પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

મન કી બાત (કડી - 98), પ્રસારણ તારીખ – 26-02-2023

Posted On: 26 FEB 2023 11:40AM by PIB Ahmedabad

મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, મન કી બાતની  ૯૮મી કડીમાં આપ સૌની સાથે જોડાઇને મને ખૂબ આનંદ આવી રહ્યો છે. સેન્ચ્યુરી તરફ વધી રહેલી મન કી બાતને તમે બધાએ, સહભાગીદારીથી અદભૂત પ્લેટફોર્મ બનાવી દીધું છે. દરમહિને લાખો સંદેશાઓમાં કેટલાય લોકોની મન કી બાત મારા સુધી પહોંચે છે. તમે તમારા મનની શક્તિને તો જાણો છો, તેવી રીતે, સમાજની શક્તિથી કેવી રીતે દેશની શક્તિ વધે, તે આપણે મન કી બાતની અલગઅલગ કડીઓમાં જોયું, સમજ્યું અને મે અનુભવ કર્યો છે, સ્વીકાર પણ કર્યો છે. મને તે દિવસ યાદ છે, જયારે આપણે મન કી બાતમાં ભારતના પરંપરાગત ખેલકૂદને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી. તે પછી તરત દેશમાં ભારતીય ખેલકૂદ સાથે જોડાવાની, તેમાં રમવાની, અને તેને શીખવાની એક લહેર વ્યાપી ગઇ હતી. મન કી બાતમાં જયારે પણ ભારતીય રમકડાંની વાત થઇ ત્યારે દેશના લોકોએ તેને પણ ઉત્સાહભેર વધાવી લીધી હતી. હવે ભારતીય