પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

13મી બ્રિક્સ શિખર બેઠકના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીએ આપેલું સંબોધન

Posted On: 09 SEP 2021 1:32PM by PIB Ahmedabad

મહામહિમ રાષ્ટ્રપતિ પુતિન, રાષ્ટ્રપતિ શી, રાષ્ટ્રપતિ રામાફોસા, રાષ્ટ્રપતિ બોલ્સોનારો,

નમસ્કાર,

આ બ્રિક્સ શિખર બેઠકમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. બ્રિક્સની 15મી વર્ષગાંઠના અવસર પર આ શિખર સંમેલનની અધ્યક્ષતા કરવી એ મારા માટે અને ભારત માટે ખૂબ જ આનંદની વાત છે. આપની સાથે આજની શિખર બેઠક માટે અમારી પાસે વિગતવાર એજન્ડા છે. જો તમે બધા સંમત થાઓ તો આપણે આ એજન્ડાને અપનાવી શકીએ છીએ. આભાર, એજન્ડા હવે અપનાવી લેવાયો છે.

મહાનુભાવો!

એકવાર આ એજન્ડા અપનાવવામાં આવે તે પછી આપણે બધા સંક્ષિપ્તમાં આપણું પ્રારંભિક સંબોધન આપી શકીએ છીએ. સૌથી પહેલા હું મારું આવકાર સંબંધોન આપવાની છૂટ લઇશ. ત્યારબાદ હું આપ દરેક શ્રેષ્ઠીઓને આપનું પ્રારંભિક સંબોધન આપવા માટે આમંત્રણ આપીશ.

આ અધ્યક્ષપદ દરમિયાન ભારતને બ્રિક્સના તમામ ભાગીદાર દેશો અને દરેક વ્યક્તિ તરફથી સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થયો છે અને આ માટે હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. બ્રિક્સ પ્લેટફોર્મ છેલ્લા દોઢ દાયકામાં અનેક સિદ્ધિઓનું સાક્ષી બન્યું છે. આજે આપણે વિશ્વની ઉભરતી અર્થવ્યવસ્થાઓ માટે એક પ્રભાવશાળી અવાજ છીએ. વિકાસશીલ દેશોની પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પણ આ પ્લેટફોર્મ ઘણું ઉપયોગી સાબિત થયું છે.

બ્રિક્સે ન્યૂ ડેવલપમેન્ટ બેંક, કન્ટીજન્સી રિઝર્વ એરેન્જમેન્ટ અને એનર્જી રિસર્ચ કોઓપરેશન પ્લેટફોર્મ જેવી મજબૂત સંસ્થાઓનું સર્જન કર્યું છે. આ બધી ખૂબ જ મજબૂત સંસ્થાઓ છે. તે વાત કોઇ જ શંકા નથી કે, આપણે તેના પર ગૌરવ કરી શકીએ છીએ. જો કે, એ પણ ઘણું મહત્વનું છે કે, આપણે વધારે આત્મસંતોષી ન થવું જોઇએ અને આગામી 15 વર્ષમાં બ્રિક્સ હજુ પણ વધુ પરિણામલક્ષી હોય તે આપણે સુનિશ્ચિત કરવું જોઇએ.

ભારતે તેના અધ્યક્ષપદના કાર્યકાળ માટે જે થીમ પસંદ કરી છે તેમાં આ જ પ્રાથમિકતા દર્શાવવામાં આવી છે. આ થીમ છે - બ્રિક્સ@15: સાતત્ય, એકત્રીકરણ અને સર્વસંમતિ માટે આંતર બ્રિક્સ સહકાર’. આ ચાર C’ એક રીતે આપણી બ્રિક્સ ભાગીદારીના મૂળભૂત સિદ્ધાંતો છે.

આ વર્ષે, કોવિડ મહામારીના કારણે દ્વારા ઊભા થયેલા પડકારો છતાં, 150 કરતાં વધુ બ્રિક્સ બેઠકો અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાંથી 20 થી વધુ આયોજનો મંત્રી સ્તરે હતા. પરંપરાગત ક્ષેત્રોમાં સહકારમાં વૃદ્ધિ કરવાની સાથે સાથે, આપણે બ્રિક્સ એજન્ડાને વધુ વિસ્તૃત કરવાના પ્રયાસો પણ કર્યા છે. આ સંદર્ભમાં, બ્રિક્સે અનેક 'પ્રથમ' પ્રાપ્ત કર્યા છે, મતલબ કે એવી ઘણી વસ્તુઓ હતી જે પ્રથમ વખત કરવામાં આવી હતી. તાજેતરમાં જ પ્રથમ બ્રિક્સ ડિજિટલ શિખર મંત્રણાનું આયોજન કરવામાં આવ્યું હતું. ટેકનોલોજીની મદદથી આરોગ્ય સુધીની પહોંચ વધારવા માટે આ એક નવતર પગલું છે. નવેમ્બરમાં, આપણા જળ સંસાધન મંત્રીઓ બ્રિક્સ ફોર્મેટ હેઠળ પ્રથમ વખત બેઠક કરશે. ‘બહુપક્ષીય વ્યવસ્થાઓ મજબૂત કરવા અને સુધારવા’ પર બ્રિક્સે એક સામૂહિક વલણ લીધું હોય એવું પણ પ્રથમ વખત બન્યું છે.

આપણે બ્રિક્સ ત્રાસવાદ વિરોધી એક્શન પ્લાન પણ અપનાવ્યો છે. આપણી અંતરિક્ષ એજન્સીઓ વચ્ચે રિમોટ સેન્સિંગ સેટેલાઇટ કૉન્સ્ટલેશન અંગે સમજૂતી સાથે સહકારના એક નવા અધ્યાયનો આરંભ થયો છે. આપણા કસ્ટમ્સ વિભાગો વચ્ચેના સહકારથી, આંતર-બ્રિક્સ વેપાર સરળ બનશે. વર્ચ્યુઅલ બ્રિક્સ રસીકરણ સંશોધન અને વિકાસ કેન્દ્ર શરૂ કરવા સંદર્ભે પણ સર્વસંમતિ સાધવામાં આવી છે. ગ્રીન ટૂરિઝમ અંગે બ્રિક્સ જોડાણ એ પણ અન્ય એક નવી પહેલ છે.

મહાનુભાવો!

આ તમામ નવી પહેલોથી માત્ર આપણા નાગરિકોને જ ફાયદો થશે એવું નથી પરંતુ આગામી વર્ષોમાં બ્રિક્સને એક સંસ્થા તરીકે સુસંગત રહેવા માટે સક્ષમ બનાવશે. મને વિશ્વાસ છે કે આજની આ બેઠક બ્રિક્સને વધુ ઉપયોગી બનાવવા માટે આપણને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપશે.

આપણે મહત્વપૂર્ણ વૈશ્વિક અને પ્રાદેશિક બાબતો પર પણ ચર્ચા કરીશું. હવે હું આપ સૌને આપનું પ્રારંભિક સંબોધન આપવા માટે આમંત્રિત કરું છું.

SD/GP

 




(Release ID: 1870810) Visitor Counter : 97