પ્રધાનમંત્રીનું કાર્યાલય
બાલીમાં G-20 શિખર સંમેલનની બાજુમાં સિંગાપોરના પ્રધાનમંત્રી સાથે પ્રધાનમંત્રી શ્રીની મુલાકાત
प्रविष्टि तिथि:
16 NOV 2022 1:45PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બાલીમાં G-20 શિખર સંમેલન દરમિયાન સિંગાપોરના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી લી સિએન લૂંગ સાથે મુલાકાત કરી હતી. તેમણે ગયા વર્ષે રોમમાં જી-20 સમિટ દરમિયાન પ્રધાનમંત્રી લી સાથેની તેમની મુલાકાતને યાદ કરી.
બંને પ્રધાનમંત્રીઓએ ભારત અને સિંગાપોર વચ્ચેની મજબૂત વ્યૂહાત્મક ભાગીદારી અને સપ્ટેમ્બર 2022માં નવી દિલ્હી ખાતે આયોજિત ભારત-સિંગાપોર મંત્રી સ્તરીય રાઉન્ડ ટેબલના ઉદ્ઘાટન સત્ર સહિત નિયમિત ઉચ્ચ સ્તરીય મંત્રી અને સંસ્થાકીય ઈન્ટરએક્શન્સની નોંધ લીધી હતી.
બંને નેતાઓએ ખાસ કરીને ફિનટેક, પુનઃપ્રાપ્ય ઊર્જા, કૌશલ્ય વિકાસ, આરોગ્ય અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણના જોડાણોને વધુ વિસ્તૃત કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. પીએમ મોદીએ સિંગાપોરને ગ્રીન ઇકોનોમી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલાઇઝેશન સહિતના વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરવા અને ભારતની રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન, એસેટ મોનેટાઇઝેશન પ્લાન અને ગતિ શક્તિ યોજનાનો લાભ લેવા આમંત્રણ આપ્યું હતું.
બંને નેતાઓએ તાજેતરના વૈશ્વિક અને પ્રાદેશિક વિકાસ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ ભારતની એક્ટ ઈસ્ટ પોલિસીમાં સિંગાપોરની ભૂમિકા અને 2021-2024 સુધી આસિયાન-ભારત સંબંધોના કન્ટ્રી કોઓર્ડિનેટર તરીકેની ભૂમિકાની પ્રશંસા કરી હતી. બંને નેતાઓએ ભારત-આસિયાન બહુપક્ષીય સહયોગને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવાની ઈચ્છાનો પુનરોચ્ચાર કર્યો હતો.
પ્રધાનમંત્રી શ્રીએ પીએમ લીને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમને આવતા વર્ષે G-20 સમિટ માટે ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.
YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1876436)
आगंतुक पटल : 227
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam