ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ને તેના 18મા સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી


NDRFની યાત્રા સાહસિકતા અને વ્યાવસાયિક શ્રેષ્ઠતા માટે પ્રતિબદ્ધતાના અનુકરણીય કાર્યોથી ભરપૂર છે

તેઓએ પોતાની જાતને જોખમમાં મૂકીને જે જીવ બચાવ્યા છે તેના માટે હું તેમને સલામ કરું છું

Posted On: 19 JAN 2023 12:14PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ને દળના 18મા સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વીટમાં શ્રી અમિત શાહે કહ્યું કે, “NDRFના બહાદુરોને દળના સ્થાપના દિવસ પર મારી શુભેચ્છાઓ. NDRFની યાત્રા સાહસિક અને વ્યાવસાયિક શ્રેષ્ઠતા માટે પ્રતિબદ્ધતાના અનુકરણીય કાર્યોથી ભરપૂર છે. તેમણે પોતાની જાતને જોખમમાં મૂકીને જે જીવ બચાવ્યા છે તેના માટે હું તેને સલામ કરું છું.

YP/GP/JD



(Release ID: 1892180) Visitor Counter : 170