પ્રધાનમંત્રીનું કાર્યાલય

પીએમ 26મી એપ્રિલે સૌરાષ્ટ્ર તમિલ સંગમમના સમાપન સમારોહને સંબોધિત કરશે


એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમ પીએમના વિઝનને આગળ ધપાવે છે

તે સૌરાષ્ટ્રીયન તમિલોને તેમના મૂળ સાથે પુનઃજોડાવાની તક પૂરી પાડે છે

Posted On: 25 APR 2023 7:53PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26મી એપ્રિલે સવારે 10:30 કલાકે સૌરાષ્ટ્ર તમિલ સંગમમના સમાપન સમારોહને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરશે.

આ કાર્યક્રમની ઉત્પત્તિ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને પ્રોત્સાહન આપવાના પ્રધાનમંત્રીના વિઝનમાં રહેલી છે જે પહેલો દ્વારા બહાર લાવે છે અને દેશના વિવિધ ભાગોમાં લોકો વચ્ચેના વર્ષો જૂના સંબંધોને ફરીથી શોધવામાં મદદ કરે છે. આને ધ્યાનમાં રાખીને અગાઉ કાશી તમિલ સંગમનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર તમિલ સંગમ ગુજરાત અને તમિલનાડુ વચ્ચે સહિયારી સંસ્કૃતિ અને વારસાની ઉજવણી કરીને આ વિઝનને આગળ ધપાવે છે.

સદીઓ પહેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી ઘણા લોકો તમિલનાડુમાં સ્થળાંતર કરી ગયા હતા. સૌરાષ્ટ્ર તમિલ સંગમમે સૌરાષ્ટ્રીયન તમિલોને તેમના મૂળ સાથે પુનઃજોડાવાની તક પૂરી પાડી. 10 દિવસના સંગમમાં 3000થી વધુ સૌરાષ્ટ્રીયન તમિલો ખાસ ટ્રેનમાં સોમનાથ આવ્યા હતા. આ કાર્યક્રમ 17મી એપ્રિલે શરૂ થયો હતો, હવે તેનો સમાપન સમારોહ 26મી એપ્રિલે સોમનાથ ખાતે યોજાશે.

YP/GP/JD



(Release ID: 1919598) Visitor Counter : 195