પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ મોરબીમાં પરિસ્થિતિની સમીક્ષા કરવા ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી


પીએમએ બચાવ અને રાહત કામગીરી અંગે જાણકારી આપી

પ્રધાનમંત્રી શ્રીએ સુનિશ્ચિત કરવા પર ભાર મૂકયો કે અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય મળે

Posted On: 31 OCT 2022 8:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે ગાંધીનગરના રાજભવન ખાતે મોરબીની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.

પ્રધાનમંત્રી શ્રીને મોરબીમાં દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના બની ત્યારથી ચાલી રહેલી બચાવ અને રાહત કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી. દુર્ઘટનાને લગતા તમામ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ ફરી એકવાર અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય મળે તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો.

ઉચ્ચ સ્તરીય બેઠકમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાતના મુખ્ય સચિવ અને DGP સહિત રાજ્યના ગૃહ વિભાગ અને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અન્ય ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી.

YP/GP/JD


(Release ID: 1872500) Visitor Counter : 177