પ્રધાનમંત્રીનું કાર્યાલય
લોકસભામાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવને પ્રધાનમંત્રીનો જવાબ
"રાષ્ટ્રપતિએ બંને ગૃહોને દૂરંદેશી સંબોધનમાં રાષ્ટ્રને દિશા આપી"
"વૈશ્વિક સ્તરે ભારત પ્રત્યે સકારાત્મકતા અને આશા છે"
"આજે સુધારાઓ મજબૂરીથી નહીં પરંતુ પ્રતીતિથી કરવામાં આવે છે."
યુપીએનાં શાસન હેઠળ ભારતને 'લોસ્ટ ડિકેડ' (ગુમાવેલો દાયકો) કહેવામાં આવતું હતું, જ્યારે આજે લોકો વર્તમાન દાયકાને 'ઇન્ડિયાઝ ડિકેડ' (ભારતના દાયકા) તરીકે ઓળખાવે છે
"ભારત લોકશાહીની જનની છે, મજબૂત લોકશાહી માટે રચનાત્મક આલોચના આવશ્યક છે અને ટીકા 'શુદ્ધિ યજ્ઞ' જેવી છે"
"રચનાત્મક ટીકાને બદલે, કેટલાક લોકો ફરજિયાત ટીકામાં વ્યસ્ત રહે છે”
"140 કરોડ ભારતીયોનાં આશીર્વાદ મારું 'સુરક્ષા કવચ' છે”
"અમારી સરકારે મધ્યમ વર્ગની આકાંક્ષાઓને પૂર્ણ કરી છે. અમે તેમની પ્રામાણિકતા માટે તેમનું સન્માન કર્યું છે."
"ભારતીય સમાજમાં નકારાત્મકતાનો સામનો કરવાની ક્ષમતા છે, પરંતુ તે આ નકારાત્મકતાને ક્યારેય સ્વીકારતો નથી"
Posted On:
08 FEB 2023 5:40PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં સંસદને રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, માનનીય રાષ્ટ્રપતિએ બંને ગૃહોને પોતાનાં દૂરંદેશી સંબોધનમાં રાષ્ટ્રને દિશા આપી હતી. તેમણે નોંધ્યું હતું કે, તેમનાં સંબોધનથી ભારતની 'નારી શક્તિ'ને પ્રેરણા મળી છે અને ભારતનાં આદિવાસી સમુદાયોમાં આત્મવિશ્વાસ વધ્યો છે અને સાથે-સાથે તેમનાંમાં ગર્વની લાગણી જન્મી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "તેમણે દેશનાં 'સંકલ્પથી સિદ્ધિ'ની વિસ્તૃત રૂપરેખા આપી હતી.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભલે પડકારો ઊભા થઈ શકે પરંતુ 140 કરોડ ભારતીયોના દ્રઢ નિશ્ચયથી દેશ આપણા માર્ગમાં આવતા તમામ અવરોધોને પાર કરી શકે છે. તેમણે કહ્યું હતું કે, સદીમાં એક વખત આવતી આપત્તિ અને યુદ્ધ દરમિયાન દેશને સંભાળવાથી દરેક ભારતીયને આત્મવિશ્વાસથી ભરી દેવામાં આવ્યો છે. આવા ઉથલપાથલના સમયમાં પણ ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે.
તેમણે કહ્યું હતું કે, વૈશ્વિક સ્તરે ભારત પ્રત્યે સકારાત્મકતા અને આશા છે. પ્રધાનમંત્રીએ આ સકારાત્મકતાનો શ્રેય સ્થિરતા, ભારતની વૈશ્વિક સ્થિતિ, ભારતની વધતી ક્ષમતા અને ભારતમાં નવી ઉભરતી શક્યતાઓને આપ્યો હતો. દેશમાં વિશ્વાસનાં વાતાવરણ પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતમાં સ્થાયી અને નિર્ણાયક સરકાર છે. તેમણે એવી માન્યતા પર ભાર મૂક્યો હતો કે, સુધારા ફરજિયાતપણે નહીં, પણ દ્રઢ વિશ્વાસપૂર્વક કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, "ભારતની સમૃદ્ધિમાં વિશ્વ સમૃદ્ધિ જોઈ રહ્યું છે."
પ્રધાનમંત્રીએ વર્ષ 2014 પહેલાના દાયકા તરફ ધ્યાન દોર્યું હતું અને કહ્યું હતું કે, 2004થી 2014 વચ્ચેનાં વર્ષો કૌભાંડો સાથે બોજારૂપ હતાં અને સાથે જ દેશનાં ખૂણેખૂણે આતંકી હુમલા પણ થઈ રહ્યા હતા. આ દાયકામાં ભારતીય અર્થવ્યવસ્થાનું પતન જોવા મળ્યું અને ભારતીય અવાજ વૈશ્વિક સ્તરે ખૂબ જ નબળો પડ્યો. આ યુગને 'મૌકે મેં મુસીબત' - તકમાં પ્રતિકૂળતા દ્વારા ચિહ્નિત કરવામાં આવ્યો હતો.
આજે દેશ આત્મવિશ્વાસથી ભરેલો છે અને પોતાનાં સ્વપ્નો અને સંકલ્પોને સાકાર કરી રહ્યો છે એ બાબતનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સમગ્ર વિશ્વ ભારત તરફ આશાની નજરે જોઈ રહ્યું છે તથા ભારતની સ્થિરતા અને સંભવિતતાને તેમણે શ્રેય આપ્યો હતો. તેમણે નિરીક્ષણ કર્યું કે યુપીએ હેઠળ ભારતને 'લોસ્ટ ડિકેડ' (ગુમાવેલો દાયકો) કહેવામાં આવતું હતું જ્યારે આજે લોકો વર્તમાન દાયકાને 'ઇન્ડિયાઝ ડિકેડ (ભારતનો દાયકો)' કહી રહ્યા છે.
ભારત લોકશાહીની જનની છે તેની નોંધ લઈને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, મજબૂત લોકશાહી માટે રચનાત્મક ટીકા આવશ્યક છે અને તેમણે કહ્યું હતું કે, ટીકા 'શુદ્ધિ યજ્ઞ' જેવી છે. પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું હતું કે, રચનાત્મક ટીકાને બદલે કેટલાંક લોકો અનિવાર્યપણે ટીકા કરે છે. તેમણે નોંધ્યું હતું કે છેલ્લાં 9 વર્ષમાં, આપણી પાસે અનિવાર્ય ટીકાકારો છે જે રચનાત્મક ટીકાને બદલે અસમર્થિત આક્ષેપો કરે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે આ પ્રકારની ટીકા એ લોકો નહીં સ્વીકારે, જેઓ અત્યારે પ્રથમ વખત મૂળભૂત સુવિધાઓનો અનુભવ કરી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, તેઓ વંશવાદને બદલે 140 કરોડ ભારતીયોના પરિવારના સભ્ય છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "140 કરોડ ભારતીયોનાં આશીર્વાદ એ મારું 'સુરક્ષા કવચ' છે.
પ્રધાનમંત્રીએ વંચિત અને ઉપેક્ષિત લોકો પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો તથા ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારની યોજનાનો સૌથી મોટો લાભ દલિતો, આદિવાસીઓ, મહિલાઓ અને વંચિત વર્ગોને મળ્યો છે. ભારતની નારી શક્તિ પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, ભારતની નારી શક્તિને મજબૂત કરવા માટે કોઈ કસર છોડવામાં આવી નથી. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે ભારતની માતાઓને મજબૂત કરવામાં આવે છે, ત્યારે લોકો મજબૂત થાય છે અને જ્યારે લોકોને મજબૂત કરવામાં આવે છે, ત્યારે તે સમાજને મજબૂત કરે છે, જે દેશને મજબૂત કરવા તરફ દોરી જાય છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, સરકારે મધ્યમ વર્ગની આકાંક્ષાઓ પર ધ્યાન આપ્યું છે અને તેમની પ્રામાણિકતા માટે તેમનું સન્માન કર્યું છે. ભારતના સામાન્ય નાગરિકો હકારાત્મકતાથી ભરપૂર છે એ બાબત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભલે ભારતીય સમાજ નકારાત્મકતાનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે, પણ તે આ નકારાત્મકતાને ક્યારેય સ્વીકારતો નથી.
YP/GP/JD
(Release ID: 1897444)
Visitor Counter : 242
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam