માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
azadi ka amrit mahotsav

વેપાર કરવાની સરળતા અને ડીલરો દ્વારા નોંધાયેલા વાહનોના વેચાણ અને ખરીદીમાં પારદર્શિતાને પ્રોત્સાહન આપવા માટે ડ્રાફ્ટ નોટિફિકેશન

Posted On: 15 SEP 2022 10:50AM by PIB Ahmedabad

માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય (MoRTH) 12 સપ્ટેમ્બર 2022ના રોજ એક ડ્રાફ્ટ નોટિફિકેશન G.S.R 693(E) બહાર પાડ્યું છે જેથી વેપાર કરવામાં સરળતા અને ડીલરો દ્વારા નોંધાયેલા વાહનોના વેચાણ અને ખરીદીમાં પારદર્શિતાને પ્રોત્સાહન મળે.

ભારતમાં પૂર્વ-માલિકીનું કાર બજાર ધીમે ધીમે સ્થાન મેળવી રહ્યું છે. તાજેતરના વર્ષોમાં, ઓનલાઈન માર્કેટપ્લેસના આગમન, જે પૂર્વ-માલિકીના વાહનોની ખરીદી અને વેચાણ સાથે સંકળાયેલા છે, તેણે બજારને વધુ પ્રોત્સાહન આપ્યું છે.

વર્તમાન ઇકોસિસ્ટમમાં, ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો જેમ કે. અનુગામી ટ્રાન્સફર કરનારને વાહનના ટ્રાન્સફર દરમિયાન, તૃતીય પક્ષની નુકસાની જવાબદારીઓ અંગેના વિવાદો, ડિફોલ્ટરના નિર્ધારણમાં મુશ્કેલી વગેરે.

MoRTH પૂર્વ માલિકીની કાર બજાર માટે વ્યાપક નિયમનકારી ઇકોસિસ્ટમ બનાવવા માટે કેન્દ્રીય મોટર વાહન નિયમો, 1989ના પ્રકરણ IIIમાં સુધારાની દરખાસ્ત કરી છે.

સૂચિત નિયમોની મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ છે:

1. ડીલરની અધિકૃતતા ઓળખવા માટે નોંધાયેલા વાહનોના ડીલરો માટે અધિકૃતતા પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું છે.

2. વધુમાં, રજિસ્ટર્ડ માલિક અને ડીલર વચ્ચે વાહનની ડિલિવરીની સૂચના માટેની પ્રક્રિયા વિગતવાર આપવામાં આવી છે.

3. નોંધાયેલા વાહનોના કબજામાં ડીલરની સત્તાઓ અને જવાબદારીઓ પણ સ્પષ્ટ કરવામાં આવી છે.

4. ડીલરોને તેમના કબજામાં રહેલા મોટર વાહનોના નોંધણી પ્રમાણપત્ર/ ફિટનેસના પ્રમાણપત્રના નવીકરણ, ડુપ્લિકેટ નોંધણી પ્રમાણપત્ર, એનઓસી, માલિકીના સ્થાનાંતરણ માટે અરજી કરવાની સત્તા આપવામાં આવી છે.

5. નિયમનકારી પગલા તરીકે, ઇલેક્ટ્રોનિક વાહન ટ્રિપ રજિસ્ટરની જાળવણી ફરજિયાત કરવામાં આવી છે જેમાં હાથ ધરવામાં આવેલા પ્રવાસનો હેતુ, ડ્રાઈવર, સમય, માઈલેજ વગેરે ટ્રિપની વિગતો હશે.

નિયમો રજિસ્ટર્ડ વાહનોના વચેટિયા/ડીલરોને ઓળખવામાં અને સશક્તિકરણ કરવામાં તેમજ આવા વાહનોના વેચાણ અથવા ખરીદીમાં છેતરપિંડીની પ્રવૃત્તિઓ સામે પર્યાપ્ત સુરક્ષા પ્રદાન કરવાની અપેક્ષા રાખવામાં આવે છે.

ત્રીસ દિવસના સમયગાળામાં તમામ હિતધારકો પાસેથી ટિપ્પણીઓ અને સૂચનો આમંત્રિત કરવામાં આવે છે.

ગેઝેટ નોટિફિકેશન માટે અહીં ક્લિક કરો

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1859488) Visitor Counter : 220