સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav g20-india-2023

CoEK બેંગલુરુમાં 16મી અને 17મી સપ્ટેમ્બર, 2022ના રોજ બે દિવસીય કાર્યક્રમ આવર્તન રજૂ કરશે

Posted On: 15 SEP 2022 10:52AM by PIB Ahmedabad

  "ખાદીની કળા પહેલા હૃદયને અને પછી આંખને આકર્ષિત કરે છે" - એમ.કે ગાંધી

લોકો સાથે જોડાવાના પ્રયાસમાં, ખાદી માટે સેન્ટર ઓફ એક્સેલન્સ બેંગ્લોર ઇન્ટરનેશનલ સેન્ટર (BIC) બેંગલુરુ ખાતે 16 અને 17 સપ્ટેમ્બર 2022ના રોજ બે દિવસીય કાર્યક્રમ આવર્તન રજૂ કરશે.

ખાદી માટે સેન્ટર ઓફ એક્સેલન્સ (CoEK)ની કલ્પના MSME મંત્રાલય દ્વારા યુવા પ્રેક્ષકો અને વૈશ્વિક બજાર સુધી પહોંચવાના હેતુ સાથે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેક્નોલોજીના સહયોગથી ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન (KVIC)ને સમર્થન આપવા માટે કરવામાં આવી હતી. કેન્દ્રની સ્થાપના હબ અને સ્પોક્સ મોડલ તરીકે કરવામાં આવી છે, દિલ્હી ખાતે હબ અને સ્પોક્સ તરીકે બેંગલુરુ, ગાંધીનગર, કોલકાતા અને શિલોંગમાં સ્થાપના કરાઈ છે.

આ ઇવેન્ટ CoEKના ઇન-હાઉસ ડિઝાઇનર્સ દ્વારા પેન-જનરેશનલ પ્રેક્ષકો માટે ડિઝાઇન કરાયેલ ઘર અને વસ્ત્રોના સંગ્રહનું પ્રદર્શન કરશે. ખાદી સંસ્થાઓને તેમના કાપડ અને સાડીઓનું માર્કેટિંગ કરવા આમંત્રણ આપવામાં આવ્યું છે. CoEK ટીમ દ્વારા ખાદી અને તેની ઝીણવટભરી બાબતો પર ઇન્ટરેક્ટિવ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે બેંગલુરુની ડિઝાઇન કોલેજોના વિદ્યાર્થીઓને 16મી સપ્ટેમ્બરે આમંત્રિત કરવામાં આવ્યા છે. ત્રણ સત્રો: ખાદીને રિલિંક કરવી, નવી પેઢી માટે ખાદી અને ખાદી માટે DNA, ખાદીની ટકાઉતા અને વારસા પર વાતચીતને પ્રોત્સાહિત કરશે.

CoEKની બીજી પહેલ ખાદી અને કલા’, વિવિધ કલા સ્વરૂપોના અનુયાયીઓ સુધી પહોંચવાનું અને કળા કેવી રીતે ખાદી સાથે સંકળાયેલી છે તે સ્વીકારવાનું માધ્યમ છે. CoEKએ બેંગલુરુ સ્થિત યુવા સમકાલીન ડાન્સર અને કોરિયોગ્રાફર કલ્યાણી શારદા સાથે સહયોગ કર્યો છે. તે BIC ખાતે 17મી સપ્ટેમ્બર 2022ના રોજ સાંજે 6:00 વાગ્યે ખાસ કોરિયોગ્રાફ કરેલ ભાગ 'આવર્તન' રજૂ કરશે. તેણીના પ્રદર્શનનો હેતુ ખાદીની અનન્ય પ્રક્રિયાને દર્શાવવાનો છે. કલાકારો CoEKની ટીમ દ્વારા ખાસ ડિઝાઈન કરવામાં આવેલ ખાદી પહેરવેશ પહેરશે.

આ ઈવેન્ટનો ઉદ્દેશ્ય ખાદીને અન્ય કલા સ્વરૂપો સાથે સાંકળવાનો અને 'ખાદી ભાવના'ને વ્યાપક પ્રેક્ષકો સુધી લઈ જવા અને ખાદીને નવા અર્થો સાથે અર્થઘટન કરવાનો છે. આ કાર્યક્રમ પ્રદર્શન અને સત્રો દ્વારા ખાદીને યુવાનો સાથે જોડવા પર ધ્યાન કેન્દ્રીત કરશે અને ખાદી સંસ્થાઓને તેમના ઉત્પાદનોનું પ્રદર્શન કરવા માટે એક પ્લેટફોર્મ આપશે.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1859484) Visitor Counter : 160