પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમએ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સલીમ દુરાનીના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
02 APR 2023 10:30AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સલીમ દુરાનીના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.
એક ટ્વીટ થ્રેડમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“સલિમ દુરાનીજી ક્રિકેટના દિગ્ગજ હતા, ખુદ એક સંસ્થા સમાન હતા. તેમણે ક્રિકેટની દુનિયામાં ભારતના ઉદયમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. મેદાન પર અને મેદાનની બહાર તેઓ પોતાની સ્ટાઈલ માટે જાણીતા હતા. તેમના નિધનથી દુઃખી. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. તેમના આત્માને શાંતિ મળે.”
“સલિમ દુરાનીજીનો ગુજરાત સાથે ખૂબ જૂનો અને મજબૂત નાતો હતો. તેઓ થોડા વર્ષો સુધી સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે રમ્યા હતા. તેમણે ગુજરાતને પોતાનું ઘર પણ બનાવ્યું હતું. મને તેમની સાથે વાર્તાલાપ કરવાની તક મળી છે અને તેમના બહુપક્ષીય વ્યક્તિત્વથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું. તેઓ ચોક્કસપણે યાદ આવશે. ”
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સલીમ દુરાની સાથેની તેમની મુલાકાતની ઝલક પણ શેર કરી હતી.
GP/JD
(रिलीज़ आईडी: 1913040)
आगंतुक पटल : 226
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam