માહિતી અને પ્રસારણ મંત્રાલય
સ્વરાજ સિરિયલ ડીડી નેશનલ પર બિંજ વોચ મોડમાં ટેલિકાસ્ટ થશે
Posted On:
08 FEB 2023 3:09PM by PIB Ahmedabad
ડીડી નેશનલ શનિવાર અને રવિવારના રોજ 11મી ફેબ્રુઆરી 2023થી બપોરે 1 વાગ્યાથી ‘સ્વરાજ’ સિરિયલનું બિંજ વોચ મોડમાં પ્રસારણ કરશે.
ટેલિકાસ્ટ શેડ્યૂલ નીચે મુજબ છે.
એપિસોડ નં.
|
મુખ્ય પાત્ર/ઘટના/સ્થળ
|
સમયગાળો
|
પ્રસારણની તારીખ
|
1 થી 3
|
- • વાસ્કો ડી ગામા
- • વિજય નગર
- • રાની અબક્કા
|
- 1498 – 24 ડિસે. 1524
- 1336 – 1646
- 1525 – 1570
|
11.02.2023
|
4 થી 6
|
- • શિવપ્પા નાઈક
- • શિવાજી
- • કાન્હોજી આંગ્રે
|
- 1645 – 1660
- 1674 – 3 એપ્રિલ 1680
- 1689 – 1729
|
12.02.2023
|
7 થી 9
|
- • બાજી રાવ
- • ચીમાજી અપ્પા
- • EIC – ફ્રેન્ચ
|
- 17 એપ્રિલ 1720 – 28 એપ્રિલ 1740
- 1707 – 1740
- 1664 – 1794
|
18.02.2023
|
10 થી 12
|
- • EIC – બ્રિટિશ
- • માર્તંડ વર્મા
- • પ્લાસીનું યુદ્ધ
|
- 1600 – 1 જૂન 1874
- 1706 – 7 જુલાઈ 1758
- 23 જૂન 1757
|
19.02.2023
|
13 થી 15
|
- • પુલી તેવર
- • રાની વેલુ નાચીયાર
- • વીરપાંડિયા કટ્ટબોમન
|
- 1715 – 1767
- 3 જાન્યુ. 1730 – 25 ડિસે. 1716
- 1760 – 16 ડિસે. 1799
|
25.02.2023
|
16 થી 18
|
- • પઝહસી રાજા
- • સન્યાસી ચળવળ
- • બક્ષી જગબંધુ પાઈકા નેતાઓ
|
- 1774 – 30 નવે. 1805
- 1770
- May 1817 – ડિસે.
1818
|
26.02.2023
|
19 થી 21
|
- • વઝીર અલી
- • વેલુ થમ્પી દલવા
- • તિલકા માંઝી
|
- 19 એપ્રિલ 1780 – 15 મે 1817
- 1802 – 17 જુલાઈ 1835
- 29 ડિસે. 1856 – 13 ઓગસ્ટ 1891
|
04.03.2023
|
22 થી 24
|
- હાથરસ બળવો (રાજા દયારામ)
- • યુ તિરોટ સિંઘ
- • સિધો કાનો મુર્મુ
|
- 1818
- 1802-17 જુલાઈ 1835
- 1855-56
|
05.03.2023
|
'સ્વરાજ - ભારત કે સ્વતંત્રતા સંગ્રામ કી સમગ્ર ગાથા', 75-એપિસોડનો મેગા શો છે જે 15મી સદીથી વાસ્કો-દ-ગામા ભારતમાં આવ્યો ત્યારથી લઈને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ભવ્ય ઈતિહાસને દર્શાવે છે. આ સીરીયલ ભારતીય ઈતિહાસના અનેક પાસાઓ દર્શાવે છે જેમાં સ્વાતંત્ર્ય સંગ્રામના ઓછા જાણીતા નાયકોના જીવન અને બલિદાન દર્શાવવામાં આવ્યા છે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર અને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગનની હાજરીમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ દ્વારા 5મી ઓગસ્ટ, 2022ના રોજ સ્વરાજ સિરિયલ શરૂ કરવામાં આવી હતી. સીરીયલનું ટેલિકાસ્ટ 14મી ઓગસ્ટ 2022 ના રોજ DD નેશનલ પર હિન્દીમાં અને ત્યારબાદ દૂરદર્શનના પ્રાદેશિક નેટવર્ક પર નવ પ્રાદેશિક ભાષાઓ (તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી, ગુજરાતી, બંગાળી, ઉડિયા અને આસામી) માં શરૂ થયું. હિન્દીમાં સ્વરાજનો દરેક તાજો એપિસોડ ડીડી નેશનલ પર રવિવારે સવારે 9 AM અને 9 PM પર પ્રસારિત કરવામાં આવે છે અને મંગળવાર, બુધવાર અને ગુરુવારે બપોરે 1 વાગ્યે અને શનિવારે રાત્રે 9 વાગ્યે પુનરાવર્તિત થાય છે. ઓડિયો સંસ્કરણ શનિવારે સવારે 11 વાગ્યાથી ઓલ ઈન્ડિયા રેડિયો નેટવર્ક પર પ્રસારિત થાય છે.
YP/GP/JD
(Release ID: 1897712)
Visitor Counter : 202