પ્રધાનમંત્રીનું કાર્યાલય

PSLV C54 મિશનના સફળ પ્રક્ષેપણ પર પ્રધાનમંત્રીશ્રીએ ISRO અને NSILને અભિનંદન પાઠવ્યા

Posted On: 26 NOV 2022 6:07PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ PSLV C54 મિશનના સફળ પ્રક્ષેપણ પર ISRO અને NSILને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ આ લોન્ચ સાથે સંકળાયેલી તમામ કંપનીઓને પણ અભિનંદન પાઠવ્યા છે.

શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"પીએસએલવી C54 મિશનના સફળ પ્રક્ષેપણ પર @ISRO અને NSILને અભિનંદન. EOS-06 ઉપગ્રહ આપણા દરિયાઈ સંસાધનોના શ્રેષ્ઠ ઉપયોગ માટે મદદ કરશે."

"ભારતીય કંપનીઓ @PixxelSpace અને @DhruvaSpace તરફથી 3 ઉપગ્રહોનું પ્રક્ષેપણ એક નવા યુગની શરૂઆત કરે છે, જ્યાં અવકાશ તકનીકમાં ભારતીય પ્રતિભાને સંપૂર્ણ રીતે સાકાર કરી શકાય છે. આ પ્રક્ષેપણમાં સામેલ તમામ કંપનીઓ અને દરેકને અભિનંદન."

YP/GP/JD



(Release ID: 1879203) Visitor Counter : 186