈયાર થશે અને ભારતને મજબૂત બનાવવા માટે કામ કરશે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે આજે અહીં શબ્દ મોતી પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું છે, જે મોતીભાઈના જીવનને સમજવામાં મદદરૂપ સાબિત થશે. તેમણે કહ્યું કે મોતીભાઈનું જીવન હંમેશા યુવાનો અને કિશોરો માટે પ્રેરણાસ્ત્રોત રહ્યું છે. તેમણે કહ્યું કે મહેસાણા ડેરી ખૂબ જ ઉત્સાહ સાથે આગળ વધી રહી છે અને આ ડેરી લગભગ 5 લાખ ખેડૂતોની આજીવિકા બની છે. તેમણે કહ્યું કે, મહેસાણા ડેરીએ પણ ચૌધરી સમાજ, ચૌધરી સમાજની બહેનો અને ઠાકોર સમાજને એક સાથે જોડવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે ડેરીના સ્થાપક માનસિંહજીએ એવું સ્વપ્ન જોયું હતું કે ડેરી દ્વારા અનેક મંડળીઓને આજીવિકા મળે અને તે સ્વપ્નને આગળ લઈ જવાનું કામ આજે થઈ રહ્યું છે. શ્રી શાહે જણાવ્યું હતું કે માનસિંહ ભાઈ ડેરી અને ફૂડ ઈન્સ્ટીટ્યુટ એન્ડ ટેક્નોલોજીમાંથી પાસ આઉટ થયેલા અનેક યુવાનો ડેરી ટેકનોલોજી ક્ષેત્રે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં ખૂબ જ સારું કામ કરી રહ્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005YI1L.jpg

શ્રી અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સહકાર મંત્રાલયની સ્થાપના કરી અને ત્યાર બાદ તેમણે લોકોને સહકાર દ્વારા સમૃદ્ધિનો મંત્ર આપ્યો. તેમણે કહ્યું કે, મોદી સરકારે નાનામાં નાના વ્યક્તિને પણ સહકારી ચળવળ સાથે જોડીને દેશના વિકાસ સાથે જોડવાનું અને તેનું જીવનધોરણ ઊંચું લાવવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં દેશના ડેરી ક્ષેત્રમાં ઘણી નવી શરૂઆત થવા જઈ રહી છે.

YP/GP


(Release ID: 1937337) Visitor Counter : 228