માહિતી અને પ્રસારણ મંત્રાલય

કેન્દ્ર સરકારનાં 9 વર્ષ અંગેના રાષ્ટ્રીય કૉન્ક્લેવમાં થીમ ‘ઈન્ડિયા: સર્જિંગ અહેડ’ પર વિસ્તૃત પેનલ ચર્ચા થઈ


બિઝનેસીસને નિર્ણાયક નેતૃત્વની જરૂર હોય છે અને લાંબા સમય પછી આપણી પાસે એક એવા નેતા છે, જે વૈશ્વિક નેતા તરીકે ઓળખાય છે અને જે ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે કટિબદ્ધ છેઃ શ્રી સુનિલ ભારતી મિત્તલ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કુશળ વ્યવસ્થાપનને કારણે ભારત કોવિડ કટોકટીનો સામનો કરવામાં અલગ તરી આવ્યું: શ્રીમતી સંગીતા રેડ્ડી

કેન્દ્ર સરકારે અશક્યની કલ્પના કરવાનું અને તેને અસરકારક રીતે પહોંચાડવાનું દર્શાવ્યું છે અને આ જ આ સરકારનો વાસ્તવિક કાર્યક્ષમતા સૂચકાંક છેઃ શ્રી સુરજીત ભલ્લા

જેએએમ ત્રિપૂટી કાર્યક્રમે બૅન્કિંગને પાયાનાં સ્તરે લઈ જવા આપણને સક્ષમ બનાવ્યા છે: શ્રીમતી દેબજાની ઘોષ

Posted On: 27 MAY 2023 6:26PM by PIB Ahmedabad

કેન્દ્ર સરકારનાં 9 વર્ષ પૂર્ણ થતાં માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં "સેવા, સુશાસન, ગરીબ કલ્યાણનાં 9 વર્ષ," થીમ સાથે રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કૉન્ક્લેવના ભાગરૂપે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નિર્ણાયક નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારની વિવિધ સિદ્ધિઓ તથા રાષ્ટ્રની ઝડપથી પ્રગતિ અને જનતાની સુખાકારી માટે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા સતત પ્રયાસો અંગે ચર્ચા કરવા માટે માનનીય પેનલિસ્ટ્સ સાથે ત્રણ વિષયગત સત્રો યોજાયાં હતાં. પ્રથમ સત્ર 'ઇન્ડિયા: સર્જિંગ અહેડ' થીમ પર હતું. આ સત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે કેવી રીતે ભારતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં કુશળ નેતૃત્વ હેઠળ એક અગ્રણી વૈશ્વિક નેતા તરીકે નોંધપાત્ર પરિવર્તન કર્યું છે.

આ અધિવેશનનું સંચાલન પ્રસિદ્ધ પત્રકાર શ્રી નીતિન ગોખલેએ કર્યું હતું અને તેમાં ભારતી એન્ટરપ્રાઈઝીસના સ્થાપક ચેરમેન શ્રી સુનિલ ભારતી મિત્તલ, એપોલો હૉસ્પિટલનાં જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી સંગીતા રેડ્ડી, નાસ્કોમનાં પ્રમુખ શ્રીમતી દેબજાની ઘોષ, આઈએમએફ ઈન્ડિયાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી સુરજીત ભલ્લા, સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા ગ્રુપ ચીફ ઈકોનોમિક એડવાઈઝર શ્રી સૌમ્યા કાંતિ ઘોષ અને ઇન્ડિયન વિમેન ઇન્સ્ટિટ્યૂશનલ લીગ (આઇડબલ્યુઆઇએલ) ઇન્ડિયાનાં સ્થાપક અને પ્રમુખ શ્રીમતી દીપા સાયલ સહિત વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત વક્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.  .

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001DJGC.jpg

શ્રી ગોખલેએ આ સત્રની પૃષ્ઠભૂમિ નક્કી કરતાં કહ્યું હતું કે, "ભારતે પરિવર્તનનાં માર્ગે અગ્રેસર કર્યું છે, જે દાયકાઓથી એકસાથે જોવા મળ્યું નથી અને વૈશ્વિક સ્તરે ભારતની સ્થિતિ વધી છે." તેમણે કહ્યું કે "મોર્ગન સ્ટેનલીએ નવેમ્બર 2022માં કહ્યું હતું કે આ ભારતનો દશકો બનવા જઈ રહ્યો છે. આઇએમએફે એપ્રિલ, 2023માં આગાહી કરી હતી કે, ભારત દુનિયામાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવશે. ભારત આગળ વધી રહ્યું છે અને વિશ્વ વ્યવસ્થાને સંતુલિત કરવામાં આગેવાની લઈ રહ્યું છે અને તેથી આ સંમેલન આનાથી વધુ સારા સમયે આવી શક્યું ન હોત."

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સુશાસનના દાયકા વિશે વાત કરતા શ્રી સુનિલ ભારતી મિત્તલે કહ્યું કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં તફાવત આપણે સૌએ અનુભવ્યો છે અને જોયો છે. તેમણે કહ્યું કે બિઝનેસીસને નિર્ણાયક નેતૃત્વની જરૂર હોય છે અને લાંબા સમયગાળા પછી આપણને એવા નેતા મળ્યા છે જે એક વૈશ્વિક નેતા તરીકે ઓળખાય છે અને ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે કૃતસંકલ્પ છે. ટેલિકોમ ક્ષેત્ર વિશે વાત કરતા તેમણે કહ્યું કે સૌથી ઝડપી 5જીની શરૂઆત ભારતે કરી છે અને માર્ચ 2024 સુધીમાં ભારતમાં દેશના દરેક ખૂણે ખૂણે 5જી હશે. તેમણે ઉમેર્યું હતું કે, "સરકારે સુધારાઓ કરવા અને દેશની જનતાને લાભો અપાવવા માટે ટેક્નૉલોજીની શક્તિનો ઉપયોગ સૌથી વધુ લાભ માટે કર્યો છે." તેમણે કહ્યું હતું કે, આપણે અદ્‌ભૂત 9 વર્ષ જોયાં છે અને થોડાં વર્ષો અગાઉ મુશ્કેલ કાર્ય જેવું લાગતું 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થાનું બહાદુરીભર્યું લક્ષ્ય અત્યારે નજરમાં છે અને આપણે તેને 2027 સુધીમાં હાંસલ કરવા સક્ષમ બનવા જોઈએ.

એપોલો હૉસ્પિટલનાં જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી સંગીતા રેડ્ડીએ કોવિડ મહામારી સામે લડવા માટે ભારતે કેવી રીતે વિસ્તૃત અને અસરકારક યોજના બનાવી તે વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણો દેશ એક એવી કટોકટીનો સામનો કરવામાં અલગ તરી આવ્યો છે, જેણે ઘણા દેશોનો સફાયો કરી નાખ્યો હતો અને તે આપણા પ્રધાનમંત્રી અને સરકાર દ્વારા પરિસ્થિતિનાં કુશળ સંચાલનને કારણે થયું હતું. તેમણે જનતા કર્ફ્યુની પ્રશંસા કરી હતી, જેણે જરૂરી માળખાગત સુવિધાઓ સ્થાપિત કરવા માટે સમય અને અવકાશ પૂરો પાડ્યો અને મહામારીને અસરકારક રીતે પહોંચી વળવામાં મદદ કરી હતી. કોવિડ રસીઓ વિશે વાત કરતા, તેમણે કહ્યું હતું કે "તે પ્રશંસનીય છે અને ભારત અને આપણા પ્રધાનમંત્રીની વૈશ્વિક વિચાર પ્રક્રિયાનું પ્રતિબિંબ છે કે વિશ્વની 50% રસીઓ ભારતમાં બનાવવામાં આવી હતી અને તેણે અભૂતપૂર્વ ધોરણે રસી મુત્સદ્દીગીરી ઊભી કરી હતી.". તેમણે જણાવ્યું હતું કે સરકારનો અભિગમ "સારી રીતે સંકલિત, અદ્‌ભૂત રીતે માસ્ટરમાઇન્ડ વ્યૂહરચના હતી, જેને શક્તિશાળી રીતે અમલમાં મૂકવામાં આવી હતી". તેમણે વધુમાં ઉમેર્યું હતું કે "આ પાયો ભારતમાં સારી રીતે સ્થાપિત છે અને ભારત માત્ર તેના પોતાના લોકોની સારી સંભાળ લઈ શકે તેમ નથી, પરંતુ તે વિશ્વનું તબીબી પર્યટન સ્થળ બની ગયું છે, હાલમાં આપણે ચોથા નંબર પર છીએ પરંતુ હું માનું છું કે ટૂંક સમયમાં આપણે નંબર 2 બની જઈશું". તેમણે યુવાનોને યોગ, આયુષનો ઉપયોગ કરવા અને તેમનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા વિનંતી કરી હતી, કારણ કે ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે અને તે યુવા પેઢીનું છે.

આઇએમએફ ઇન્ડિયાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી સુરજીત ભલ્લાએ શરૂઆતમાં જ જણાવ્યું હતું કે આઘાતજનક કોવિડ સમયગાળા દરમ્યાન ભારત વિશ્વમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર અર્થતંત્ર તરીકે ઉભરી આવ્યું છે. ગરીબી ઘટાડા વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે, "સરકારની સંપૂર્ણ પ્રક્રિયા એ સુનિશ્ચિત કરવા તરફ સજ્જ હતી કે ઓછામાં ઓછી અડધી વસ્તીને કોવિડનાં પરિણામે કોઈ મુશ્કેલી ન પડે." તેમણે ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચરની કાયાપલટ વિશે વાત કરી હતી અને કહ્યું કે તેઓ એ જોવા એક અભ્યાસ પર કામ કરી રહ્યા છે કે છેલ્લાં 9 વર્ષોમાં વિશ્વમાં કોઇ પણ અર્થતંત્રએ આવી કાયાપલટ કરી બતાવી છે કે કેમ. તેમણે ઉમેર્યું હતું કે, આ સરકારે સૌપ્રથમ, અશક્યની કલ્પના કરવા અને બીજું, તેને અસરકારક રીતે પહોંચાડવાનું દર્શાવ્યું છે અને આ જ આ સરકારનો વાસ્તવિક કામગીરી સૂચકાંક છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય નવીનતા ખરેખર વિશિષ્ટ છે, ભારતીય છે અને દુનિયાના કોઈ પણ દેશ કરતાં શ્રેષ્ઠ છે તથા ભારતનાં પરિવર્તનની ગતિ વિશે પુસ્તકો લખવામાં આવશે.

નાસ્કોમનાં પ્રમુખ શ્રીમતી દેબજાની ઘોષે જણાવ્યું હતું કે 2008માં માત્ર 17 ટકા ભારતીયો પાસે જ બૅન્ક ખાતાં હતાં અને એક અભ્યાસમાં કહેવામાં આવ્યું હતું કે 80 ટકા પ્રવેશ હાંસલ કરવામાં ભારતને 46 વર્ષ લાગશે, પરંતુ ભારતને તે કરવામાં માત્ર 7 વર્ષનો સમય લાગ્યો. ભારત શા માટે આવું કરી શક્યું અને યથાવત્ સ્થિતિને વિક્ષેપિત કરી શક્યું એનું કારણ ટેક્નૉલોજી, આધાર, ઇન્ડિયા સ્ટેક, ડિજિટલ પેમેન્ટ અને સૌથી જિનિયસ ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝન પ્રોગ્રામ જન ધન યોજના છે. તેમણે જણાવ્યું હતું કે "જેએએમ ત્રિપૂટી પ્રોગ્રામે આપણને બૅન્કિંગને પાયાનાં સ્તરે લઈ જવા માટે સક્ષમ બનાવ્યા છે. ટેક્નૉલોજી બધાને માટે પ્રાપ્ય છે, પરંતુ ભારતમાં જે બાબતે તફાવત પાડ્યો તે હતી પ્રતિભા, એ લોકો કે જેણે આપણને યથાસ્થિતિને પડકારવાને સમર્થ બનાવ્યા. આપણી ટેક ઇન્ડસ્ટ્રી 245 અબજ ડૉલરની આવક પેદા કરે છે અને વૃદ્ધિ અને ઇનોવેશનની ગતિ અભૂતપૂર્વ છે અને તે પ્રતિભા દ્વારા ચલિત છે જેણે ભારતને ઈનોવેશન હબ બનાવ્યું છે અને સ્ટાર્ટ અપ હબ બનાવ્યું છે.”  તેમણે પ્રતિપાદિત કર્યું કે ઇનોવેશનમાં આઇઅક્ષર ઇન્ડિયા માટે છે, તેણે તમામ મોટી કંપનીઓને એમનું ઇનોવેશન કરવા ભારતમાં લાવી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે “ટેક્નૉલોજી ધનિકો અને શહેરી લોકોની લક્ઝરી રહી હતી પણ ભારતે તેને સાવ માથાનાં બળે પલટી નાખી અને પાયાનાં સ્તરેથી શરૂ કરીને આગળ વધારી. બોટમ્સ ઉપર વિચારવાની ક્ષમતાએ તે શક્ય બનાવ્યું છે". તેમણે કહ્યું કે ટેક ક્ષેત્રમાં કામ કરતા 5.3 મિલિયન લોકોમાંથી 36% મહિલાઓ છે અને તેઓ પરિવર્તન અને નવીનતાને આગળ ધપાવી રહ્યાં છે.

ઇન્ડિયન વિમેન ઇન્સ્ટિટ્યૂશનલ લીગ (આઇડબલ્યુઆઇએલ) ઇન્ડિયાનાં સ્થાપક અને પ્રમુખ શ્રીમતી દીપા સયાલે જણાવ્યું હતું કે, તેમને એ વાતનો ગર્વ છે કે મારું રાષ્ટ્ર આવી ઝડપે બદલાઇ રહ્યું છે અને જે ઝડપે અને જે વ્યાપે સરકાર પરિવર્તન લાવી રહી છે, તે પ્રશંસનીય અને નિષ્કલંક છે. તેમણે જણાવ્યું હતું કે "મોર્ગન સ્ટેનલીએ કહ્યું છે કે દાયકાના અંત સુધીમાં આપણો જીડીપી બમણો થઈને ૭.૫ ટ્રિલિયન ડૉલર થઈ જશે જે ખૂબ વિશાળ છે". તેમણે કહ્યું કે હું નસીબદાર છું કે મને વિવિધ રાજ્યોમાં જવા અને સ્ટાર્ટ અપ્સ, મહિલાઓ અને બાળકો સાથે જોડાવા મળે છે, સૌ શરૂઆત કરવા અને સ્વ-રોજગારી બનવા માટે એટલા બધા ચાર્જ્ડ અપ છે. તેમણે સ્ટાર્ટ અપની અદ્‌ભૂત સફર વિશે વાત કરી હતી જે 2016માં 450થી વધીને એની સંખ્યા 2023માં 90000 સ્ટાર્ટ અપ્સ થઈ છે અને કહ્યું કે આ માટે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપવા જ જોઇએ.

સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાનાં ગ્રુપ ચીફ ઇકોનોમિક એડવાઇઝર શ્રી સૌમ્યા કાંતિ ઘોષે મુખ્ય આંકડાઓ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, "કોવિડ માનવજાત માટે સૌથી મોટો વિક્ષેપ હતો, પરંતુ ગયાં વર્ષે આપણો નોમિનલ જીડીપી 37 ટ્રિલિયન વધ્યો હતો. નાણાકીય વર્ષ 2014 - 20 અમારી સરેરાશ 14.5 ટ્રિલિયન હતી તેથી આપણે છેલ્લાં 6 વર્ષ કરતા 2.5 ગણો વધારે કર્યો છે તેથી જ રિકવરી સૌથી ઝડપી હતી. 5 ટ્રિલિયન ડૉલરનાં અર્થતંત્રનાં લક્ષ્યાંક વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, ભારતને 1 ટ્રિલિયન ડૉલરનાં અર્થતંત્ર સુધી પહોંચવામાં 57 વર્ષ લાગ્યાં હતાં અને પછી દર 7 વર્ષે આપણે 1 ટ્રિલિયન ઉમેરીએ છીએ અને હવે ધોરણ એ છે કે દર ત્રણ વર્ષે આપણે એક ટ્રિલિયન ઉમેરીએ છીએ અને છેલ્લાં બે વર્ષમાં આપણી અર્થવ્યવસ્થામાં 750 અબજનો ઉમેરો થયો છે અને એટલે જ વર્ષ 2014માં આપણે 10મા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર હતા.  2015માં આપણે 7મા ક્રમે, 2019માં આપણે છઠ્ઠા અને 2022માં આપણે 5મા અને 2026માં ચોથા અને 2028માં ત્રીજા સ્થાને હોવાનું માનવામાં આવે છે અને આ રિબાઉન્ડની દ્રષ્ટિએ સંક્રાંતિ છે. તેમણે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે વાત કરી હતી અને માહિતી આપી હતી કે, આ તમામ યોજનાઓમાં મહિલાઓની ભાગીદારી ઘણી વધારે રહી છે અને તેના કારણે મહિલા સશક્તીકરણ અને નાણાકીય સ્વતંત્રતા મળી છે. તેમણે કહ્યું હતું કે, છેલ્લાં 7 વર્ષમાં આપણી સેવા નિકાસ બમણી થઈ છે. ટૂંકમાં તેમણે કહ્યું કે તમામ સંખ્યાઓ એવા ભારત તરફ નિર્દેશ કરે છે જે સમાવિષ્ટ છે અને ઘાતાંકીય દરે વિસ્તરી રહ્યું છે.

અંતમાં, બધાએ આગામી 5-10 વર્ષોમાં ભારત માટે આગળ શું છે તે વિશે વાત કરી હતી. શ્રીમતી દીપા સયાલે જણાવ્યું હતું કે રોજગારીની ક્ષમતા એ એક તક અને પડકાર છે અને આપણે આ તકનો લાભ લેવા માટે યોગ્ય કૌશલ્ય સ્થાપિત કરવાની જરૂર છે. શ્રીમતી દેબજાની ઘોષે જણાવ્યું હતું કે, યુવાનો, પ્રતિભા, નવીનતાની શક્તિ એ સુનિશ્ચિત કરશે કે જ્યારે વિશ્વ ડિજિટલ, ટેક્નૉલોજી અને નવીનતા વિશે વિચારશે, ત્યારે દુનિયા ભારત વિશે વિચારશે. શ્રી સુનિલ મિત્તલે જણાવ્યું હતું કે, "આપણા દેશનાં ઉજ્જવળ ભવિષ્યનો પાયો છેલ્લાં 9 વર્ષમાં નંખાયો છે અને આપણે જે કરવાની જરૂર છે તેના પર નિર્માણ કરવાની જરૂર છે. ભારત માટે આ એક દુર્લભ તક છે, જેમાં નિર્ણાયક નેતૃત્વ અને મજબૂત ટેઇલવિન્ડ્સનો સંગમ છે અને તે ભારત માટે આનંદદાયક સ્થિતિ છે, અને આપણે આપણી વિશાળ યુવા વસતિ માટે સારું શિક્ષણ, તાલીમ અને કૌશલ્ય સુનિશ્ચિત કરવાની જરૂર છે, જે સંયુક્તપણે ભારત માટે ઉજ્જવળ ભવિષ્યને સુનિશ્ચિત કરશે." શ્રીમતી સંગીતા રેડ્ડીએ જણાવ્યું હતું કે છેલ્લાં 9 વર્ષમાં 468 અઠવાડિયા છે અને 500થી વધુ યોજનાઓ શરૂ કરવામાં આવી છે તેથી દર અઠવાડિયે 1 યોજના અને આપણી પાસે આગામી 10 વર્ષમાં આ યોજનાઓને માર્ગદર્શન આપવાનો સમય છે. તેમણે મહિલાઓનાં નેતૃત્વમાં વિકાસને પ્રોત્સાહન આપવા બદલ પ્રધાનમંત્રી શ્રી મોદીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, મહિલાઓ માટે સન્માન ભારત માટે પરિવર્તનકારી બનશે અને દુનિયા માટે એક ઉદાહરણ પ્રસ્તુત કરશે. વિચાર અને આધ્યાત્મિક અને માનવીય નેતૃત્વની દ્રષ્ટિએ ભારત હંમેશા નંબર વન છે અને રહેશે. શ્રી સુરજિત ભલ્લાએ જણાવ્યું હતું કે, ઘણું બધું હાંસલ થયું છે અને ભારતને જેની જરૂર છે તેમાં મોટા સુધારાની જરૂર છે, તે પ્રત્યક્ષ કરવેરામાં છે અને ભારત દુનિયામાં સૌથી વધુ કરવેરા ધરાવતાં અર્થતંત્રોમાંનું એક છે એમ કહીને તેમણે એવું કહીને પૂર્ણ કર્યું હતું કે, અસરકારક કરવેરાના દરને ઘટાડવામાં સુધારો થશે, જે જીડીપીમાં ઊંચો વૃદ્ધિ દર હાંસલ કરવામાં મદદરૂપ થશે.

YP/GP/JD



(Release ID: 1927761) Visitor Counter : 206