નાણા મંત્રાલય

157 નવી નર્સિંગ કોલેજોની સ્થાપના કરવામાં આવશે


અસરગ્રસ્ત આદિવાસી વિસ્તારોમાં 7 કરોડ લોકોની સાર્વત્રિક તપાસ સાથે સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન શરૂ કરવામાં આવશે

જાહેર અને ખાનગી ક્ષેત્ર દ્વારા સહયોગી સંશોધન અને નવીનતાને પ્રોત્સાહિત કરવા માટે પસંદગીની ICMR લેબમાં સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે

ફાર્માસ્યુટિકલ્સમાં સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે નવા પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી

તબીબી ઉપકરણો માટે સમર્પિત બહુવિધ અભ્યાસક્રમો હાલની સંસ્થાઓમાં સમર્થિત થવા માટે

Posted On: 01 FEB 2023 1:31PM by PIB Ahmedabad

એક સમૃદ્ધ અને સર્વસમાવેશક ભારતની કલ્પના કરવાના હેતુથી, જેમાં વિકાસના ફળ તમામ પ્રદેશો અને નાગરિકો સુધી પહોંચે, ખાસ કરીને આપણા યુવાનો, મહિલાઓ, ખેડૂતો, ઓબીસી, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ જે અંગે કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ આજે અહીં સંસદમાં કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ કર્યું હતું.

નવી નર્સિંગ કોલેજો

India@100 અને અમૃત કાલના આ વિઝનને અનુરૂપ, નાણામંત્રીએ 2014થી સ્થપાયેલી હાલની 157 મેડિકલ કોલેજો સાથે સહ-સ્થાન પર 157 નવી નર્સિંગ કોલેજોની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી.

સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન

શ્રીમતી નિર્મલા સીતારમણે સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશનની પણ જાહેરાત કરી હતી જેમાં જાગૃતિ નિર્માણ, અસરગ્રસ્ત આદિવાસી વિસ્તારોમાં 0-40 વર્ષની વયના 7 કરોડ લોકોની સાર્વત્રિક તપાસ અને કેન્દ્રીય મંત્રાલયો અને રાજ્ય સરકારોના સહયોગી પ્રયાસો દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001TGXF.jpg

આર એન્ડ ડી માટે ICMR લેબ્સ ઉપલબ્ધ છે:

તબીબી ક્ષેત્રે સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે, નાણામંત્રીએ કહ્યું કે પસંદગીની ICMR લેબમાં સુવિધાઓ જાહેર અને ખાનગી મેડિકલ કોલેજની ફેકલ્ટી અને ખાનગી ક્ષેત્રની R&D ટીમો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ફાર્મા ક્ષેત્રમાં સંશોધન અને નવીનતા:

ફાર્માસ્યુટિકલ્સમાં સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે એક નવો કાર્યક્રમ શ્રેષ્ઠતા કેન્દ્રો દ્વારા હાથ ધરવામાં આવશે, એમ નાણામંત્રીએ જાહેરાત કરી હતી. "અમે ઉદ્યોગને વિશિષ્ટ પ્રાથમિકતાવાળા ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસમાં રોકાણ કરવા માટે પણ પ્રોત્સાહિત કરીશું", તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

તબીબી ઉપકરણો માટે સમર્પિત મલ્ટિડિસિપ્લિનરી અભ્યાસક્રમો:

તબીબી ક્ષેત્રમાં ભાવિ તબીબી તકનીકો અને ઉચ્ચ સ્તરના ઉત્પાદનના મહત્વ પર પ્રકાશ પાડતા, શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે ભવિષ્યની તબીબી તકનીકો, ઉચ્ચ સ્તરના ઉત્પાદન અને સંશોધન માટે કુશળ માનવબળની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે તબીબી ઉપકરણો માટે સમર્પિત બહુવિધ અભ્યાસક્રમોને હાલની સંસ્થાઓમાં સમર્થન આપવામાં આવશે.

YP/GP(Release ID: 1895369) Visitor Counter : 229