માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav g20-india-2023

2021-22માં ભારત વિરુદ્ધ કામ કરતી 747 વેબસાઈટ, 94 યુટ્યુબ ચેનલો બંધ કરવામાં આવી: કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુર

Posted On: 21 JUL 2022 4:14PM by PIB Ahmedabad

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે આજે કહ્યું કે 2021-22માં મંત્રાલયે દેશના હિતની વિરુદ્ધ કામ કરતી યુટ્યુબ ચેનલો સામે કડક કાર્યવાહી કરી છે. રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે મંત્રાલયે 94 યુટ્યુબ ચેનલ્સ, 19 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને 747 યુઆરએલ વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને તેમને બ્લોક કર્યા છે. આ કાર્યવાહી કલમ 69A ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 હેઠળ કરવામાં આવી છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, નકલી સમાચાર ફેલાવીને અને ઈન્ટરનેટ પર દુષ્પ્રચાર ફેલાવીને દેશના સાર્વભૌમત્વ વિરુદ્ધ કામ કરતી એજન્સીઓ સામે સરકારે કડક કાર્યવાહી કરી છે.

SD/GP/JD
 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1843470) Visitor Counter : 226