પર્યાવરણ અને વન મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતે સીઓપી 27માં રાષ્ટ્રીય નિવેદન આપ્યું

Posted On: 15 NOV 2022 4:11PM by PIB Ahmedabad

કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે આજે સીઓપી 27માં ભારતનું રાષ્ટ્રીય નિવેદન આપ્યું હતું.

કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ COP 27 ખાતે રાષ્ટ્રીય નિવેદન આપી રહ્યા છે.

મહાનુભાવો,

સૌપ્રથમ હું આપણાં યજમાનો અને સીઓપી27ના પ્રેસિડન્સી, આરબ રિપબ્લિક ઑફ ઇજિપ્તનો તેમના જબરદસ્ત પ્રયાસો અને આતિથ્ય-સત્કાર બદલ આભાર વ્યક્ત કરું છું.

એક વર્ષ પહેલાં ગ્લાસગોમાં આપણે વિજ્ઞાનનાં આહવાન પ્રતિસાદ આપ્યો હતો અને મહત્ત્વની પ્રતિજ્ઞાઓ અને પ્રતિબદ્ધતાઓ સાથે આગળ આવ્યા હતા.

આ વર્ષે શર્મ-અલ-શેખ ખાતે આપણી કાર્યની ક્ષણ છે, અને ઇજિપ્તના અધ્યક્ષપદે આને યોગ્ય રીતે અમલીકરણની સીઓપી તરીકે વર્ણવી છે.

કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ COP 27 ખાતે રાષ્ટ્રીય નિવેદન આપી રહ્યા છે.

મહાનુભાવો

અમારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગોમાં વર્ષ 2070 સુધીમાં નેટ શૂન્ય ઉત્સર્જન હાંસલ કરવાના ભારતના લક્ષ્યાંકની જાહેરાત કરી હતી. એક વર્ષની અંદર, ભારતે તેની લાંબા ગાળાની ઓછાં ઉત્સર્જન વૃદ્ધિની વ્યૂહરચના રજૂ કરી છે, જે ચાવીરૂપ આર્થિક ક્ષેત્રોમાં ઓછાં કાર્બન સંક્રાંતિના માર્ગો સૂચવે છે.

આપણાં વર્ષ 2030નાં આબોહવાનાં લક્ષ્યાંકોમાં વધેલી મહત્ત્વાકાંક્ષાનાં આહ્વાનને પ્રતિસાદ આપતાં ભારતે ઑગસ્ટ, 2022માં તેનાં રાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત પ્રદાનમાં સુધારો કર્યો હતો. અમે વૈકલ્પિક ઊર્જા સ્ત્રોત તરીકે પુનઃપ્રાપ્ય ઊર્જા, ઇ-મોબિલિટી, ઇથેનોલ મિશ્રિત ઇંધણો અને ગ્રીન હાઇડ્રોજનમાં દૂરગામી નવી પહેલ હાથ ધરી છે.

અમે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન- ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ અને આપત્તિ સ્થિતિસ્થાપકતા ઈન્ફ્રાસ્ટક્ચરનાં જોડાણ- કોઅલિશન ફોર ડિઝાસ્ટર રિઝિલિઅન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં ગઠબંધનો જેવા પગલાં અને ઉપાયલક્ષી ગઠબંધનો મારફતે મજબૂત આંતરરાષ્ટ્રીય સહકારને પ્રોત્સાહન આપવા પણ ઇચ્છીએ છીએ, આ બંને બાબતો ભારતે શરૂ કરી હતી અને તેનું સંવર્ધન કર્યું હતું.

આ વૈશ્વિક ભલા માટે સામૂહિક કામગીરીની અમારા નૈતિક વિચારનો પુરાવો છે.

અત્યાર સુધીમાં જગતનાં સંચિત ઉત્સર્જનોમાં અમારું પ્રદાન ૪ ટકા કરતાં પણ ઓછું છે અને અમારું વાર્ષિક માથાદીઠ ઉત્સર્જન વૈશ્વિક સરેરાશના એક તૃતીયાંશ જેટલું છે એ વાસ્તવિકતા હોવા છતાં ૧.૩ અબજ લોકોની વસતી ધરાવતું ભારત આ કઠિન પ્રયાસ કરી રહ્યું છે.

એક સુરક્ષિત ગ્રહના ભારતના દ્રષ્ટિકોણના હાર્દમાં એક શબ્દનો મંત્ર છે- પર્યાવરણ માટે જીવનશૈલી, જે પ્રધાનમંત્રી શ્રી મોદીએ સીઓપી26માં અમારાં રાષ્ટ્રીય નિવેદનમાં પ્રસ્તુત કર્યો હતો. મિશન લાફઇની શરૂઆત પ્રધાનમંત્રી શ્રી મોદીએ 20 ઑક્ટોબર, 2022ના રોજ સંયુક્ત રાષ્ટ્રનાં મહામંત્રી મહામહિમ શ્રી એન્ટોનિયો ગુટેરેસની હાજરીમાં કરી હતી.

વિશ્વને અવિચારી અને વિનાશક વપરાશથી વિવેકી અને હેતુપૂર્વકના ઉપયોગ તરફ ઉદાહરણીય રીતે ખસવાની તાત્કાલિક જરૂર છે. આપણે આ ગ્રહ પૃથ્વીના ટ્રસ્ટીઓ છીએ. આપણે સંસાધનોના ઉપયોગને મહત્તમ કરે અને કચરો ઘટાડે એવી ટકાઉ જીવનશૈલી દ્વારા તેનું પોષણ કરવું જોઈએ.

વિશ્વની સૌથી વધુ વસતિ ધરાવતી લોકશાહી અને જીવંત ઉભરતાં અર્થતંત્ર તરીકે ભારત ઉદાહરણ દ્વારા આગેવાની પૂરી પાડવા ઇચ્છે છે અને વ્યક્તિગત, કુટુંબ અને સમુદાય-આધારિત ક્રિયાઓ માટે વૈશ્વિક સમુદાયને મિશન લાઇફનો હિસ્સો બનવા આમંત્રણ આપે છે.

મહાનુભાવો

ભારત 'એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય'નાં સૂત્ર સાથે 2023માં જી -20નું પ્રમુખપદ સંભાળી રહ્યું છે. માનવતા માટે સુરક્ષિત એવા ગ્રહ તરફની આપણી સફર એવી છે કે જે કોઈ પણ રાષ્ટ્ર તેને એકલા હાથે હાથ ધરી શકે તેમ નથી. આ આપણા માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે સમાનતા અને આબોહવા ન્યાય સાથે હાથ ધરવાની સામૂહિક યાત્રા છે.

અમે આશા રાખીએ છીએ કે જળવાયુ પરિવર્તન સામેની લડાઈ વિશ્વને એક પરિવાર તરીકે એક કરશે."

YP/GP/JD


(Release ID: 1876146) Visitor Counter : 648