આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ

સરકારે ખાંડની સીઝન 2023-24 માટે ખાંડ મિલો દ્વારા શેરડીના ખેડૂતોને ચૂકવવામાં આવતા શેરડીના વાજબી અને વળતરદાયક ભાવને મંજૂરી આપી


શેરડીના ખેડૂતો માટે અત્યાર સુધીની સૌથી વધુ વાજબી અને વળતરદાયક કિંમત રૂ.315/ક્વિન્ટલ મંજૂર કરવામાં આવી

ભારત સરકાર ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે કટિબદ્ધ છે

આ નિર્ણયથી શેરડીના 5 કરોડ ખેડૂતો (ગન્ના કિસાન) અને તેમના આશ્રિતોને તેમજ ખાંડ મિલોમાં કામ કરતા 5 લાખ કામદારોને અને સંબંધિત આનુષંગિક પ્રવૃત્તિઓને લાભ

Posted On: 28 JUN 2023 3:52PM by PIB Ahmedabad

શેરડીના ખેડૂતો (ગન્ના કિસાન)નાં હિતને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો અંગેની કૅબિનેટ સમિતિએ ખાંડની સીઝન 2023-24 (ઑક્ટોબરથી સપ્ટેમ્બર) માટે શેરડીના વાજબી અને વળતરદાયક ભાવ (એફઆરપી)ને 10.25 ટકાના મૂળભૂત વસૂલાત દર- બેઝિક રિકવરી રેટ માટે રૂ. 315/ક્વિન્ટલ મંજૂર કર્યા છે. 10.25 ટકાથી વધુના રિકવરીમાં પ્રત્યેક 0.1 ટકાના વધારા માટે રૂ.3.07/ક્વિન્ટલનું પ્રીમિયમ આપવા અને રિકવરીમાં દર 0.1 ટકાના ઘટાડા માટે એફઆરપીમાં રૂ.3.07/ક્વિન્ટલનો ઘટાડો કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે.

આ ઉપરાંત શેરડીના ખેડૂતોનાં હિતોનું રક્ષણ કરવાના હેતુથી સરકારે એવો પણ નિર્ણય કર્યો છે કે ખાંડની મિલો જ્યાં રિકવરી 9.5 ટકાથી ઓછી હોય તેવા કિસ્સામાં કોઈ કપાત કરવામાં આવશે નહીં. આ પ્રકારના ખેડૂતોને ખાંડની ચાલુ ખાંડની સીઝન 2022-23માં રૂ. 282.125/ક્વિન્ટલ સામે આગામી સીઝન 2023-24માં શેરડી માટે રૂ. 291.975/ક્વિન્ટલ મળશે.

ખાંડની સીઝન 2023-24 માટે શેરડીનાં ઉત્પાદનનો ખર્ચ રૂ.157/ક્વિન્ટલ છે. 10.25 ટકાના રિકવરી રેટ પર 315 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની આ એફઆરપી ઉત્પાદન ખર્ચ કરતા 100.6 ટકા વધુ છે. ખાંડની સીઝન 2023-24 માટે એફઆરપી વર્તમાન ખાંડની સીઝન 2022-23 કરતા 3.28% વધારે છે.

          મંજૂર કરાયેલી એફઆરપી ખાંડની મિલો દ્વારા ખાંડની સીઝન 2023-24 (1 ઑક્ટોબર, 2023થી શરૂ કરીને) ખેડૂતો પાસેથી શેરડીની ખરીદી માટે લાગુ પડશે. ખાંડ ક્ષેત્ર એક મહત્વપૂર્ણ કૃષિ-આધારિત ક્ષેત્ર છે જે ખેત મજૂરી અને પરિવહન સહિત વિવિધ આનુષંગિક પ્રવૃત્તિઓમાં કાર્યરત લોકો ઉપરાંત આશરે 5 કરોડ શેરડીના ખેડૂતો અને તેમના આશ્રિતો અને ખાંડ મિલોમાં સીધા કાર્યરત આશરે 5 લાખ કામદારોની આજીવિકાને અસર કરે છે.

          એફઆરપીને કૃષિ ખર્ચ અને કિંમત માટેનાં પંચ (સીએસીપી)ની ભલામણોને આધારે તથા રાજ્ય સરકારો અને અન્ય હિતધારકો સાથે ચર્ચાવિચારણા કર્યા પછી નક્કી કરવામાં આવી છે. ખાંડની સીઝન 2013-14થી સરકારે જાહેર કરેલી એફઆરપીની વિગતો નીચે મુજબ છેઃ

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0017W1Z.png

પશ્ચાદભૂમિકા:

          ચાલુ ખાંડની સીઝન 2022-23માં ખાંડ મિલો દ્વારા રૂ.1,11,366 કરોડની કિંમતની આશરે 3,353 લાખ ટન શેરડી ખરીદવામાં આવી હતી, જે લઘુત્તમ ટેકાના ભાવે ડાંગરના પાકની ખરીદી બાદ બીજા ક્રમે છે. સરકાર તેનાં ખેડૂત તરફી પગલાં દ્વારા સુનિશ્ચિત કરશે કે શેરડીના ખેડૂતોને સમયસર તેમની બાકી નીકળતી રકમ મળી રહે.

છેલ્લાં પાંચ વર્ષમાં જૈવિક બળતણ ક્ષેત્ર તરીકે ઇથેનોલની વૃદ્ધિએ શેરડીના ખેડૂતો અને ખાંડનાં ક્ષેત્રને પૂરતો ટેકો આપ્યો છે, કારણ કે શેરડી/ખાંડને ઇથેનોલમાં પરિવર્તિત કરવાથી તેમજ ઝડપી ચુકવણીને કારણે, કાર્યકારી મૂડીની જરૂરિયાતોમાં ઘટાડો અને મિલો પાસે ઓછી વધારાની ખાંડને કારણે ભંડોળ અટકવામાં ઘટાડો થવાને કારણે ખાંડની મિલોની નાણાકીય સ્થિતિ વધુ સારી થઈ છે, જેથી તેઓ શેરડીની બાકી નીકળતી રકમની સમયસર ચુકવણી કરવા સક્ષમ બન્યાં છે. વર્ષ 2021-22 દરમિયાન ખાંડની મિલો/ડિસ્ટિલરીઓ દ્વારા ઇથેનોલનાં ઓએમસીને વેચાણમાંથી આશરે રૂ.20,500 કરોડની આવક થઈ છે, જેનાં કારણે તેઓ ખેડૂતોની શેરડીની બાકી નીકળતી રકમ ચુકવવા સક્ષમ બન્યાં છે.

          ઇથેનોલ બ્લેન્ડેડ વિથ પેટ્રોલ (ઇબીપી) કાર્યક્રમે વિદેશી હૂંડિયામણની બચત કરવાની સાથે-સાથે દેશની ઊર્જા સુરક્ષાને મજબૂત કરી છે અને આયાતી અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભરતામાં ઘટાડો કર્યો છે, જેથી પેટ્રોલિયમ ક્ષેત્રમાં ભારતનાં લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદ મળશે. વર્ષ 2025 સુધીમાં 60 એલએમટીથી વધારે વધારાની ખાંડને ઇથેનોલમાં વાળવાનું લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યું છે, જે ખાંડની ઊંચી ઇન્વેન્ટરીઝની સમસ્યાનું સમાધાન કરશે, મિલોની પ્રવાહિતામાં સુધારો કરશે, જેથી ખેડૂતોની શેરડીની બાકી નીકળતી રકમની સમયસર ચુકવણી કરવામાં મદદ મળશે અને ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકોનું સર્જન પણ થશે. પેટ્રોલ સાથે ઇથેનોલનો ઉપયોગ પ્રદૂષણ ઘટાડશે અને હવાની ગુણવત્તામાં સુધારો કરશે.

          સરકારની સક્રિય અને ખેડૂતલક્ષી નીતિઓને કારણે ખાંડ ક્ષેત્રના ખેડૂતો, ગ્રાહકો તેમજ કામદારોનાં હિતને પ્રોત્સાહન મળ્યું છે, જેણે 5 કરોડથી વધુ વ્યક્તિઓની સીધી આજીવિકામાં સુધારો કર્યો છે અને તમામ ગ્રાહકો માટે ખાંડને સસ્તી બનાવી છે. સરકારની સક્રિય નીતિઓનાં પરિણામે ખાંડ ક્ષેત્ર હવે આત્મનિર્ભર બન્યું છે.

          ભારત હવે વૈશ્વિક ખાંડનાં અર્થતંત્રમાં નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યું છે કારણ કે તે વિશ્વમાં ખાંડનો બીજો સૌથી મોટો નિકાસકાર છે. ખાંડની ઋતુ 2021-22માં ભારત ખાંડનો સૌથી મોટો ઉત્પાદક દેશ પણ બની ગયો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભારત 2025-26 સુધીમાં વિશ્વમાં ત્રીજો સૌથી મોટો ઇથેનોલ ઉત્પાદક દેશ બની જશે.

YP/GP/JD

 

 



(Release ID: 1935930) Visitor Counter : 295