પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી મહારાષ્ટ્રના નાસિકમાં બસ દુર્ઘટનાથી વ્યથિત
PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરાઈ
Posted On:
08 OCT 2022 9:43AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના નાસિકમાં એક દુ:ખદ બસ અકસ્માતમાં થયેલા મૃત્યુ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. પીએમએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પણ શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂ.ની અને બસ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને 50,000 રૂ. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ (PMNRF) માંથી એક્સ-ગ્રેશિયા પણ જાહેર કરી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
"નાસિકમાં બસ દુર્ઘટનાથી વ્યથિત છું. જેમણે આ દુર્ઘટનામાં તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તે લોકો સાથે મારા વિચારો છે. ઘાયલો વહેલામાં વહેલી તકે સાજા થાય. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે: PM @narendramodi"
"નાસિકમાં બસમાં આગ લાગવાને કારણે મૃતકોના દરેકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી રૂ. 2 લાખ એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે. ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે: PM @narendramodi"
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1866018)
Visitor Counter : 185
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam