પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ Gandhada Gudiનું ટ્રેલર રિલીઝ થવા પર શુભેચ્છાઓ પાઠવી

Posted On: 09 OCT 2022 12:38PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વર્ગીય કન્નડ અભિનેતા પુનીત રાજકુમારના પ્રિય પ્રોજેક્ટ Gandhada Gudiના ટ્રેલરને રિલીઝ કરવા પર તેમની શુભેચ્છાઓ પાઠવી છે જે કર્ણાટકની કુદરતી સૌંદર્ય અને પર્યાવરણીય સંરક્ષણને શ્રદ્ધાંજલિ છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે સ્વર્ગસ્થ પુનીત રાજકુમાર વિશ્વભરના લાખો લોકોના હૃદયમાં વસે છે.

સ્વર્ગસ્થ કન્નડ અભિનેતા પુનીત રાજકુમારનાં પત્ની અશ્વિની પુનીત રાજકુમારના ટ્વીટને ટાંકીને, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

અપ્પુ દુનિયાભરના લાખો લોકોના દિલમાં વસે છે. તે તેજસ્વી મૂર્તિમંત, ઊર્જાથી ભરપૂર અને અપ્રતિમ પ્રતિભાથી આશીર્વાદિત હતા. Gandhada Gudi એ માતા કુદરત, કર્ણાટકની પ્રાકૃતિક સુંદરતા અને પર્યાવરણીય સંરક્ષણને અંજલિ છે. આ પ્રયાસ માટે મારી શુભેચ્છાઓ.

 

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1866216) Visitor Counter : 187