પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી 10મી માર્ચે ડિઝાસ્ટર રિસ્ક રિડક્શનના રાષ્ટ્રીય પ્લેટફોર્મના ત્રીજા સત્રનું ઉદ્ઘાટન કરશે
સત્રની થીમ છે "બદલાતા વાતાવરણમાં સ્થાનિક સ્થિતિસ્થાપકતા બનાવવી"
प्रविष्टि तिथि:
09 MAR 2023 4:05PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10 માર્ચ, 2023ના રોજ સાંજે 4:30 વાગ્યે વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે નેશનલ પ્લેટફોર્મ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (એનપીડીઆરઆર)ના ત્રીજા સત્રનું ઉદ્ઘાટન કરશે. આ પ્લેટફોર્મના ત્રીજા સત્રની મુખ્ય થીમ એ છે કે "બદલાતા વાતાવરણમાં સ્થાનિક સ્થિતિસ્થાપકતા બનાવવી".
આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કારના વિજેતાઓને સન્માનિત કરશે. 2023 પુરસ્કારના વિજેતા ઓડિશા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ઓએસડીએમએ) અને લંગલેઈ ફાયર સ્ટેશન, મિઝોરમ છે. પ્રધાનમંત્રી આપત્તિ જોખમ ઘટાડવાના ક્ષેત્રમાં નવીન વિચારો અને પહેલ, સાધનો અને તકનીકીઓ પ્રદર્શિત કરવાના પ્રદર્શનનું ઉદઘાટન કરશે.
એનપીડીઆરઆર એ એક મલ્ટિ-સ્ટેકહોલ્ડર પ્લેટફોર્મ છે જે ભારત સરકાર દ્વારા સંવાદ, અનુભવો, મંતવ્યો, વિચારો, ક્રિયાલક્ષી સંશોધનને વહેંચવા અને આપત્તિ જોખમ ઘટાડવાના ક્ષેત્રમાં તકોનું અન્વેષણ કરવા માટે બનાવવામાં આવે છે.
YP/GP/JD
(रिलीज़ आईडी: 1905352)
आगंतुक पटल : 311
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam