પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

પ્રધાનમંત્રીએ સંરક્ષણ નિકાસ અત્યાર સુધીની ઉચ્ચતમ સ્તરે પહોંચવાની પ્રશંસા કરી

Posted On: 01 APR 2023 9:10AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એ હકીકતને બિરદાવી છે કે નાણાકીય વર્ષ 2022-2023માં ભારતની સંરક્ષણ નિકાસ રૂ. 15, 920 કરોડની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી છે.

રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહની જાહેરાતના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"ઉત્તમ! ભારતની પ્રતિભા અને 'મેક ઇન ઇન્ડિયા' પ્રત્યેના ઉત્સાહની સ્પષ્ટ અભિવ્યક્તિ. તે એ પણ દર્શાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં આ ક્ષેત્રમાં થયેલા સુધારા સારા પરિણામો આપી રહ્યા છે. અમારી સરકાર ભારતને સંરક્ષણ ઉત્પાદન હબ બનાવવાના પ્રયાસોને સમર્થન આપવાનું ચાલુ રાખશે. "

 

GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1912769) Visitor Counter : 122