પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડેન્માર્કના પ્રધાનમંત્રી સાથે ટેલિફોન પર વાતચીત કરી


નેતાઓએ ભારત-ડેનમાર્ક ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની પ્રગતિની સમીક્ષા કરી અને ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાન અને વધતા સહકાર પર સંતોષ વ્યક્ત કર્યો

PM ફ્રેડરિકસેને ભારતની G20 પહેલની પ્રશંસા કરી અને ડેનમાર્કના સંપૂર્ણ સમર્થનની વાત કરી

નેતાઓ આવતા વર્ષે 2024માં ભારત-ડેનમાર્ક સંબંધોની 75મી વર્ષગાંઠ ઉજવવા સંમત થયા

Posted On: 20 APR 2023 6:08PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડેનમાર્કના પ્રધાનમંત્રી સુશ્રી મેટ ફ્રેડરિકસેન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.

પીએમએ PM ફ્રેડરિકસેનને બીજી ટર્મ માટે ડેનમાર્કના પીએમ તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન પાઠવ્યા.

બંને નેતાઓએ ભારત-ડેનમાર્ક ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની પ્રગતિની સમીક્ષા કરી. તેઓએ તાજેતરના ઉચ્ચ સ્તરીય વિનિમય અને વધતા સહકાર પર સંતોષ વ્યક્ત કર્યો.

પીએમએ PM ફ્રેડરિકસેનને G20ની ભારતની હાલની પ્રેસિડન્સી અને તેની મુખ્ય પ્રાથમિકતાઓ વિશે માહિતી આપી. પીએમ ફ્રેડરિકસેને ભારતની પહેલની પ્રશંસા કરી અને ડેનમાર્કના તેમને સંપૂર્ણ સમર્થન આપ્યું.

બંને નેતાઓ આવતા વર્ષે 2024માં ભારત-ડેનમાર્ક સંબંધોની 75મી વર્ષગાંઠને યોગ્ય રીતે ઉજવવા અને તેમના સંબંધોને વધુ વૈવિધ્યસભર બનાવવાના ક્ષેત્રોની શોધ કરવા સંમત થયા હતા.

YP/GP/JD



(Release ID: 1918345) Visitor Counter : 170