સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
76મી વિશ્વ આરોગ્ય સભા
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ “હીલ ઇન ઇન્ડિયા એન્ડ હીલ બાય ઇન્ડિયા” વિષય પર મુખ્ય સંબોધન આપ્યું
હીલ ઇન ઇન્ડિયા અને હીલ બાય ઇન્ડિયા એ ‘એક પૃથ્વી, એક આરોગ્ય’ના વિઝન પર અને વૈશ્વિક સમુદાયની સેવા કરવા પર આધારિત છે: ડૉ. મનસુખ માંડવિયા
"ભારત એ વિશ્વની સૌથી જૂની તબીબી વ્યવસ્થાઓ, આયુર્વેદનું ગૃહસ્થાન છે. તેની અનન્ય શક્તિઓ સામે આવી હોવાથી, સમગ્ર દુનિયામાં આયુષ સારવારની માંગ વધી છે”
“ભારતે કોવિડ રસીકરણની અકલ્પનીય ગતિ પ્રાપ્ત કરી છે અને ભારતમાં અત્યાર સુધીમાં 2.20 અબજ કરતાં વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ‘વેક્સિન મૈત્રી’ પહેલ દ્વારા લાખો રસીઓનો જથ્થો દુનિયાના અનેક દેશોને પહોંચાડવામાં આવ્યો છે”
प्रविष्टि तिथि:
24 MAY 2023 11:44AM by PIB Ahmedabad
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જીનીવા ખાતે યોજવામાં આવેલી 76મી વિશ્વ આરોગ્ય સભામાં “હીલ ઇન ઇન્ડિયા એન્ડ હીલ બાય ઇન્ડિયા” (ભારતમાં સારવાર, ભારત દ્વારા સારવાર) વિષય પર યોજાયેલા એક સમાંતર કાર્યક્રમના સત્રમાં મુખ્ય સંબોધન આપ્યું હતું. આ કાર્યક્રમમાં તેમની સાથે આરોગ્ય મંત્રાલયના વિશેષ સચિવ શ્રી એસ. ગોપાલકૃષ્ણન પણ જોડાયા હતા.
સભામાં ઉપસ્થિતોને સંબોધન આપતા ડૉ. માંડવિયાએ નોંધ્યું હતું કે "એક પૃથ્વી એક આરોગ્યના વિઝન સાથે અને વૈશ્વિક સમુદાયને સેવા પૂરી પાડવા માટે, ભારત સરકારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ આરોગ્ય વર્કફોર્સ મોબિલિટી અને પેશન્ટ મોબિલિટી દ્વારા સમર્થિત મૂલ્ય આધારિત આરોગ્ય સંભાળ માટે પહેલ હાથ ધરી છે.” તેમણે ઉમેર્યું હતું કે, "ભારતની વિચારધારા 'વસુધૈવ કુટુંબકમ' (વિશ્વ એક પરિવાર છે)ને ધ્યાનમાં રાખીને વિશ્વની સેવા કરવા માટે ભારતમાંથી વિશ્વના વિવિધ ભાગોમાં સ્વાસ્થ્ય કર્મચારીઓની ગતિશીલતા વધારવાના ઉદ્દેશ્ય સાથે ‘હીલ બાય ઇન્ડિયા’ (ભારત દ્વારા સારવાર) પહેલ તૈયાર કરવામાં આવી છે, જ્યારે ' હીલ ઇન ઇન્ડિયા' (ભારતમાં સારવાર) પહેલ વિશ્વને ભારતમાં "સંકલિત અને સર્વગ્રાહી સારવાર" પૂરી પાડવા માટે અને વિશ્વ કક્ષાની, સસ્તી તેમજ ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ સેવાઓ સુલભ કરાવવા માટે દર્દીની મોબિલિટી વધારવાનો એક પ્રયાસ કરે છે.
ડૉ. માંડવિયાએ માહિતી આપી હતી કે, "ભારત, સમગ્ર વિશ્વની સૌથી જૂની તબીબી વ્યવસ્થાઓ, આયુર્વેદનું ગૃહસ્થાન છે. તેની અનન્ય શક્તિઓ સામે આવી હોવાથી, સમગ્ર દુનિયામાં આયુર્વેદ, યોગ, સિદ્ધ, યુનાની અને હોમિયોપેથી જેવી આયુષ સારવારની માંગ વધી છે અને તેને પ્રોત્સાહન પણ આપવામાં આવી રહ્યું છે.”
ભારતની G20ની અધ્યક્ષતાની વિચારધાર "એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય" પર પ્રકાશ પાડતા, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો કે, "G20 આરોગ્ય ટ્રૅક હેઠળ, ભારતે એક આરોગ્ય અને એન્ટિ-માઇક્રોબાયલ પ્રતિકાર (AMR); દુનિયાભરમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં સલામત, અસરકારક, ગુણવત્તાયુક્ત અને સસ્તા તબીબી પ્રતિરોધ, એટલે કે, રસીઓ, ઉપચાર અને નિદાન અને ડિજિટલ આરોગ્ય આવિષ્કારો અને સાર્વત્રિક આરોગ્ય કવરેજમાં મદદ કરવા અને પાયાના સ્તરે આરોગ્ય સભાળ સેવાની ડિલિવરીમાં સુધારો કરવા માટેના ઉકેલોમાં સુધારો કરવા માટે વૈશ્વિક સ્તરે સહકારને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને આરોગ્ય કટોકટી, નિવારણ, પૂર્વતૈયારી અને પ્રતિભાવને પ્રાથમિકતા આપી છે.”
ભારતમાં આરોગ્ય સંભાળ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે લેવામાં આવેલા પગલાં પર ભાર મૂકતાં ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે, “ભારતે કોવિડ રસીકરણમાં અકલ્પનીય ગતિ પ્રાપ્ત કરી છે અને ભારતમાં અત્યાર સુધીમાં 2.20 અબજ કરતાં વધારે ડોઝ આપવામાં આવ્યા છે. 'રસી મૈત્રી' પહેલ દ્વારા લાખો રસીઓનો જથ્થો દુનિયાના વિવિધ દેશોમાં પહોંચાડવામાં આવ્યો છે.”
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, સ્થિતિસ્થાપક આરોગ્ય સંભાળ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા માટે, ભારતે આરોગ્ય સંભાળના તમામ પાસાઓને આવરી લેવા માટે આયુષ્માન ભારત પહેલ શરૂ કરી છે. તેમણે જણાવ્યું હતું કે "વિશ્વની સૌથી મોટી સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી આરોગ્ય વીમા યોજના એટલે કે - આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB PM- JAY)ને 2018માં શરૂ કરવામાં આવી હતી. 1,50,000 આયુષ્માન ભારત આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો (AB-HWCs) સમગ્ર ભારતમાં વ્યાપક પ્રાથમિક આરોગ્ય સંભાળ સેવાઓના વિતરણમાં પરિવર્તન લાવી રહ્યા છે. ટેકનોલોજીના ઉપયોગ દ્વારા આરોગ્ય સંભાળ ઇકોસિસ્ટમના વિવિધ હિતધારકો વચ્ચેના અંતરને દૂર કરવાનો આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM)નો મૂળ ઉદ્દેશ્ય છે. અને, પીએમ-આયુષ્માન ભારત આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશનનો ઉદ્દેશ્ય રોગ નિરીક્ષણ વ્યવસ્થા, લેબોરેટરી નેટવર્ક, સમગ્ર દેશમાં ચેપી રોગ બ્લોક્સનું નિર્માણ અને એક આરોગ્ય અભિગમ પર ભાર મૂકી સંશોધન ક્ષમતામાં વધારો કરવાનો છે.
દુનિયાભરની આરોગ્ય સંભાળ પ્રણાલીઓ પર કોવિડ-19 મહામારીની અસર પર ભાર મૂકતા, ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે "આ મહામારીએ બતાવી દીધું છે કે આરોગ્યના જોખમો રાષ્ટ્રીય સરહદો સુધી સિમિત નથી અને તેને સંકલિત વૈશ્વિક પ્રતિસાદની જરૂર છે. આ સંદર્ભમાં કહી શકાય કે, ભારત આગળના માર્ગ તરીકે ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા સાથે આરોગ્ય સંભાળ કર્મીઓની ક્ષમતા નિર્માણના સંદર્ભમાં સમર્થન આપી રહ્યું છે.
ડૉ. માંડવિયાએ બેઠકમાં ભાગ લેવા બદલ તમામ મહાનુભાવોનો સહૃદય આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે એ વાતનો પુનરોચ્ચાર કરીને તેમના સંબોધનનું સમાપન કર્યું હતું કે "'સૌના માટે સ્વાસ્થ્ય' એ ભારતની માર્ગદર્શક વિચારધારા સાથે સંલગ્ન છે જે આપણા માનનીય પ્રધાનમંત્રી દ્વારા "સબકા સાથ, સબકા વિકાસ અને સબકા પ્રયાસ" તરીકે દર્શાવવામાં આવ્યું છે, જેનો અર્થ "સહિયારા વિકાસની દિશામાં સહિયારા પ્રયાસો દ્વારા સાથે મળીને આગળ વધવું" એવો થાય છે.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1926858)
आगंतुक पटल : 387