મંત્રીમંડળ

કેન્દ્રીય મંત્રીમંડળે વન રૅન્ક વન પૅન્શન હેઠળ સશસ્ત્ર દળોનાં પૅન્શનર્સ/ફેમિલી પૅન્શનર્સનાં પૅન્શનમાં સુધારો કરવા માટે મંજૂરી આપી, જે 01 જુલાઈ, 2019થી અમલી રહેશે


30 જૂન, 2019 સુધી નિવૃત્ત થયેલા સશસ્ત્ર દળોના જવાનોને આવરી લેવામાં આવશે; 25.13 લાખથી વધુને લાભ થશે

જુલાઈ 2019થી જૂન 2022 સુધીમાં એરિયર્સ તરીકે રૂ. 23,638 કરોડ ચૂકવવામાં આવશે

@31% મોંઘવારી રાહત પર ગણતરી કરતા આ સુધારાનાં અમલીકરણ માટે વધારાના વાર્ષિક ખર્ચનો અંદાજ 8,450 કરોડ રૂપિયા છે

Posted On: 23 DEC 2022 8:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 01 જુલાઈ, 2019થી વન રૅન્ક વન પૅન્શન (ઓઆરઓપી) હેઠળ સશસ્ત્ર દળોનાં પૅન્શનર્સ/ફેમિલી પૅન્શનર્સનાં પૅન્શનમાં સંશોધનને મંજૂરી આપી દીધી છે. પાછલા પૅન્શનર્સનું પૅન્શન કૅલેન્ડર વર્ષ 2018માં નિવૃત્ત થયેલા સંરક્ષણ દળોના સમાન રૅન્ક અને સેવાની સમાન અવધિમાં લઘુતમ અને મહત્તમ પૅન્શનની સરેરાશના આધારે ફરી નિર્ધારિત કરવામાં આવશે.

 

લાભાર્થીઓ

30 જૂન, 2019 સુધી નિવૃત્ત થયેલા સશસ્ત્ર દળોના કર્મચારીઓને {01 જુલાઈ, 2014થી પ્રિ-મેચ્યોર (પીએમઆર) નિવૃત્ત થયેલા સિવાય} આ સુધારા હેઠળ આવરી લેવામાં આવશે. 25.13 લાખથી વધારે (4.52 લાખથી વધારે નવા લાભાર્થીઓ સહિત) સશસ્ત્ર દળોનાં પૅન્શનર્સ/ફેમિલી પૅન્શનર્સને લાભ થશે. સરેરાશથી વધુ મેળવનારા માટે પૅન્શન સુરક્ષિત રહેશે. આ લાભ યુદ્ધની વિધવાઓ અને દિવ્યાંગ પૅન્શનર્સ સહિત ફેમિલી પૅન્શનર્સને પણ આપવામાં આવશે.

એરિયર્સની ચૂકવણી ચાર અર્ધવાર્ષિક હપ્તામાં કરવામાં આવશે. જો કે, વિશેષ/લિબરલાઇઝ્ડ ફેમિલી પૅન્શન મેળવનારા અને ગૅલેન્ટ્રી એવોર્ડ વિજેતાઓ સહિત તમામ ફેમિલી પૅન્શનર્સને એક જ હપ્તામાં એરિયર્સની ચૂકવણી કરવામાં આવશે.

 

ખર્ચ                                                

સુધારણાના અમલીકરણ માટેના અંદાજિત વાર્ષિક ખર્ચની ગણતરી આશરે કરવામાં આવી છે જે @31% ડિયરનેસ રિલીફ (ડીઆર) મુજબ ગણતા રૂ. 8450 કરોડ થાય છે.  01 જુલાઈ, 2019થી 31 ડિસેમ્બર, 2021 સુધીના સમયગાળા માટે 19,316 કરોડ રૂપિયાથી વધુની એરિયર્સની ગણતરી 01 જુલાઈ, 2019 થી 30 જૂન, 2021 સુધીના સમયગાળા માટે 17% ડીઆરના આધારે અને 01 જુલાઈ, 2021થી 31 ડિસેમ્બર, 2021 સુધીના સમયગાળા માટે @31% પર  19,316 કરોડ રૂપિયાથી વધુની કરવામાં આવી છે. 01 જુલાઈ, 2019થી 30 જૂન, 2022 સુધીના એરિયર્સની ગણતરી લાગુ મોંઘવારી રાહત મુજબ અંદાજે રૂ.૨૩,૬૩૮ કરોડ છે. આ ખર્ચ ઓઆરઓપીનાં કારણે ચાલી રહેલા ખર્ચથી ઉપર અને વધારાનો છે.

         

 

1 જુલાઇ 2019થી અમલી ઓઆરઓપી હેઠળ સર્વિસ પૅન્શનમાં રૅન્ક વાઇઝ સંભવિત અંદાજિત વધારો (રૂપિયામાં) :

 

રૅન્ક

01.01.2016 ના રોજ પૅન્શન

સુધારેલું પૅન્શન 01.07.2019થી અમલી

 

સુધારેલું પૅન્શન 01.07.2021થી અમલી

 

01.07.2019 થી 30.06.2022 સુધી સંભવિત એરિયર્સ

 

સિપાઇ

17,699

19,726

20,394

87,000

નાયક

18,427

21,101

21,930

1,14,000

હવાલદાર

20,066

21,782

22,294

70,000

નાયબ સૂબેદાર

24,232

26,800

27,597

1,08,000

સબ મેજર

33,526

37,600

38,863

1,75,000

મેજર

61,205

68,550

70,827

3,05,000

લેફ્ટનન્ટ કર્નલ

84,330

95,400

98,832

4,55,000

કર્નલ

92,855

1,03,700

1,07,062

4,42,000

બ્રિગેડિયર

96,555

1,08,800

1,12,596

5,05,000

મેજર જનરલ

99,621

1,09,100

1,12,039

3,90,000

લેફ. જનરલ

1,01,515

1,12,050

1,15,316

4,32,000

 

પશ્ચાદભૂમિકા

સરકારે સંરક્ષણ દળોના કર્મચારીઓ/ફેમિલી પૅન્શનર્સ માટે ઓઆરઓપી લાગુ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો અને 01 જુલાઈ, 2014થી અમલી પૅન્શનમાં સુધારો કરવા માટે 07 નવેમ્બર, 2015ના રોજ નીતિગત પત્ર બહાર પાડ્યો હતો. ઉક્ત નીતિ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, ભવિષ્યમાં દર 5 વર્ષે પૅન્શન ફરીથી નક્કી કરવામાં આવશે. ઓઆરઓપીનાં અમલીકરણમાં આઠ વર્ષમાં દર વર્ષે @Rs 7,123 કરોડ અંદાજે રૂ. 57,000 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.



(Release ID: 1886213) Visitor Counter : 225